નેવુંના દાયકાની વાત છે, એક મિડલ ક્લાસ કુટુંબના ઘરે રવિવારે સવારે મહાભારત શરુ થઇ ગયું હતું ! ના ના, પતિ-પત્નીના આપસ નાં મહાભારતની વાત નથી, પણ હરિશ ભીમાણીના સમય વાળું મહાભારત. કલર ટીવી ઘરમાં હોઈ, એ ઘરના લોકો બે વેંત ઊંચા ચાલે અને થોડી થોડી વારે શિસ્ત રાખવા માટે બાકીના દર્શકોને કહેતા રહે! ‘રંગોલી’ ના બુઝુર્ગ ચાહકો તો ત્યાં સવારથી જ અડ્ડો જમાવી બેઠેલા.
આજે 2017માં આ વાત કરીએ તો ‘સેલ્ફિ જનરેશન’ ને તો આ બધી વાત એકદમ એલિયન લાગે. પણ એટલિસ્ટ નાઈન્ટીઝમાં જન્મેલાઓ ને તો ફક્ત ‘હમલોગ‘, ‘બુનિયાદ‘ કે ‘ભારત એક ખોજ‘ જ નહિ પણ ‘દેખ ભાઈ દેખ‘ અને ‘વાગલે કી દુનિયા‘ જેવી અદભુત સિટકોમ્સ, ‘સ્કુલ ડેયઝ‘, ‘કેમ્પસ‘ અને ‘હિપ હિપ હુર્રે‘ જેવી સ્કુલ લાઈફ સ્ટોરીઝ, ‘તેહ્કિકાત‘ અને ‘વ્યોમકેશ બક્ષી‘ જેવી ઓરિજીનલ રોમાંચક જાસુસી સિરીઝ અને ‘વિક્રમ વેતાલ‘, ‘અલિફ લૈલા‘, ‘ચંદ્રકાંતા‘ અને ‘શક્તિમાન‘ જેવી ફિક્શન સિરીઝ કેવી ધૂમ મચાવતી એ યાદ જ હશે!
ભલે હવે જયારે પણ વાત નીકળે ત્યારે ‘દુરદર્શન‘ ને ‘દુ:ખ દર્શન‘ કહીને ઉતારી પડાતું હોય પણદરેક જોનર માટે એમાં કંઇક વરાયટી વાળી સિરિયલ્સ અને શોઝ હતા, ક્રમશ: 1990 પછી જયારે ઝી ટીવી શરુ થયું એમાં પણ હમ પાંચ, ગોપાલજી અને હદ કર દી જેવી સિટકોમ્સ, બનેગી અપની બાત,આશિર્વાદ અને અમાનત જેવી વિકલી સોપ-ઓપેરાઝ, સંજીવ કપૂરનો શો ખાના ખઝાના, રવિવારે સવારે ડાકઘર થી ડિઝની અવર, ઝી હોરર શો અને સારેગમપ જેવા અફલાતુન ટેલેન્ટ હન્ટ શો જેનાથી શ્રેયા ઘોષાલ જેવી અદભૂત ગાયિકા ભારત ને મળી! ઇન શોર્ટ, ટીવી પર વિવિધ પ્રોગ્રામ્સનો એક ફૂલ બુકે જોવા મળી રહેતો. હજુ ગણીને 2-4 સેટેલાઈટ ચેનલ્સ જ અસ્તિત્વ માં હતી! ન્યુઝ ચેનલ્સની બુમાબુમ શું હોય એ લોકોને ખબર જ નહોતી! દુરદર્શનમાં NDTV એ માત્ર શો તરીકે આવતો જેમાં પ્રણય અને રાધિકા રોય અસ્ખલિત અંગ્રેજીમાં આખા અઠવાડિયાના ન્યુઝ પિરસતા!
ધીમે ધીમે સમયએ કરવટ બદલી, એન્ટરટેઈનમેન્ટ ચેનલ્સ વધતી ચાલી, સમય જતા ન્યુઝ-મુવિઝ-ઇન્ફોટેઈનમેન્ટ-મ્યુઝિક-સ્પોર્ટ્સ-પ્રાદેશિક એમ અલગ અલગ જોનની ચેનલ્સ શરુ થતી ગઈ! ટીવી નું અર્થશાસ્ત્ર કંઇક એવું બદલાયું કે એમાં દુરદર્શન મંડી હાઉસમાં બેઠેલા સરકારી બાબુઓનાં પ્રતાપે પાછળ રહી ગયું. રાત્રે 10 પછીનો સ્લોટ ત્યારે લેઇટ નાઈટ સ્લોટ કહેવતો જેમાં ગલ્ફ કન્ટ્રીઝ માટેની અરેબિક જાહેરાતો આવતી, ટીવી હવે આઠ ચેનલ્સ થી વધી 100 ચેનલ્સની સગવડતા વાળા થયા હતા. રિમોટ કંટ્રોલ્સ આવી ગયા હતા, છતાં હજુ ઘણું બદલાવાનું બાકી હતું! ઇન્ડિયન યંગ જનરેશન પાસે હવે મોબાઈલ આવવાનો હતો, તારીખિયું હવે 2000 ની સાલ ક્રોસ કરી ગયું હતું! આજતક-NDTV-સ્ટાર ન્યુઝ હવે ધૂમ મચાવી રહ્યા હતા, કેબલ ટીવીની જગ્યા હવે ઝડપથી DTH લઇ રહ્યું હતું!
1999 નો ક્રિકેટ વર્લ્ડ કપ ગયા પછી હવે સાસ ભી કભી બહુ થી અને કહાની ઘર ઘર કી જેવી ડેઈલી સિરિયલ્સનું વાવાઝોડું ટીવીને ઘમરોળી નાંખવા તૈયાર હતું, બીજી તરફ ઇન્ડિયન આઈડલ જેવો તગડો રિયાલીટી શો હવે વોટિંગ પદ્ધતિ, રોના-ધોના અને રેગ્ઝ ટુ રિચીઝ વાળી સ્ટોરીઝ, સ્ક્રિપ્ટેડ શો જેવા તત્વો થી ભારતની જનતા ને વાકેફ થઈરહી હતી! હવે ફિલ્મોમાં કિસિંગ અને બેડરૂમ સીન્સ આવવા લાગ્યા હતા, ટીવી પર થોડી ઘણી સેક્સ્યુઆલિટી આવવા લાગી હતી. ભારતમાં દોઢ થી ત્રણ ઇંચના ફિચર ફોન્સ આવી ગયા હતા.
દરેક વસ્તુ હવે કમર્શિયલાઇઝ થઈ રહી હતી, આ સમય ઈંડિયન ટેલીવિઝન ઇન્ડસ્ટ્રી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઇ રહ્યો હતો. યાદ રહે કે હજુ સ્માર્ટ ફોન-વ્હોટ્સ એપ અને ઓરકુટ – ફેસબુક આવવાના બાકી હતા! કૌન બનેગા કરોડપતિ ઓલરેડી હિટ સાબિત થઇ ગયો હતો, સાથે સાથે એ જ શો ની નકલો પણ માર્કેટમાં આવી ચુકી હતી. બે-ચાર વર્ષો ફરી એનું એ ચાલ્યું, પણ 2008-2009 નો સમય એ ભારતની જનતા સામે સ્માર્ટ ફોન નામની જણસ રાખી ચુક્યો હતો! ઓપરેટિંગ સિસ્ટમ,એપ્લિકેશન્સ, એન્ડ્રોઇડ, આઈ ફોન, ટચ સ્ક્રિન વગેરે જેવા શબ્દો હવે આમ આદમી ની જબાન પર રમવા લાગ્યા હતા. પછી તો સમય ની ગાડીન્યુટ્રલ માંથી ડાયરેક્ટ ચોથા ગિયરમાં આવી ગઈ હતી. દરેક વસ્તુનું આશ્ચર્ય હવે શોર્ટ ટાઈમ જ નીવડતું! જેમ કે ફિલ્મોની સિલ્વર કે ગોલ્ડન જયુબિલી હવે ઈતિહાસ બની ગઈ હતી. ફિલ્મોના પ્રિવ્યુઝ-રિવ્યુઝ રિલીઝ અગાઉ બચ્ચા બચ્ચા ખબર રહેતા! ફ્રોયો-જિંજર બ્રેડ-આઈસ્ક્રિમ સેન્ડવિચ જેવી એન્ડ્રોઈડ OS હવે જબાને જ નહિ પણ હાથોમાં આવી ગઈ હતી! SMS પેક હવે ઈતિહાસ બન્યા, અને ઈન્ટરનેટ પ્લાન ફોન માટે મસ્ટ બન્યા! રોટી-કપડા-મકાન અને હવે ચોથી વસ્તુ ઈન્ટરનેટ બહુ ઝડપ થી બની રહી હતી.
હવે કોઈ વસ્તુનું આશ્ચર્ય એટલી ઝડપ થી નહોતું થતું, એમાં પણ 2009 પછીની જનરેશન તો ડાયરેક્ટ ટચ સ્ક્રિન ના ફોન સાથે રમતા જ પેદા થવા લાગી! સ્માર્ટ ફોન હવે એક એક જણની માલિકી બની ગયા, ગુગલ-યુ ટ્યુબ અને ફેસબુક હવે બધું ઘમરોળી રહ્યા હતા. ઓરકુટ પણ આઉટ ડેટેડ થઇ બંધ થાઉં થાઉં થઇ રહ્યું હતું! હવે કોમિક્સ, બુક્સ, ગીતો-ફિલ્મો અને પુસ્તકો બધું જ ઓનલાઈન ઉપલબ્ધ થવા લાગ્યું, ઉપર થી ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન શોપિંગ પોર્ટલની એન્ટ્રી પછી તો જાણે દુનિયા જ બદલી ગઈ! જે બચ્ચાઓ વેકેશનમાં 8-8 કલાકો સુધી ટીવીની સામે થી ખસતા નહોતા, એ હવે હાથમાં સ્માર્ટ ફોન આવતા ટીવી સામે પૂરો અરધો કલાક પણ ગાળતા નથી એ હકીકત છે.
જનરેશન વધુ બોલકી થઇ, વધુ સારી રીતે અને સહજતા થી એક્સપ્રેસ કરતી થઇ. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સેકન્ડ્સ માં બધું કહી શકાય ત્યારે ટીવીની ગુલામી અને સેન્સરશિપ કોને પસંદ પડે! કોલેજ કેમ્પસ અને ઓફિસો માં જે ભાષા માં વાત થાય એવી જ સ્ટાઈલમાં જો બારિક ઓબ્ઝર્વેશન સાથે હ્યુમર પિરસાય તો પછી એ તો હિટ થવાની જ હતી. યુ ટ્યુબ જેવા ‘ઓપન સોર્સ પ્લેટફોર્મ‘ પર કોઈ પણ વ્યક્તિ પોતાનો વિડીયો લઇ એ કન્ટેન્ટ ફ્રી માં અપલોડ કરી શકે છે!
ઈન્ટરનેટ નાં વ્યાપના લીધે મિચેલ જહોન્સનનાં બાઉન્સરની સ્પિડ એ ધડાધડ યુટ્યુબપર ચેનલ્સ શરુ થવા લાગી! ધ વાઈરલ ફિવર, ઓલ ઇન્ડિયા બકચોદ, મનિયા કી દુનિયા, ટ્રબલ સિકર ટીમ, ઇસ્ટ ઇન્ડિયા કોમેડી જેવી યુ ટ્યુબ ચેનલ્સ એ ધૂમ મચાવી દીધી છે. રેઝર શાર્પ હ્યુમર, પાબંદી વગરની જુબાન, બેસ્ટ ઓફ સર્કાઝમ, કરવત જેવી ધારદાર હ્યુમર યંગ જનરેશન ને તાત્કાલિક સ્વાઈન ફ્લુ થી પણ વધુ ઝડપે ઘેલું લગાડી ગઈ! આજે TVF અને ઓલ ઇન્ડિયા બક્ચોદ જેવી ચેનલ્સના વિડિયોઝ ને દસ થી પંદર લાખ હિટ્સ અને વ્યુઝ આરામથી મળે છે. ફિલ્મસ્ટાર્સ પોતાની ફિલ્મોની પબ્લિસિટી માટે આ ચેનલ્સનો સહારો લઇ રહ્યા છે, એટલું જ નહિ પણ ઈન્ટરનેટ પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવ્યા વગર જ જો આટલી બેધડક અનસેન્સર્ડ ‘રો‘ હ્યુમર માણવા મળે તો કોઈ શા માટે ટીવી જુએ?
સામે છેડે ટીવી પર હજુ એ જ રૂટિન ડાન્સ શોઝ, સાથનિભાનાસાથિયા, યેરિશ્તાક્યાકહેલાતાહૈ ટાઈપ સિરિયલ્સ અને રીયાલીટી શોઝ ચાલી રહ્યા છે! ‘AIB રોસ્ટ‘ નામનો વિડિયો તો એની એડલ્ટ ભાષા અને ક્રુડ મજાકના લીધે પુરા ભારતમાં રાતોરાત પોપ્યુલર થઇ ગયેલો! વ્હોટ્સ એપ ના આવ્યા પછી હવે બધું સેકન્ડ્સ માં શેર થઇ જાય છે. કોઈને હવે ગરજ રહી નથી કે પોતાની મનગમતી સીરીયલ કે શો જોવા ટીવી સામે ખોડાઈ ને બેસી રહે. હોટસ્ટાર અને યુ ટ્યુબ જેવા એપ્સ પર 24 કલાક તમારી ફુરસતે બધું જ હાજરાહજૂર છે. તો શું ટીવી નો આ મૃત્યુઘંટ છે? જી ના, મૃત્યુ ઘંટતો ન કહી શકાય પણ હવે સ્માર્ટ ફોન જનરેશન સાથે અનુકુલન સાધવા માટે વધુ સ્માર્ટ, વધુ ફ્રી અને વધુ અપડેટેડ કન્ટેન્ટ લાવવું પડશે!બાકી LED કે 3D સ્માર્ટ ટીવીના આવી જવાથી કંઈ શક્કરવાર વળવાના નથી, કારણકે અંદર પ્રોગ્રામ્સ તો એ જ ઘીસા પીટા રહેવાના! બજેટ ભલે કરોડોનું થઇ ગયું હોય, પણ પ્રોગ્રામમાં જે ફ્રેશનેસ હોવી જોઈએ એ નહિ આપવામાં આવે તો એ પબ્લિક રિજેક્ટ જ કરવાની! આ જ છે ઈવોલ્યુશન ઓફ ટીવી સાગા!અમેઝોનપ્રાઈમ, નેટફ્લિક્સ, હોટસ્ટારએજભવિષ્યછે, સેટેલાઇટચેનલ્સનાંપ્રોગ્રામિંગસ્ટાફનીનોકરીખતરામાંછેભિડુ!
ઇવનિંગ વોક આઉટ, ટીવી ઈન! ભાવિનનો સરસ માહિતીપ્રદ લેખ…હંમણા તો Tata Sky: આ કંપની એક ઓલ-ઇન-વન પ્લાન ઓફર કરી રહી છે. જેમાં તમામ શ્રેણીઓના તમામ ચેનલ્સ ઉપલબ્ધ કરાવાય છે. તેનું નામ Premium Sports English છે. . તેમાં મૂવીઝ, સપોર્ટસ, હિન્દી મનોરંજન ચેનલો, અંગ્રેજી મનોરંજન ચેનલો, કિડ્સ ચેનલો, ઇન્ફોટેઇનમેન્ટ ચેનલો વગેરેનો સમાવેશ થાય છે. તે જ સમયે, જો તમે અંગ્રેજી સમાચાર ચેનલ નથી માંગતા, તો તમે ફેમિલી કિડ્સ સપોર્ટ પેક પણ મેળવી શકો છો,’ ના વધારે વખાણ થાય છે
i don’t know any thing about this.beacause since 1978 i am in usa. only two time visited in india during to day. only 15 days/20 days stay. sorry can’t comment any thing about tv. program of india.
Information you provided is very interesting and Truthful. Solution should be in the hands of young generation. “Change” is the human nature or result is in front of you !
ઇવનિંગ વોક આઉટ, ટીવી ઈન! ભાવિનનો સરસ માહિતીપ્રદ લેખ…હંમણા તો Tata Sky: આ કંપની એક ઓલ-ઇન-વન પ્લાન ઓફર કરી રહી છે. જેમાં તમામ શ્રેણીઓના તમામ ચેનલ્સ ઉપલબ્ધ કરાવાય છે. તેનું નામ Premium Sports English છે. . તેમાં મૂવીઝ, સપોર્ટસ, હિન્દી મનોરંજન ચેનલો, અંગ્રેજી મનોરંજન ચેનલો, કિડ્સ ચેનલો, ઇન્ફોટેઇનમેન્ટ ચેનલો વગેરેનો સમાવેશ થાય છે. તે જ સમયે, જો તમે અંગ્રેજી સમાચાર ચેનલ નથી માંગતા, તો તમે ફેમિલી કિડ્સ સપોર્ટ પેક પણ મેળવી શકો છો,’ ના વધારે વખાણ થાય છે
LikeLike
i don’t know any thing about this.beacause since 1978 i am in usa. only two time visited in india during to day. only 15 days/20 days stay. sorry can’t comment any thing about tv. program of india.
LikeLike
Information you provided is very interesting and Truthful. Solution should be in the hands of young generation. “Change” is the human nature or result is in front of you !
LikeLiked by 1 person