ગીતા પોતે જ કહે છે, કે ગીતામાં કહ્યું છે એમાં કંઈ નવું નથી. એ હજારો વરસથી અસ્તિત્વમાં હતું, અને આજે પણ છે. ગીતા માત્ર એને એકત્ર કરી, ફરી યાદ અપાવે છે.
આ ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન-કર્મ યોગ. જ્ઞાન દ્વારા કર્મ કરવાની રીત. આ અધ્યાયમાં ગીતાનો અતિપ્રસિધ્ધ શ્ર્લોક, “યદા યદા હી ધર્મસ્ય….” ૭ મા શ્ર્લોક તરીકે આવે છે. લોકો એનો સાદો અર્થ કરે છે કે કૃષ્ણે વચન આપ્યું છે, કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મનો નાશ થશે, ત્યારે ત્યારે અધર્મનો નાશ કરવા હું અવતાર ધારણ કરીને આવીશ. મારી સમજ પ્રમાણે ગીતા કહે છે, “જ્યારે ધર્મ ઘટે છે, અને અધર્મ વધે છે, જ્યારે ધરતી ઉપર અનિષ્ટ તત્વોનું વર્ચસ્વ વધે છે, ત્યારે કોઈ એવી વ્યક્તિ બહાર આવે છે જે એ પરિસ્થિતિનું ખંડન કરી, ફરી ધર્મમાર્ગની (વ્યવસ્થાની) સ્થાપના કરે છે. આવી વ્યક્તિને સમાજ પછીથી ભગવાનની જેમ પૂજે છે. આપણે જો એમ માની બેસીએ કે આવી પરિસ્થિતિમાં ભગવાન સ્વર્ગમાંથી ઉતરી આવશે, તો આપણે નિરાશ થવું પડશે.
આ અધ્યાયમાં બીજી સમજવા જેવી વાત આવે છે. સફળતા અને નિષ્ફળતા એ જીવનના બે પહેલુ છે. એ બન્નેનો સ્વીકાર કરીને જીવન વ્યતિત કરવાથી માણસને સુખનો અનુભવ થાય છે. માત્ર નિષ્ફળતાઓનો રાગ આલાપીને સુખી થઈ શકાતું નથી. અહીં બીજી પણ મોટીવાત કહે છે, મનુષ્યે રાગ-દ્વેશથી મુક્ત થઈ જીવવું જોઈએ. આ વાત બધા માટે શક્ય નથી. માણસે કેવી પરિસ્થિતિમાં જન્મ લીધો છે, કેવી રીતે એનો ઊછેર થયો છે, જીવનમાં એને કેટલીવાર અન્યાયનો સામનો કરવો પડ્યો છે; આ બધી વસ્તુઓ એના જીવનમાં વણાય છે. આ પરિસ્થિતિજન્ય વાતોથી એનો અભિગમ બંધાય છે. આજે તો Genetic વિજ્ઞાન, મનુષ્યના દાદા-પરદાદાના સ્વભાવ પણ આમાં કારણભૂત છે એમ કહે છે.
આ અધ્યાયમાં કર્મ, વિકર્મ અને અકર્મ જેવા શબ્દો વાપરી, ગીતા સમજવાનો પ્રયત્ન કરનારઓને મુંજવણમાં મૂકી દીધા છે. આ ત્રણ શબ્દોની ભાંજગડમાં પડ્યા વગર, હું એવું સમજ્યો છું કે તમે શરીરથી એક કર્મ કરતા હો, ત્યારે તમારા મનમાં બીજો જ કોઈ વિચાર ચાલતો હોય, જે ખરેખર તમે જે કર્મ કરતા હો એને અનુરૂપ ન હોય, તો એ કર્મ સાત્વિક નથી. તમે દાન કરતા હો ત્યારે તમારા મનમાં પ્રસિધ્ધિ મેળવવાની ભાવના હોય, તો એ દાન સાત્વિક નથી. કોઈપણ જાતના ફળની આશા વગર, આ કરવું યોગ્ય છે એમ સમજી સારૂં કર્મ કરતા હો, તો તમને એ કર્મ જેવું લાગશે નહિં. એનો થાક કે બોજો વર્તાશે નહિં, એ કર્મ નહિં રહે એટલે એને કદાચ અકર્મ કહ્યું હશે. સામાન્ય બોલચાલમાં આપણે અકર્મી શબ્દ નકારત્મક ભાવથી વાપરીએ છીએ.
આપણે એક વાત ધ્યાનમાં લેવી પડશે કે જ્યારે ગીતા રચાઈ ત્યારે જ્ઞાન, કર્મ, અને સન્યસ્ત, આ ત્રણ વાતો મહત્વની હતી. આજે જ્ઞાન અને કર્મનો સમન્વય થઈ ગયો છે, અને સન્યસ્તનો વિલોપ થઈ ગયો છે. એટલે ગીતાના બધા ૭૦૦ શ્ર્લોકને પકડી રાખવાની જરૂર નથી. તેમ છતાં આજની પરિસ્થિતિમાં પણ માર્ગદર્શન આપે એવા ઘણાં બધા શ્ર્લોક છે. બીજી એકવાત મારા ધ્યાનમાં આવે છે. આપણને જે વ્યક્તિમાં શ્રધ્ધા હોય, એ જે વાત કહે એ આપણને ઉપયોગી જણાય છે. એની એ જ વાત, જેનામાં આપણને શ્રધ્ધા ન હોય, એ કહે તો આપણને એ બહુ ઉપયોગી જણાતી નથી. જેમને ગીતામાં શ્રધ્ધા છે, ગીતા એમને જ ઉપયોગી થાય છે.
આ અધ્યાયમાં જ્ઞાનનું મહત્વ સમજાવતાં ગીતા કહે છે, કે જ્ઞાની માણસ હતાશ થતો નથી, અથવા એનું જ્ઞાન એને હતાશામાંથી બહાર નીકળવામાં ઉપયોગી થાય છે. જાગ્યા ત્યાંથી સવાર ગણી, એ આગળ વધી શકે છે.
ગીતામાં અમુક વાતો ફરી ફરીને કહી છે, અલગ અલગ સંદર્ભમાં એ કહેવાઈ છે. પણ જે માણસને એ સમજાઈ જાય, તે આ ૭૦૦ શ્ર્લોકોને સાત વાક્યમાં જીવનમાં ઉતારી શકે એમ છે.
AKARMA= Mana- Vachan Ane Karma nee EKATA , very nicely explained.
“કોઈપણ જાતના ફળની આશા વગર, આ કરવું યોગ્ય છે એમ સમજી સારૂં કર્મ કરતા હો, તો તમને એ કર્મ જેવું લાગશે નહિં. એનો થાક કે બોજો વર્તાશે નહિં, એ કર્મ નહિં રહે એટલે એને કદાચ અકર્મ કહ્યું હશે.”
very true: ” જેમને ગીતામાં શ્રધ્ધા છે, ગીતા એમને જ ઉપયોગી થાય છે.”
yes worth it: “ગીતામાં અમુક વાતો ફરી ફરીને કહી છે, અલગ અલગ સંદર્ભમાં એ કહેવાઈ છે. પણ જે માણસને એ સમજાઈ જાય, તે આ ૭૦૦ શ્ર્લોકોને સાત વાક્યમાં જીવનમાં ઉતારી શકે એમ છે.”
મા દાવડાજીએ સરળ ભાષામા સમજ આપી. આપણે જેવા કર્મ કરીએ તેવું ફળ મળે છે.
LikeLike
સરળ શબ્દોમાં સચોટ સમજ.
LikeLike
AKARMA= Mana- Vachan Ane Karma nee EKATA , very nicely explained.
“કોઈપણ જાતના ફળની આશા વગર, આ કરવું યોગ્ય છે એમ સમજી સારૂં કર્મ કરતા હો, તો તમને એ કર્મ જેવું લાગશે નહિં. એનો થાક કે બોજો વર્તાશે નહિં, એ કર્મ નહિં રહે એટલે એને કદાચ અકર્મ કહ્યું હશે.”
very true: ” જેમને ગીતામાં શ્રધ્ધા છે, ગીતા એમને જ ઉપયોગી થાય છે.”
yes worth it: “ગીતામાં અમુક વાતો ફરી ફરીને કહી છે, અલગ અલગ સંદર્ભમાં એ કહેવાઈ છે. પણ જે માણસને એ સમજાઈ જાય, તે આ ૭૦૦ શ્ર્લોકોને સાત વાક્યમાં જીવનમાં ઉતારી શકે એમ છે.”
LikeLike