4 thoughts on “પળ – અકળ (દેવિકા ધ્રૂવ)

  1. “અંદર છે અંતર ને અંતરની ભીતર , કંઈ ધબકે નિરંતર.
    શોધી શોધીને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર.”

    Like

  2. ગુઢ જ્ઞાનને સરળતાથી સમજાવતી રચના.
    જન્મની પળ કંઈ એવી અકળ અહીં,
    પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.
    ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.
    કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય..
    રોજ રોજ પાના તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી.
    પણ પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં…. …..
    જન્મની પળ કંઈ એવી અકળ અહીં..
    સાગરમાં બૂં દ -જેમ બૂંદનો પ્રેમ તેના પ્રેમાસ્પદ સાગરમા મળી જવાનો છે
    પણ જન્મ સમયે માયાને લીધે તેની પળ અકળ રહે છે.
    અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.
    શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર..
    સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,
    તોય પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં………..
    જન્મની પળ કંઈ એવી અકળ અહીં..
    પછી ઝરણા -સુફી સંતોની જેમ ભક્તિ દ્વારા પ્રયત્ન કરે છે.
    પણ વિસ્મય તળ પામતી નથી
    ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાંય રાખી, ના કોઈને કીધી.
    લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.
    છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી..
    આખરી પળ પણ એવી અકળ અહીં………………
    પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં..
    ત્યાર બાદ સંસારના વમળમા આખરી પળ અકળ રહે છે
    પણ મીરા જેવા સંત નિષ્કામ પ્રેમ દ્વારા નદી સાગરમા મળે તેમા એક રુપ થાય તેમ પોતાના પ્રેમાસ્પદ અને પ્રેમી એકરુપ થાય.
    છે . સુ શ્રી દેવિકાજી જેટલી સરળ કાવ્યથી સમજાવી
    ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s