જન્મપત્રિકા લખાઈ ને સફર શરૂ થઈ,
લો વારતા શરૂ થઈ.
નક્ષા ને માર્ગ રૂપરેખા આધાર લઈ,
જાણે ના જીવ, હસ્તરેખા દોરાઈ ગઈ,
લો વારતા શરૂ થઈ.
જન્મતાની સાથ મથામણમાં અટવાઈને,
આડબીડ રસ્તે વિમાસે આ વાટ કઈ?
માને આ જંગલમાં મારાથી પહેલ થઈ,
લો, મારાથી આજે આ વારતા શરૂ થઈ.
ચાલ્યે જાય આગળ જન્માક્ષર રેખ પર,
શક્ય છે, લખેલું એ ફેરવે નિર્ધાર લઈ,
શક્તિ, પરિસ્થિતિ, આવે બદલાવ લઈ,
પૌરુષત્વ લખે નવી વાર્તા વળાંક લઈ.
હસ્તમાં લખેલ તે જ મુખ્ય માર્ગ જન્મથી,
રોજ નવાં રસ્તા, નવ પ્રકરણની ભાળ લઈ,
જાણીજોઈ અવગણી પણ, મૃત્યુની વાત થઈ,
ગ્રંથ થયો બંધ, લો વારતા પૂરી થઈ.
——
સરયૂ પરીખ
આ જીવતી વારતા વાંચતી વખતે આંખ સહજ નમ થાય.
જીવતી વારતાએ મારી અંદરના માનવને જીવતો કર્યો હતો,
આમા સ્વાનુભુતી છે. તેથી તે વાંચનારને પોતાની લાગે છે. ખુબ સ રસ કાવ્ય
ધન્યવાદ સુ શ્રી સરયુબેન
LikeLike
પ્રજ્ઞાબહેન, સુંદર પ્રતિભાવ માટે આનંદ સાથ આભાર. સરયૂ.
LikeLike
BIRTH -STORY START WITH MOTHER. SO MANY DIFFERENT STORY WATCH BY SELF- DEATH COME- STORY END.
LikeLike