બહુ ઓછા લોકોને ખબર હશે કે ગાંધીજીએ પોતાને ‘પહેલા ગિરમીટિયા’ તરીકે ગણાવ્યા હતા. ગિરમીટિયા એટલે વેઠિયા મજદૂર, લગભગ અર્ધા ગુલામ જેવા. ૧૮૭૯માં અંગ્રેજોએ એક ઠેકા વ્યવસ્થામાં હિંદુસ્તાનના મજુરોને ફિજીનાં ખેત-બગીચાઓમાં કામ કરવા માટે લઈ જવામાં આવતા હતા. આ વ્યવસ્થામાં મજરોના જે ‘એગ્રિમેન્ટ’ પર એમના અંગૂઠા લેવામાં આવતા તે ‘એગ્રિમેન્ટ’ને આ અભણ મજૂરો ‘ગિરમીટ’ કહેતા.(એગ્રીમેંટનું અપભ્રંશ). ૧૯૧૬ માં જ્યારે ફીઝીમાં ઠેકા ઉપાર મજૂરો રોકવાની પ્રથાનો અંત આવ્યો ત્યાં સુધીમાં ૬૦,૯૬૫ મજૂરો હિન્દુસ્તાનથી લઈ જવામાં આવેલા. આમાં સ્ત્રી, પુરૂષ અને બાળકો હતા.
અન્ય બિટીસ કોલોનીઓમાં પણ આ પ્રથા હતી. મોરેશિયસ, મલેશિયા અને આફ્રીકાની બ્રિટીસ કોલોનિઓમાં પણ ઘણા હિંદુસ્તાની મજૂરો ગયેલા. ગાંધીજી પોતે પણ એક વરસના કોંટ્રેક્ટ ઉપર આફ્રીકા ગયેલા.
આનું મૂળ કારણ એ હતું કે ૧૯૩૮ માં બ્રિટને ગુલામી પ્રથા નાબૂદ કરી, પણ એમાંથી હિંદુસ્તાનની ઇસ્ટ ઈન્ડિયા કંપનીને બાકાત રાખી હતી. એટલે આડકતરી રીતે અર્ઘ ગુલામી જેવી આ પ્રથા હિન્દુસ્તાનમાં ચાલુ રહી. ૧૯૨૧ માં આ પ્રથા બંધ થઈ ત્યાં સુધીમાં હિંદુસ્તાનમાંથી બાર લાખ મજૂરોને મોરેશિયસા, ગુએના, ત્રિનિદાદ, ટોબેગો, દક્ષિણ આફ્રિકા, સુરીનામ, જમૈકા અને ફીઝીના ખેતરોમાં વેઠિયા મજૂરો તરીકે કામ કરવા લઈ જવામાં આવેલા.
મોટાભાગના ગિરમીટીયા ઉપર જુલમ ગુજારવામાં આવતો. તેમને કુલી તરીકે સંબોધવામાં આવતા. ગાંધીજીએ જ્યારે આ ગિરમીટીયાના એગ્રીમેંટનો અભ્યાસ કર્યો તો તેમને ખબર પડી કે જો સામાન્ય નોકર નોકરી છોડે તો માલિક બહુ બહુ તો એના ઉપર નુકશાનીનો દાવો કરી શકે, પણ ગિરમીટીયો છોડે તો એને જેલની સજા થાય. ગિરમીટીયો એ માલિકની મિલકત ગણાય.
આવા એગ્રીમેંટ મોટેભાગે પાંચ વર્ષના થતા. પાંચ વરસ પછી જો ગિરમીટીયો એગ્રીમેંટ રીન્યુ ન કરે તો એણે પોતાને ખર્ચે હિંદુસ્તાન જવું પડે. જો દસ વરસ કામ કરે તો માલિક એને પાછા જવાનો ખર્ચો આપે.
હિંદુસ્તાનમાંથી બહાર જતા ગિરમીટીયામાં ૭૫ ટકા ઉત્તર ભારતના અને ૨૫ ટકા દક્ષિણ ભારતના હતા. ગામડાના તંદુરસ્ત માણસોની પસંદગી થતી. પૈસા કમાવીને પાછા આવી જવાની આશાએ લોકો જતા. ત્યાં ગયા પછી પરિસ્થિતિ અલગ દેખાતી, પણ અંગુઠો મારી આપ્યા બાદ એમાંથી છૂટી શકાય એમ ન હતું. આસરે ૪૦ ટકા લોકો જ પાછા આવ્યા. બાકીના જે ત્યાં રહી ગયા એમની પાંચ સાત પેઢીઓ પછી હવે એ સારી હાલતમાં છે, અને સારૂં જીવન ધોરણ ભોગવે છે.
અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વીસમી સદીમાં ગયેલા મજૂરોને આટલી હાડમારી ન સહન કરવી પડી. આજે તો ભણેલા અને સુખી માણસો સ્વેચ્છાએ ભારત છોડી પરદેશ કમાવા જાય છે અને પોતાને એન. આર. આઈ. કે ડાયાસ્પોરા તરીકે ઓળખાવે છે. કંપનીઓ સાથે એગ્રીમેંટ તો એમને પણ કરવા પડે છે, એટલે એક રીતે તો એ પણ ગિરમીટીયા જ છે, પણ શરતો વ્યાજબી છે.
ગાંધીજીએ પોતાને ‘પહેલા ગાંધીજીએ પોતાને ‘પહેલા ગિરમીટિયા’ તરીકે ગણાવ્યા હતા. તરીકે ગણાવ્યા હતા અને ૧૯ એપ્રિલ ચંપારણ સત્યાગ્રહ કરી . ૩૧ મે ગિરમીટીયા કાનુન રદ.કરાવ્યો હતો
મા દાવડાજીના લેખમા ગિરમીટિયા’ અંગે ઘણી નવી વિગતો જાણી
ગિરમિટિયાઓની યાતનાઓ અને તેમના પર થયેલા અત્યાચારોની વિસ્તૃત સંશોધન દ્વારા મેળવેલી માહિતી પર આધારિત પુસ્તક “Full Circle” કોઈ Narendra Phanse નામની વ્યક્તિએ લખ્યું છે. આનું ભાષાંતર ‘જિપ્સીની ડાયરી’માં અને વેબ ગુર્જરીમાં આવ્યું હતું. આનું ‘પરિક્રમા’ નામનું પુસ્તક આગામી દિવસોમાં મહાત્મા ગાંધીના ‘નવજીવન’ દ્વારા પ્રકાશિત થવાની વકી છે. ગિરમિટિટિયાઓની ભરતી વિશેનો એક અંશ ‘આંગણા’માં સ્થાન હોય તો મળી શકે.

LikeLiked by 2 people

LikeLiked by 1 person
ગિરમીટિયા’ અંગે ઘણી નવી વિગતો જાણી
LikeLike
1ST TIME KNOW “GIRMITIA” . NICE EXPLANATION BY SHRI DAVDA SAHEB. , ALSO NARENDRA FANSE COMMENT PL. TRY TO PUBLISH GIRMITIA’S BHARTI LEKH.
LikeLike