દસમા અધ્યાયનું નામ વિભૂતિયોગ છે. આપણે બધા વ્યક્તિ છીએ. વિભૂતિ એટલે વિશેષ વ્યક્તિ. ગૌતમ બુધ્ધ અને મહાવીર વિભૂતિ હતા અને એટલે આટલા વર્ષો પછી પણ પૂજાય છે. વિભૂતિ બનવા જ્ઞાનયોગ અને કર્મયોગ અનિવાર્ય છે.
આ ધ્યાયમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે તું તો શું, પણ મોટા મોટા ઋષીઓ અને મહાજ્ઞાનીઓ પણ મને ઓળખી શક્યા નથી એવું હું પરમ તત્વ છું. પરમેશ્ર્વર અજન્મા છે, અને જેનો જ્ન્મ નથી એનું મૃત્યુ શી રીતે થઈ શકે. એ એટલો વિશાળ છે કે એની શરૂઆત, મધ્ય કે અંત જોવો શક્ય જ નથી. આનો સીધોસાદો અર્થ ગીતા આપણને કહે છે, મને ઓળખવાની માથાકૂટ મૂકી દયો, હું એક પરમ શક્તિ છું એનો સ્વીકાર કરો. મને ઓળખવા માટે તમારૂં આયખું ઓછું પડશે.
આખા અધ્યાયમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે સૃષ્ટીમાં તમને જે જે વસ્તુ શ્રેષ્ઠ લાગે છે, તેમાં હું જ છું. શરૂઆત મનમાં ઉત્પન્ન થતા ભાવથી કરે છે, બુધ્ધિ, તત્વજ્ઞાન, ક્ષમા, સત્ય, અભય, અહિંસા, સમતા, તૃપ્તિ, દાન, યશ વગેરે વગેરેમાં હું જ છું. વેદ-પુરાણોમાં વર્ણવેલા ૠષિ-મુનિયોમાં હું જ છું. બધા અવતારોમાં હું જ છું. હું જ જળ છું, હું જ વાયુ છું, હું જ પવિત્ર વૃક્ષ પીપળો છું, આમ એક પછી એક આપણે જાણતા હોઈએ એવી દરેકે દરેક વસ્તુ કે જીવનું લીસ્ટ આપીને કહે છે કે આ બધા મારા જ સ્વરૂપો છે. વાત આ “હું” ને સમજવાની છે.
આ “હું” નો સાદો અર્થ જીવમાત્ર અને પ્રકૃતિમાં સર્વત્ર જો ઈશ્વરના દર્શનની અનુભુતિ કરીએ તો જીવનમાં આનંદ છવાઈ જાય. મારી મા ઈશ્વર છે (માતૃદેવો ભવ), આ ગુરૂ મારા ઇશ્વર છે (આચાર્યદેવો ભવ), આ સૂર્ય મારો ઈશ્વર છે એના વગર જીવન શક્ય જ નથી, વગેરે વગેરે. બસ દરેક વ્યક્તિમાં અને પ્રકૃતિના દરેક રૂપમાં પરમાત્માની અનુભુતિ થાય, તો અંતરમાં આનંદ અને સુખની અનુભુતિ થાય.
આજે એ જ વાત વિજ્ઞાન કહે છે. E = mC2. જીવિત કે નિર્જીવ પદાર્થ અને શક્તિ વચ્ચેનું સમીકરણ. એક નાનકડા યુરેનિયમના કણમાં સમાયલી પ્રચંડ શક્તિ આપણે એટમ બોમ્બમાં જોઈ, અને એ જ શક્તિનું વિદ્યુતમાં રૂપાંતર કરી, માનવજાતિ માટે એનો કલ્યાણકારી ઉપયોગ પણ જોયો.
આ અધ્યાયમાં ગીતાએ આ જ સત્ય સમજાવ્યું છે, કે દરેકે દરેક પદાર્થમાં શક્તિ છે, એ શક્તિ એટલે જ ઈશ્વર.
અહીં બીજી એક વાત ફલિત થાય છે, અને એ વાત છે સમતા. “ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે.” કેટલાયે ભેદભાવ આપણે સર્જેલા છે, નહિં તો એ બધામાં એક જ તત્વ રહેલું છે, શક્તિ. ગીતા સમજાય તો કાળા-ગોરા, હિન્દુ-મુસલમાન આ બધા ભેદ મનમાંથી નાબુદ થઈ જશે.
આપણે વ્યક્તિમાંથી વિભૂતિ કદાચ ન થઈ શકીએ, પણ એ થવા માટેના જરૂરી ઉપાયો સમજી શકીએ તો ગીતા અમુક અંશે સમજ્યા એમ કહી શકીએ.
આ અધ્યાયમાં, અગિયારમાં અધ્યાયમાં આવનારા વિરાટ સ્વરૂપ માટે પાળ બાંધી છે.
મા દાવડાજીએ વિભૂતિ યોગ ની ઘણી ખરી વાતો જણાવી
તેનો સાર ગમ્યો
ગીતા આપણને કહે છે, મને ઓળખવાની માથાકૂટ મૂકી દયો, હું એક પરમ શક્તિ છું એનો સ્વીકાર કરો. મને ઓળખવા માટે તમારૂં આયખું ઓછું પડશે.
LikeLiked by 2 people
the ultimate is-Yatra- Tatra_ Sarvatra
LikeLike