અવળી-સવળી (સરયૂ પરીખ) ડિસેમ્બર 9, 2019કવિતા/ગીત, સરયૂ પરીખlilochhamtahuko ઉંઘવાનું હોય ત્યારે ચિંતન જાગે, જાગવાનું હોય ત્યારે નિંદર આવે. જાવાનું હોય ત્યારે નોતરું આવે, દોડવાનું હોય ત્યારે ગોથું વાગે. પોરો ઇચ્છું ત્યારે પાંખો ફૂટે, ઊડવાનું હોય ત્યારે શક્તિ ખૂટે. યુક્તિ સૂઝે ત્યારે સુસ્તી લાગે, નાચવું હોય ફળી વાંકુ લાગે. અવળી સવળી આ કરણી લાગે, કાળની ગતિની કરામત લાગે. ધર્મની ધમાલમાં ધાડ તો પડે, કર્તાનો મોહ, કર્મ ફરતું લાગે. —— સરયૂ પરીખ ShareEmailLike this:Like Loading...
અવળી સવળી આ કરણી લાગે, કાળની ગતિની કરામત લાગે. ધર્મની ધમાલમાં ધાડ તો પડે, કર્તાનો મોહ, કર્મ ફરતું લાગે. આવું સમજાય ત્યારે સહજ પ્રાર્થના થાય હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી છે જીવન મારું ઉદાસી તું શરણે લે અવિનાશી મારા દિલમાં હે રમનારા તારી કરુણાનો કોઈ પાર નથી અવળી-સવળી સુ શ્રીસરયૂ પરીખને ધન્યવાદ LikeLiked by 1 person
વાંચકોને આ વળવું લાગે!
ભારે વિષયો પછી હળવું લાગે!
LikeLike
અવળી સવળી આ કરણી લાગે,
કાળની ગતિની કરામત લાગે.
ધર્મની ધમાલમાં ધાડ તો પડે,
કર્તાનો મોહ, કર્મ ફરતું લાગે.
આવું સમજાય ત્યારે સહજ પ્રાર્થના થાય
હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી
અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
છે જીવન મારું ઉદાસી તું શરણે લે અવિનાશી
મારા દિલમાં હે રમનારા તારી કરુણાનો કોઈ પાર નથી
અવળી-સવળી સુ શ્રીસરયૂ પરીખને ધન્યવાદ
LikeLiked by 1 person
ચીંતન સભર સરસ અભિવ્યક્તિ
Sent from my iPhone
>
LikeLiked by 1 person