નવમાં અધ્યાયનો વિષય છે રાજવિદ્યા-રાજગુહ્ય યોગ. અહીં બે શબ્દો અમસ્તા જ નથી વાપર્યા. આપણે રોજીંદા વ્યહવારમાં પણ રાજ શબ્દ, સર્વોત્તમના પર્યાય તરીકે વાપરીએ છીએ. દા.ત. રાજમાર્ગ, રાજશાહી ઠાઠ. બીજો શબ્દ છે ગુહ્ય. આ શબ્દને લીધે જ અનેક ગીતાના વિદ્વાનો, ગીતા સમજવી અઘરી છે એમ કહે છે. લેક્ષિકોનમાં ગુહ્ય શબ્દનો અર્થ છુપું, ગુપ્ત, ન સમજાય એવું, એમ આપેલું છે. કાવત્રાં ગુપ્ત રાખો એ સમજી શકાય, પણ સારી વાત શા માટે ગુપ્ત હોવી જોઈએ? બસ ગીતાની આવી વાતો પકડી, બાવાઓ, બાપુઓ, શાસ્ત્રીઓ અને અન્ય ગીતાના વિદ્વાનો, ગીતાના એક એક શ્ર્લોક ઉપર રોજના પાંચ છ કલાકના હિસાબે, એક અઠવાડિયા સુધી બોલે રાખે છે. હું એમાંનું કંઈ સમજ્યો નથી. મારી સમજ સીધી સાદી છે, જે આપણને પોતાની મેળે સમજાય અને જીવનમાં અપનાવવા જેવું લાગે, આપણા માટે ગીતાનો એટલો જ ઉપદેશ છે.
આ અધ્યાયમાં પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ છે. એટલે ચોથાથી દસમાં શ્ર્લોક સુધી મને કંઈ સમજાયું નથી. ચૌદમાં શ્ર્લોકથી ઈશ્વર પ્રાપ્તિના એટલે કે જીવનમાં સુખ, શાંતિ અને આનંદ મેળવવાના, ઉપાયો વર્ણવ્યા છે. આ ઉપાયોમાં ભક્તિ, કીર્તન, ઈન્દ્રીયો ઉપર સંયમ, જ્ઞાનપ્રાપ્તિ, વગેરે દર્શાવ્યા છે.
આગળ જતાં કહે છે, અન્ન, ઔષધ, બધા વેદ, પિતા, માતા, You name it, આ બધું હું જ છું. અહીં હું નો અર્થ સમજાય તો બધું જ સાચું છે. ન સમજાય તો કશું Logical નથી. એક જ વ્યક્તિ પિતા પણ હોય અને માતા પણ હોય એ કેમ બને? આવા Logic સાથે જીવન વિતાવતા લોકો માટે આ અધ્યાયમાં કશું નથી. ફરી કહું છું, ઈશ્વર શબ્દને સ્થાને એક અદભૂત, અકળ અને વિરાટ શક્તિને મૂકો તો બધું Logic માં પણ બેસસે અને ઉપયોગી પણ થશે. આ અધ્યાયને ગુહ્ય કદાચ એટલા માટે જ કહ્યું હશે કે સામાન્ય માપદંડથી મુલવશો તો કંઈ નહિં કોઠે પડે.
૨૯ મા શ્ર્લોકમાં કહે છે, મારો કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, હું બધા જીવોમાં સમભાવ રાખું છું. આનો અર્થ સાદો સીધો એક જ થાય, કરશો તેવું પામશો. ૩૨ મા શ્ર્લોકમાં કહે છે કે જન્મના સંજોગો બદલીને જીવનમાં પ્રગતિ કરી શકાય છે. રસ્તો ભક્તિ, જ્ઞાન અને કર્મના સિધ્ધાંતોમાં સમાયલો છે.
ગીતા સહિત આપણાં ધર્મગ્રંથોમાં પુનરજન્મ અને ચોરાસીલાખના ફેરાની વાતો આવે છે. આ વાતો ફકત આ જન્મ વિષે જ વિચારો, ખૂબ શાંત ચિત્તે વિચારો, તો તમને એ સાચી લાગશે. એક અકસ્માતમાંથી બચી ગયેલા માટે આપણે આજે એનો નવો જનમ થયો, એમ સહેજ રીતે બોલીએ છીએ. એક ગરીબ માણસ, એક જ જીવનમાં અતિ ધનવાન થઈ જાય, તો એને બે જનમ જેવું નહિં લાગે? કોઈ અભાગીયાને કે કૉઈ ગુન્હેગારને પૂછી જોજો કે એને કેવા ચક્કર લગાવવા પડે છે? આ લાખ ચોરાસીના ફેરા જેવું નથી લાગતું?
આ અધ્યાયમાં પણ ગીતા સારૂં જીવન વિતાવવા વિષે જ ઉપદેશ આપે છે, એમાં ગુહ્ય કશું જ નથી. આ પહેલાના આઠ અધ્યાયમાં કહી ચૂકેલી વાતોના સમર્થનમાં અઘરી લાગે એવી પધ્ધતિ અપનાવીને એ વાતો ફરી કહી છે.
1 thought on “ગીતા (મારી સમજ) – ૧૦ (પી. કે. દાવડા)”
સરળ રીતે સમજાબી ગૂઢ વાત
આ અધ્યાયમાં પણ ગીતા સારૂં જીવન વિતાવવા વિષે જ ઉપદેશ આપે છે, એમાં ગુહ્ય કશું જ નથી. આ પહેલાના આઠ અધ્યાયમાં કહી ચૂકેલી વાતોના સમર્થનમાં અઘરી લાગે એવી પધ્ધતિ અપનાવીને એ વાતો ફરી કહી છે.
સરળ રીતે સમજાબી ગૂઢ વાત
આ અધ્યાયમાં પણ ગીતા સારૂં જીવન વિતાવવા વિષે જ ઉપદેશ આપે છે, એમાં ગુહ્ય કશું જ નથી. આ પહેલાના આઠ અધ્યાયમાં કહી ચૂકેલી વાતોના સમર્થનમાં અઘરી લાગે એવી પધ્ધતિ અપનાવીને એ વાતો ફરી કહી છે.
LikeLike