કપડવંજ
“અમેરીકાનું એક સંશોધન પેપર અમારા ધ્યાનમાં આવ્યું જેમાં વિવિધ માધ્યમો થકી વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓની ગ્રહણશક્તિનો અભ્યાસ થયો હતો. આ સંશોધનના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક હતાં જ પરંતું અમારા માટે તો નવી દિશામાં પ્રગરણ માંડવાના પ્રેરક હતાં.“ શબ્દો હતા શ્રી અનંતભાઈ શાહના કે જેઓ કપડવંજ કેળવણી મંડળના માનદ્ મંત્રી છે. મને એ સંશોધનપત્રની વિગતો જાણવામાં રસ પડ્યો એટલે અનંતભાઈએ માહિતી આપીઃ
“વિદ્યાર્થીને ભાષણથી શીખવવામાં આવે તો તે 5% થી 10% સુધી ગ્રહણ કરી શકે.
પોતે વાંચે તો 10% થી 15%,
ઓડીયો વીજ્યુઅલ માધ્યમથી 30% થી 35%,
પ્રત્યક્ષ બતાવવામાં આવે તો 50%,
ગ્રુપમાં ચર્ચાથી 60%,
પરંતું એ જાતે કરે તો 75% થી 80% ગ્રહણ કરી શકે.
આ માહિતિ ઉપર ચિંતન કરતાં અમારાં ટ્રસ્ટી મંડળના ધ્યાનમાં આવ્યું કે કપડવંજની આસપાસના અનેક નાના નાના ગામોમાં બાળકો ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ નબળા છે. આ નબળા હોવાના અનેક કારણોમાં બે મુખ્ય કારણો હતા – સાધનો અને તાલીમબધ્ધ શિક્ષકોનો અભાવ. સમસ્યા વિકટ અને ગંભીર લાગી પરંતું પડકાર ઉપાડી લેવાની અમારી ક્ષમતા ધણી મોટી હતી. અમે ટેકનોલોજીની સહાય લેવાનું નક્કી કર્યું. ચારે બાજુ નજર ફેરવી ત્યારે અમારી નજરમાં બેંગ્લોર સ્થિત અગત્સ્યા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન આવ્યું જે ગ્રામ્ય વિસ્તારમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી બાળકોના શિક્ષણમાં નવી ચેતના રેડી રહેલ છે. અમે રૂબરૂ ગયા તેમની ટીમ સાથે ચર્ચા કરી, માહિતિ મેળવી અને આખો પ્રોજેક્ટ સમજ્યા. એમની નિપૂણતા જોઈ અમે એમને જ અમારા આયોજનમાં ભાગીદાર બનાવ્યા જેમાંથી જન્મ થયો – સાયન્સ ઓન વ્હીલ પ્રોજેક્ટનો”
મારા માટે આ શબ્દપ્રયોગ નવો હતો અને ખરેખર તો કપડવંજ જેવા નાના શહેરની શાળા આવું કંઈક કરી શકે તે મારી કલ્પના બહારનું હતું. મારા કુતૂહલને સમાવવા અનંતભાઈએ કહ્યું : “ અમે એક ટેમ્પો ટ્રાવેલર લાવ્યા. જેમાં વિજ્ઞાનના જુદા જુદા વિભાગો અને વિષયોના મોડલ્સ ગોઠવ્યા અને એની સાથે તાલીમબધ્ધ શિક્ષકોને જોડ્યા. અમારો ટ્રેઈન્ડ સ્ટાફ આ મોડલો સાથેની વાન લઇ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જાય, સ્થાનિક શિક્ષકોની મદદથી બાળકોને જાતે પ્રયોગ કરતાં શીખવે. અમેરિકન સંશોધન મુજબ અમે જાતે પ્રયોગ કરાવવાનું અપનાવ્યું જેના અદ્દભૂત પરિણામો મળ્યા. કલાસરૂમમાં બાળકોની હાજરી વધી, પરીક્ષાના પરિણામ સુધર્યા અને શિક્ષકોનું કૌશલ્ય વધ્યું. અમે 2013માં 20 સ્કુલમાં આ પ્રયોગ કર્યો તેની સફળતાથી પ્રેરાઈ અનેક સ્કૂલોમાંથી અમારી પાસે માંગણી આવવા માંડી. દરેક બાળકને ઓછામાં ઓછા 6 થી 8 વખત લાભ મળે તો જ પરિણામ મળે એ જાણતા હતા અને એ જ વિસ્તરવા માટેની અમારી મર્યાદા હતી.
કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડૉ. હરિશભાઈ કુંડલીઆ સાહેબ તથા વાઈસ પ્રેસીડેન્ટ શ્રી જલજભાઈ દાણી માત્ર વિચારવંત જ નહીં પરંતું સાહસિક પણ હતાં એટલે તેમણે બીજી બે વાન ઉમેરી. જ્યારે ત્રણ “ સાયન્સ ઓન વ્હીલ “ ઓછી પડવા માંડી અને અંતરિયાળ ગામોની માંગ વધવા માંડી ત્યારે જ્યાં વાન જાય એમ જ ન હતી ત્યાં એમણે “ સાયન્સ ઓન બાઈક “ શરૂ કરાવી. હા, બાઈક ઉપર આખી વિજ્ઞાનની લેબોરેટરી. એક જ પેટીમાં બધા મીનીચર મોડલથી. 2013માં 20 શાળાથી શરૂ થયેલ આ બંને પ્રોજેક્ટ 150 ગામોની 248 શાળાઓ સુધી પહોંચ્યા છે અને દર વર્ષે લગભગ 31000 વિદ્યાર્થીઓ લાભાન્વિત થાય છે.
અનંતભાઈએ સાયન્સ ઓન વ્હીલ પાછળ મૂળ હેતુ સમજાવતા ઉમેર્યું : “ અમારા આ વિજ્ઞાનશીખવવાના પ્રયોગ પાછળ બહુ મોટો પ્રયોગ હેતુ હતો ટોટલ ટાન્સફરમેશનનો ! હા, બાળકમાં અમે બદલાવ લાવવા ઈચ્છતા હતાં જે એને જીવનના તમામ ક્ષેત્રોમાં ઉપયોગી નીવડી શકે.
પહેલું પગલું હતું, યસથી વાય સુધી લઈ જવાનું, જેમાંથી બાળકમાં સ્પાર્કીંગ ક્યુરીયોસીટી – જિજ્ઞાસા પેદા કરવાનું કાર્ય હતું. પૂછતો નર પંડિત થાય એમ બાળકોમાં જિજ્ઞાસા જાગે તો એ પ્રશ્નો પૂછી શીખે.
બીજું પગલું હતું, લુકીંગ ટું ઓર્બ્ઝવીંગ. બાળક માત્ર જુએ જ નહીં પરંતુ નિરીક્ષણ કરે. જેમ જેમ નિરીક્ષણ કરતો જશે તેમ તેમ એની અંદર સમજ ઉતરતી જશે.
ત્રીજું પગલું હતું પેસીવનેસ ટુ એક્સપ્લોરીંગ. દરેક વસ્તુ યથાવત સ્વીકારવાના બદલે તે દરેક બાજુથી એના ઉપર વિચાર કરી નવીનતા શોધે.
ચોથું પગલું હતું – ટેક્ષબુક ટુ હેન્ડબાઉન્ડ. માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતું પહેલાં ત્રણ તબક્કામાંથી બહાર નીકળેલો બાળક જાતે કરતો થાય.
પાંચમું અને છેલ્લું પગલું હતું – ફીયર ટુ કોન્ફીડન્સ. એક વાર ડર ભાગે એટલે આત્મવિશ્વાસ જાગે. આત્મવિશ્વાસ સભર બાળક પોતાના માટે અને પરિવાર માટે પ્રગતિનો પંથ કંડારી શકે છે.”
મારાથી આનંદ સાથે આશ્ચર્ય અનુભવાયું. મનમાં આખી પ્રોસેસનો વિચાર કરતો હતો ત્યારે સમજાયું કે કપડવંજ કેળવણી મંડળ વિદ્યાર્થીને માત્ર શિક્ષણ જ નહીં, સમજ જ નહીં પરંતું એક જાગૃત નાગરિક બનાવવાનું અદ્દભૂત કાર્ય કરી રહેલ છે. ફીયર ટુ કોન્ફીડેન્સનું એક ઉદાહરણ અનંતભાઈએ ટાંકતા રસપ્રદ કિસ્સો રજૂ કર્યો : “મહુધામાં એક વિજ્ઞાનમેળો ભરાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા મોડેલ રજુ થયા હતાં. ત્રણ દિવસને અંતે શ્રેષ્ઠ મોડેલને તો ઈનામ આપવાનું જ હતું પરંતું આ મોડેલ વિશે સરસ રીતે સમજાવનાર બાળકને પણ ઈનામ આપવાનું હતું.
સ્વપ્ન સેવી સ્વ. શંકરલાલ શાહ |
કપણવંજ નાનું પણ એક આદર્શ તાલુકા મથક છે. ગામના નગર શ્રેષ્ઠીઓ , સમાજસેવા ને નગર સુવિધાઓ માટે સદા અગ્રેસર રહ્યા છે. વરસો પહેલા ભૂગર્ભ ગટરો, પુસ્તકાલય, શિક્ષણ સંસ્થાઓ, ટેકનીકલ અભ્યાસની શાળા, જીન , ઓઈલ મિલ્સ
..,
ને કેળવણી માટે તો ખૂબ જ સજાગ ટ્સ્ટીઓની સેવા એકઆગવું પાસું છે.આસપાસના ગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પણ ૭ દાયકા પહેલાં અહીં સુવિધા ને આદર્શ સંચાલન સાથે કામ કરે છે.
અમે પણ સાત વર્ષ , આ વિસ્તારમાં વિદ્યુત બોર્ડના ઈજનેર તરીકે કામ કર્યું છે ને તેથી એક આગવો નાતો છે.
સરસ ઉપયોગી લેખ ..શિક્ષણ ક્ષેત્ર માટે
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
Reblogged this on આકાશદીપ and commented:
શિક્ષણ એક આગવો અભ્યાસ
LikeLike
કેટલી બધી સુંદર વાત કરી છે.. પણ,, એક વાત ખુંચી… ક્યાંય સરકારી સહાય, મદદ, પૈસાની વાત ભલે ન આવી, પણ, કોઈ માઈના લાલ સરકારી નોકરે જરાસરખો પણ વાંધો ન ઊઠાવ્યો કે સરકારની, રજામંજુરી, સહાય કે મદદ વગર આવા સમાજોપયોગી કામ કેવી રીતે કરી શકો….!!!!
ખરી વાત તો એ છે કે સમાજને સમર્પિત સમાજસેવકોજ આ કામ કરી શકે. આજે તો ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, શિક્ષણ એટલું બધુ મોંઘુ થઈ ગયું છે કે સામાન્ય કુટુંબના બાળકો માટે તો માથે પડેલા અધકચરા શિક્ષકો અને અધુરા સાધનોથી ચાલતી મ્યુનિસિપાલીટીની કે સરકારી શાળાઓ સિવાય કોઈ આરો નથી. આવા બાળકો માટે આવી નવતર પ્રકારની વ્ય્યવસ્થા અતિ ઉપયોગી નીવડવાની.
બહુ સુંદર માહિતી આપી છે.
LikeLiked by 1 person
મા અનંતભાઇની વાત-‘આજે આપણે સ્ટાર્ટઅપના જમાનામાં છીએ ત્યારે આવા સ્ટાર્ટઅપ પણ અને ઈનોવેશન સમાજ માટે ખૂબ ઉપયોગી છે એવું મેં અનુભવ્યું.’ વાતે આશ્ચ્ર્યાનંદ
.
મા રમેશભાઇના અનુભવની વાત જાણી આનંદ આ મોંઘવારીના જમાનામા આવી વ્યવસ્થા બધે થાય તો ધન્ય ધન્ય
LikeLike