શું ગુમાવશું? (શયદા) ડિસેમ્બર 18, 2019ગઝલ, શયદાlilochhamtahuko જાશું જઈને મોતથી પંજો લડાવશું, મળશે સમય તો આપની મહેફિલમાં આવશું. તમને અમારી આંખની કીકી બનાવશું, એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું. નયનોને દ્વાર અશ્રુનાં બિંદુ જો આવશે, પાંપણમાં ટાંકી મોતીનાં તોરણ બનાવશું. અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ, પણ, આંસુ બનીને આપની આંખોમાં આવશું. નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહીઓ, ઓ જીવ, જીવવાની મઝા ક્યાંથી લાવશું ? આવી જુઓ તો આપને સત્કારવાને કાજ, બીજું નથી જો કાંઈ તો આંખો બિછાવશું. ‘શયદા’ જીવન-રમત મહીં એ પણ ખબર નથી, શું શું ગુમાવી દીધું છે – શું, શું ગુમાવશું ? – ‘શયદા’ ShareEmailLike this:Like Loading...
આવી જુઓ તો આપને સત્કારવાને કાજ, બીજું નથી જો કાંઈ તો આંખો બિછાવશું. .સરસ ગઝલ શયદાની ગઝલના વિષયો આજે પરંપરાગત લાગે પણ એમની શબ્દો પાસે ધાર્યુ કામ લઈ શકવાની આવડત છાની રહી શકે એમ નથી. ધન્યવાદ- શયદા’ હરજી લવજી દામાણી LikeLike
આવી જુઓ તો આપને સત્કારવાને કાજ,
બીજું નથી જો કાંઈ તો આંખો બિછાવશું.
.સરસ ગઝલ
શયદાની ગઝલના વિષયો આજે પરંપરાગત લાગે પણ એમની શબ્દો પાસે ધાર્યુ કામ લઈ શકવાની આવડત છાની રહી શકે એમ નથી.
ધન્યવાદ- શયદા’ હરજી લવજી દામાણી
LikeLike
ખરેખર ખબર નથી જિંદગીની રમતમાં શું ગુમાવવું પડશે.
LikeLiked by 1 person