મેં છેલ્લા ૧૦ વરસમાં મારા ઈ-મેઈલ દ્વારા, જુદા જુદા બ્લોગ્સ દ્વારા અને દાવડાનું આંગણું દ્વારા ૬૦૦ થી વધારે લેખ, કવિતા, ચિંતન વગેરે વિતરિત કર્યા છે, અને એમાંથી મોટા ભાગના લખાણોને સારી વ્યુઅરશીપ મળી છે. આ બધા લખાણોમાંથી મારી દૃષ્ટીએ “મળવા જેવા માણસ” પુસ્તક અને “ગીતા (મારી સમજ)” આ બે પુસ્તકોમાં મારી ઘણી મહેનત અને ચીવટ ગયા છે.
“મળવા જેવા માણસ” પુસ્તકના તો ૭૦૦૦ – ૮૦૦૦ Download થયા છે અને એનો મને અતિશય સંતોષ છે, પણ માત્ર ૭૩ પાનાનું પુસ્તક “ગીતા (મારી સમજ)” પુસ્તકને મારી અપેક્ષા અનુસાર વ્યુઅરશીપ મળી નથી. મેં એના ૧૯ હપ્તા કરી આંગણાંમાં પણ મૂકી જોયા, પણ અહીં પણ વાંચવાવાળા ઓછા મળ્યા.
આ પુસ્તકમાં મેં આત્મા, પુનર્જન્મ, મોક્ષ, યજ્ઞ અને તપ જેવા વિષયોને બાદ કર્યા છે. ગીતા GPS ની જેમ કેવી રીતે ઉપયોગી છે એનું ચિંતન કર્યું છે. મને ખાત્રી છે કે આ ૧૯ પોસ્ટમાંથી ૧ લી પોસ્ટ વાંચ્યા પછી આગળની પોસ્ટ્સ વાંચવાની ઈચ્છા થશે.
ભાઈશ્રી ભરત પંડ્યાનો એક સંદેશ અહીં સામીલ કરૂં છું.
(દાવડાભાઈ,
આપની ‘ગીતા માંરી સમાજ ‘પુસ્તિકાના પ્રિન્ટ આઉટ કરી મેં ૫૦૦ પ્રત (તમારી પરવાનગી થી) મારી પ્રશ્નોરા જ્ઞાતિ,અહીની સંસ્થા શિશુવીહાર જેવા શ્થળે વહેચી, ‘હજુ હોય તો એક આપોને’ એવી માગણી મળ્યા કરે છે, ખુબ સારા પ્રતીભાવ મળ્યાં છે.
‘ “ગીતા (મારી સમજ)” પુસ્તકને મારી અપેક્ષા અનુસાર વ્યુઅરશીપ મળી નથી. મેં એના ૧૯ હપ્તા કરી આંગણાંમાં પણ મૂકી જોયા, પણ અહીં પણ વાંચવાવાળા ઓછા મળ્યા.’
.
.
.રામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા.
LikeLike