ઝાકળનાં ટીપાંએ (કૄષ્ણ દવે) જાન્યુઆરી 1, 2020કવિતા/ગીત, કૄષ્ણ દવેlilochhamtahuko ઝાકળનાં ટીપાંએ ડોરબેલ મારીને, કળીઓએ બારણાં ઉઘાડ્યાં આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાંઓ પાડ્યાં દૂર દૂર સ્ક્રીન ઉપર ઉપસી રહી છે સ્હેજ ઉષાની લાલ લાલ લાલી લીમડાની લીફટમાંથી નીચે ઊતરીને બે’ક ખિસકોલી પોક લેવા ચાલી બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે એક નરસિંહ મહેતાનું પરભાતિયું લીલા ને સુક્કા બે તરણામાં સુધરીએ કેટલુંયે જીણું જીણું કાંતિયું ચાલુ ફલાઈટમાંથી ભમરાએ, કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધા એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને ફૂલોનાં સરનામાં દીધાં ડાળી પર ટહુકાનાં તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણાં સજાવ્યાં પાંખો પર લોડ કરી રંગોનું સૉફટવેર, રમવા પતંગિયાંઓ આવ્યાં – કૃષ્ણ દવે ShareEmailLike this:Like Loading...
ડાળી પર ટહુકાનાં તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણાં સજાવ્યાં પાંખો પર લોડ કરી રંગોનું સૉફટવેર, રમવા પતંગિયાંઓ આવ્યાં વાહ – કૃષ્ણ દવેની આગવી કલ્પના માણવાની મઝા આવી LikeLike
વાહ! શું કલ્પનાની ઊડાન…સરયૂ પરીખ
LikeLike
ખૂબ સુંદર ગીત
LikeLike
ડાળી પર ટહુકાનાં
તોરણ લટકાવીને
વૃક્ષોએ આંગણાં
સજાવ્યાં
પાંખો પર લોડ કરી
રંગોનું સૉફટવેર,
રમવા પતંગિયાંઓ
આવ્યાં
વાહ
– કૃષ્ણ દવેની આગવી કલ્પના માણવાની મઝા આવી
LikeLike
ખૂબ સુંદર કવિતા અને કેટલી સરસ કલ્પના !
LikeLike