(એક સાહિત્યકાર બહેને, એક વૈજ્ઞાનિક અને સાહિત્યકારભાઈનો પરિચય લખ્યો છે એ કોઈપણ જાતના સંપાદન વગર અહીં મૂકું છું.)

Dr. M. H. Mehta. Vadodara, India.
પરિચયઃ
મુનિભાઈ મહેતાનો બાલ્યકાળથી કવિતા લખવાનો શોખ આજે પણ ચાલુ છે. કલાકાર તરિકે કાષ્ટતરંગ કુશળતાથી વગાડે છે.
લગભગ ૧૯૬૦માં, ભાવનગરમાંથી મુનિભાઈ સર્વપ્રથમ વિદ્યાર્થી I.I.T. Bombayમાં પ્રવેશ મેળવીને, B.S in Chemical Engineering and Doctarate મેળવીને જ્વલ્લંત કામગીરી સાથે પદ્મશ્રી નેશનલ એવોર્ડથી સન્માનિત છે. એક વૈજ્ઞાનિક, એક મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત, એક સમાજસેવક, એક સંશોધક, એક કવિ, એક સંવેદનશીલ માણસ, એ બધાનો સુંદર સમન્વય એટલે મુનિભાઈ મહેતા. આજે પણ સતત રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તર પર સેવા આપી રહ્યા છે. અને મારે માટે… એક સ્નેહાળ ભાઈ છે…સરયૂ પરીખ
મુનિભાઈનું લખેલું એક કાવ્ય
કાગળની હોડી
વરસતા વરસાદે કાગળની હોડીની
જેમ વહી જાય ભીની યાદો
ઘરમાં હું બંધ બસ ખૂલ્લી એક
બારી એમાંથી થાય સંવાદો ….
સમય તો નીકળી ગ્યો, બાંધ્યો બંધાય નહીં
ખુશબુ રહે ક્યાંય ઊંડા શ્વાસમાં
ભીંજાય યાદો ને આંસુઓ ઉગ્યા ત્યાં
મેદાને ઊભેલાં ઘાંસમાં….
મોગરાના ફૂલ ઝીલે ટપકતા મોતી અને
અંતર કોરૂં – નથી પાણી
હું યે ચાહું ફરી વહેતી થઈ જાય
મારે રૂદયેથી જૂની સરવાણી….
ભીંજાવું મારે ને ભીજવી હું દઉં બધું
ધરતી આકાશ – સૂરજ ચાંદો
વરસતા વરસાદે કાગળની હોડીની
જેમ વહી જાય ભીની યાદો…
—–
ડો.મુનિભાઈ મહેતા
Like this:
Like Loading...
Thank you, Davdasaheb. Saryu
LikeLike
ડો.મુનિભાઈ મહેતાને ભાગ્યે જ કોઇ ન જાણતું હોય !
આજે તેમના સંવેદન શીલ કાવ્યમા આપણી પણ આળપણની યાદો અનુભવાય છે.
બાળપણના એ ચોમાસાના વરસાદના દિવસોમાં જરાક અમથુ જુઓ… રસ્તાની ધારે વહેતી વરસાદી પાણીની ધારા હજી તમારી કાગળની હોડીની પ્રતીક્ષા કરે છે .વરસતા વરસાદમાં પલળતા હોઠ સાથે જાણે શબ્દો પણ પલળી જતા હશે. આવા ‘રોમાન્સ ઈન ધ રેઈન’નાં પ્રસંગને યાદગાર ક્ષણો !.
ગુલઝારના શબ્દોમાં કહીએ તો
બારિશ ભીગોતી કમ હૈ, ચુભતી જ્યાદા હૈ.
કૈફ ભોપાલીનો એક શેર અહીં ટાંકવાનું મન થાય છે.
‘દરોે દિવાર પે શકલે સી બનાને આઈ
ફિર યે બારીશ મેરી તન્હાઈ ચૂરાને આઈ’
પહેલાં એકલવાયું લાગ્યા અને પછી એ જ વરસાદ તમારા આખ્ખાય ઓરડાને સંસ્મરણોથી ભરી દે.
.
મુનિભાઇની કલમ પર કવિતા ફૂટી નીકળે છે.
LikeLiked by 1 person
બહુજ સરસ ટુંકમાં પરિચય અને સુંદર કવિતા.ગમ્યું !
LikeLiked by 1 person
માણેલા સંગાથ નો આબેહૂબ પરિચય સાથે બંધ બેસતી કવિતા.. remembering nostalgic…ક્શણો
LikeLiked by 1 person
યોગ્ય કવિતા સાથે નો પરિચય…જુની યાદો મા’ણી
LikeLike
Thanks you saryu ben.
LikeLike