આંગણાંની શરૂઆત લલિતકળાથી થયેલી અને એના સર્વ પ્રથમ ચિત્રકાર હતા કલાગુરૂ રવિશંકર રાવળ. ચિત્રકળા વિભાગમાં ત્યારબાદ બે પ્રસિધ્ધ ચિત્રકારો શ્રી ખોડિદાસ પરમાર અને શ્રી જ્યોતિ ભટ્ટે પણ પોતાનું યોગદાન આપ્યું. ત્યાર બાદ બે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા શિલ્પકારો શ્રી નરેંદ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયાઓ પોતાના શિલ્પ રજૂ કર્યા. ફોટોગ્રાફીમાં હોમાયબાનૂ વ્યારાલાવાલા, શ્રી જગન મહેતા અને શ્રી જ્યોતિ ભટ્ટૅ પોતાની કલા પ્રદર્શિત કરી.
આંગણાંના સદનશીબે ૧ લી જાન્યુઆરી ૨૦૨૦ થી ભારતના આગળ પડતા સિરામિક કલાકાર શ્રીમતિ જ્યોત્સનાબહેન ભટ્ટ પોતાની કલાકૃતિઓ રજૂ કરશે. આ લેખમાળામાં જ્યોત્સનાબહેનના પરિચય ઉપરાંત સિરામિક કલાની જાણકારી પણ આપવામાં આવશે. આંગણાંના કલાપ્રેમીઓ માટે આ એક અતિ ઉત્સાહવર્ધક સમાચાર છે.
આંગણાંમાં લલિતકળા વિભાગમાં મૂકાયેલી સામગ્રી કષ્ટ-સાધ્ય અને અતિ ઉચ્ચ પ્રકારની છે, જે કલાના વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે. જે વાચકોએ આ વિભાગનો લાભ નથી લીધો, એ લોકોએ જો આમાં એકવાર રસલીધો તો ખુશ થઈ જશે.
આંગણે રૂડો આવકાર
ભારતના આગળ પડતા સિરામિક કલાકાર શ્રીમતિ જ્યોત્સનાબહેન ભટ્ટ
LikeLike
નવા વરસના નવલા નઝરાણાની રાહમાં છીએ.
LikeLiked by 1 person
WELCOME NEW YEAR WITH NEW ARTIST SMT. JYOTSNA BEN BHATT
LikeLike