નર્મદ અને સુધારાયુગ (સંકલન – પી. કે. દાવડા) ડિસેમ્બર 11, 2019પી. કે. દાવડા, લેખlilochhamtahuko ગુજરાતમાં અંગ્રેજી શાશનતંત્ર સ્થાપિત થયું ત્યાર બાદ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સમાજ સુધારની પ્રવ્રુતિનો આરંભ થઈ ગયો હતો. સુધારાના મુખ્ય સુત્રધારોમાં દુર્ગારામ મહેતાજી, નર્મદ, દલપતરામ અને મહિપતરામ હતા. આ બધામાંથી નર્મદનું નામ આગળ પડતું છે. નર્મદનો જન્મ ૧૮૩૩ માં સુરતમાં નાગર જ્ઞાતિમાં થયો હતો. મુંબઈમાં શિક્ષણ લીધું હોવાથી એમની ઉપર મુંબઈના વાતાવરણની અસર પણ હતી. “યા હોમ કરીને પડો ફતેહ છે આગે” લખનાર નર્મદ સ્વભાવે ઉતાવળિયા અને જીદ્દી હતા. ગુજરાતમાં સુધારાનો સમયગાળો ૧૮૫૦ થી ૧૮૬૬ વચ્ચેનો હતો અને ત્યારે નર્મદમાં ભર યુવાનીનો જોશ હતો. સુધારાની પ્રેરણા એમને મુંબઈની “બુધ્ધિવર્ધક સભા” માંથી મળેલી. એક મત અનુસાર સુધારાની શરૂઆત દુર્ગારામ મહેતાજીએ કરેલી. ૧૮૪૮ માં એલેકઝાંડ્ર ફોર્બ્સ (ફાર્બસ સાહેન)ની પ્રેરણાથી અમદાવાદમાં “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” સ્થપાઈ. એ જ વરસે દલપતરામનો “ભૂત નિબંધ” છપાઈને પ્રસિધ્ધ થયો. ત્યાર બાદ ૧૦ – ૧૨ વરસ સુધી સુધારાઓ પવન જોરદાર રીતે ફૂંકાતો રહ્યો. સભાઓ ભરવામાં આવી, ભાષણો કરવામાં આવ્યા અને લેખો લખવામાં આવ્યા. નર્મદ ૧૮૫૧ થી ૧૮૫૪ સુધી સુરતમાં રહ્યા અને ત્યાં “સ્વદેશી હિતેચ્છુ મંડળી” સ્થાપી. પોતાની પત્નીના નામે એમણે નડિયાદમાં “ડાહીલક્ષ્મી” પુસ્તકાલય શરૂ કર્યું. સ્ત્રીઓના ઉત્થાન માટેના સુધારામાં નર્મદાશંકર આગળ પડતા હતા. વિધવા પુનર્લગ્નના તેઓ હિમાયતી હતા. ૧૮૫૯ મા એમણે લખ્યું, “હમેં પગરખા કાં ન પહેરિએ? હમેં છત્તરી કાં ન હોડીએ? સમજતાં થયે લગ્ન કાં નહીં? લગ્ન કાં રાંડેલીને નહીં?” વળી એમણે લખ્યું, “પુરૂષ બીજું લગ્ન કેમ કરી શકે? એ કરી શકે તો સ્ત્રી કેમ નહીં?” ૧૮૬૨ માં જ્યારે મહિપતરામ વિદેશથી પાછા આવ્યા ત્યારે નાગરજ્ઞાતિએ એમને નાત બહાર મૂક્યા હતા, છતાં નર્મદે એમની સાથે બેસીને ભોજન કર્યું, અને એમની તરફેણમાં પ્રચાર કર્યો. ૧૮૮૭ માં ૫૩ વર્ષની વયે નર્મદનું મૃત્યુ થયું. ShareEmailLike this:Like Loading...
મા દાવડાજીએ નર્મદ અંગે ઘણી ખરી વાતો જણાવી નર્મદ અંગે વધુ જાણવા નર્મદ – વિકિપીડિયા નર્મદ – कविता कोश મારી હકીકત (આત્મકથા) / કવિ નર્મદ | કવિ નર્મદ: ગુજરાતી ગદ્યના પિતા સાહિત્યકાર …પર ક્લીક કરશો LikeLiked by 1 person
મા દાવડાજીએ નર્મદ અંગે ઘણી ખરી વાતો જણાવી
નર્મદ અંગે વધુ જાણવા
નર્મદ – વિકિપીડિયા
નર્મદ – कविता कोश
મારી હકીકત (આત્મકથા) / કવિ નર્મદ |
કવિ નર્મદ: ગુજરાતી ગદ્યના પિતા સાહિત્યકાર …પર ક્લીક કરશો
LikeLiked by 1 person