દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી;
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહિં ઉન્ન્તિ, ન પતન સુધી,
અહીમ આપણે તો જવું હતું ફકત એક મેક ના મન સુધી.
હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીંદગી, કહો એને પ્યારની જીંદગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, નમળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હ્રદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં છીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈયે કફન સુધી.
જો હ્રદયની આગ વધી “ગની”; તો ખુદ ઈશ્વરે કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
જીંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગનીભાઈનો આ શેર બહુ જાણીતો છે. માણસની હાજરીમાં તો એના વખાણ થાય પણ માણસ ના હોય ત્યારે પણ એના સદગુણોની સુવાસ એવી હોવી જોઇએ કે તેનું નામ આદર સાથે લેવાયા કરે.મહમ્મદ રફીએ જે મહત્ત્વની ગુજરાતી ગઝલો ગાઈ છે તેમાંની આ સૌથી મહત્ત્વની છે.
ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ કામિલ છંદમાં અદ ભૂત ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..
આ મક્તા
જો હ્રદયની આગ વધી “ગની”; તો ખુદ ઈશ્વરે કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
કહેવત થઇ ગયો
LikeLike