(મરીઝનું અસલી નામ અબ્બાસ વાસી હતું. ભણવા કરવામાં એમને રસ ન હોવાથી નાની વયે જ રબ્બર ફેકટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ૧૪ વર્ષની વયે એમણે પહેલી ગઝલ લખી. ભણવામાં રસ ન હોવા છતાં એમને વાંચનનો જબરો શોખ હતો, અને પુસ્તકો પાછળ પગારમાંથી સારી રકમ ખર્ચ કરતા. કમ નશીબે સોળ વર્ષની વયથી જ એમને દારૂની લત લાગેલી. દારૂ પીવા પૈસા માટે પોતાની લખેલી સારી સારી ગઝલ મામુલી રકમમાં વેંચી દેતા. આને લીધે આ ગુજરાતના ગાલીબની ગઝલો એકઠી કરવી એ કપરૂં કામ છે. અહીં એમની મને ગમતી એક ગઝલ રજૂ કરૂં છું. – સંપાદક )
નખશીખ સુંદર ગઝલ…
તેમાં આ અદ ભુત પંક્તીઓ બહુ ગમી ઃ
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
મનહરે એવી સુંદર રીતે ગાઇ છે
ગાયકી પણ એવી જ સહજ અને સરળ છે
કે થાય કે આપણે સાથે સાથે ગાયાં કરીએ
LikeLiked by 1 person