એક નવું સિરામિક તૈયાર કરવા એકાગ્રતાથી કાર્યરત જ્યોત્સનાબહેન ભટ્ટ
જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવી શહેરમાં થયો હતો. એમનું મોટાભાગનું બાળપણ મુંબઈમાં વ્યતીત થયું. શાળાના સમયથી જ એમને કળા અને શિલ્પમાં રૂચી હતી. એમના કાકા શ્રી કે. સી. શ્રોફની પ્રેરણાથી એમણે કલાના ક્ષેત્રમાં અભ્યાસ કરવા મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં એક વર્ષ માટે અભ્યાસ કરી, ૧૯૫૮ – ૫૯ માં વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાં પ્રવેશ મેળવ્યો. અહીં એમણે પ્રખ્યાત શિલ્પકાર શંખો ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્નાતકની ડીગ્રી મેળવી.
શરૂઆતથી જ એમની રૂચી ત્રિ-પરમાણી (3-Dimensional) કળામાં હોવાથી એમણે ચિત્રકળામાં રસ ન લીધો. કયારેક રેખાંકન ઉપર હાથ અજમાવ્યો. ૧૯૬૫ માં એમણે કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટ સાથે લગ્ન કર્યા અને એમની સાથે અમેરિકા ગયા. ત્યાં તેમણે સિરામિક પોટરીમાં સારો એવો અનુભવ મેળવ્યો. અમેરિકાથી પાછા ફર્યા પછી વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં અનુસ્નાતક ડીગ્રી (Posst Graduate) મેળવી. ૧૯૭૧ થી ૨૦૦૧ સુધી આ જ ફેકલ્ટીમાં પોટરી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. આજે દેશભરમાં એમના વિદ્યાર્થીઓ સારી સફળતા હાંસિલ કરી રહ્યા છે.
એમની કલાના ક્ષેત્રના વિકાસમાં એમના પતિ શ્રી જ્યોતિ ભટ્ટના સાથ સહકારે પણ મોટો ભાગ ભજવ્યો હતો.
જયોતિબહેને પોટ્સ, પ્લેટસ, વાઝીસ, પ્રાણી અને પ્રકૃતિના અનેક શિલ્પ તૈયાર કર્યા છે. એમના સર્જનોમાં તકનિકી જાણકારી સાથે પ્રકૃતિ અને પ્રાણીની ખાસિયતો, રંગોની સમજ વગેરે સ્પષ્ટ નજરે પડે છે.
આંગણાંના સદનશીબે, આંગણાંમાં કલાગુરૂ રવિશંકર રાવલ, શ્રી ખોડિદાસ પરમાર, શ્રી જ્યોતિ ભટ્ટ, શ્રી રાઘવ કનેરિયા અને શ્રી નરેંદ્ર પટેલ જેવા શિખરના કલાકારોની કલાકૃતિઓ રજૂ કરવાની તક મળી છે. આજે એમાં એક બીજું મોટું નામ શ્રીમતિ જ્યોત્સના ભટ્ટ ઉમેરાય છે, એનો મને અપાર આનંદ છે.
જ્યોત્સનાબહેન પોટ્સ, પ્લેટસ, વાઝીસ, પ્રાણી અને પ્રકૃતિના અનેક શિલ્પ તૈયાર કર્યા છે. એમના સર્જનોમાં તકનિકી જાણકારી સાથે પ્રકૃતિ અને પ્રાણીની ખાસિયતો, રંગોની સમજ વગેરે સ્પષ્ટ નજરે પડે છે આવા સુ શ્રી જ્યોત્સનાબહેનને આવકાર
રાહ તેમના વિચારો માણવાની
જ્યોત્સ્નાબહેનના પરિચય માટે હાર્દિક આનંદ સાથ આવકાર. આગળના લેખોની રાહમાં…
સરયૂ પરીખ
LikeLike
SHRI DAVDA SAHEB, CONTINUE INTRODUCTION PROCESS @ DAVDA NU AGNU, WELL COME INTRODUCTION FOR ARTIST, SMT. JYOTSNA BEN BHATT.
LikeLike
જ્યોત્સનાબહેન પોટ્સ, પ્લેટસ, વાઝીસ, પ્રાણી અને પ્રકૃતિના અનેક શિલ્પ તૈયાર કર્યા છે. એમના સર્જનોમાં તકનિકી જાણકારી સાથે પ્રકૃતિ અને પ્રાણીની ખાસિયતો, રંગોની સમજ વગેરે સ્પષ્ટ નજરે પડે છે આવા સુ શ્રી જ્યોત્સનાબહેનને આવકાર
રાહ તેમના વિચારો માણવાની
LikeLike