વાત ૧૯૭૨ ની છે. મેં લાર્સન એન્ડ ટુબરોની નોકરી છોડી દીધી અને સ્ટ્રકચરલ એંજીનીઅર તરીકે સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં મને મુંબઈના પરા અંધેરીમાં એક રેસિડન્સીયલ બિલ્ડીંગની ડીઝાઈનનું કામ મળ્યું. મુંબઈના એંજીનીયરો એ સમયે મકાનની ટોચે મુકાતી પાણીની ટાંકી નીચે ચારે બાજુ બીમ મૂકતા. મને વિચાર આવ્યો કે ટાંકીની દિવાલો પાણીનું દબાણ સહન કરવા Horizontal દિશામાં કામ કરે છે, પણ એની Vertical દિશાની તાકાતનો કોઈ ઉપયોગ થતો નથી. એ બીમની જેમ જ બીમનું કામ કરી શકે એમ છે. મેં મારી ડીઝાઈનમાં બીમ કાઢી નાખ્યા.
સૌથી પહેલો વિરોધ કોંટ્રેક્ટરે કર્યો. એણે કહ્યું “હું જોખમ લેવા તૈયાર નથી.” મહામહેંતે એને સમજાવીને તૈયાર તો કર્યો. કોંક્રીટ કાસ્ટ કર્યા પછી ૧૪ દિવસ રહી, એની નીચેના ટેકા કાઢી નાખવાના હોય છે. એણે કહ્યું, કે એને ડર લાગે છે કે એના માણસો એક કાઢતા હોય, ત્યારે જ ટાંકી તૂટી પડે તો માણસો મરી જાય. મેં એને કહ્યું કે હું એમની સાથે ટાંકી નીચે ઊભો રહીશ. આખરે ટેકા કાઢી નાખ્યા અને ટાંકી સલામત રહી. પછી વારો આવ્યો એમાં પાણી ભરવાનો. ફરી એ જ વાત. પાણીના વજનથી ટાંકી તૂટી પડશે. આખરે પાણી ભર્યા પછી બે અઠવાડિયે લોકોને વિશ્વાસ બેઠો કે બધું બરાબર છે.
થોડા સમયમાં જ મુંબઈની બધી જ ઓવરહેડ ટાંકીઓ બીમ વગરની થવા માંડી. કોઈએ ક્યારે ય મને યાદ કર્યો નથી.
હવે આનાથી પણ મોટી એક વાત કરૂં. ૧૯૭૨ માં મેં હજી પ્રેક્ટીસ શરૂ જ કરી હતી, એટલે મારૂં નામ જાણીતું ન હતું. એ સમયે મહારાષ્ટ્રના નાના મોટા શહેરોમાં દિવસ દરમ્યાન પાણીની ડીમાન્ડ વધારે અને રાત્રે ઓછી હોવાથી, સરકાર અનેક શહેરોમાં GSR (ગ્રાઉન્ડ સર્વીસ રીઝરવોયર) બાંધતી. મોટા ભાગની આ ટાંકીઓ ૬૦ ફૂટ ડાયામીટરની અને ૨૦ ફૂટ ઊંડાઈની હતી. નવી મુંબઈના વાસી શહેર માટે આવી ટાંકી માટે ટેન્ડર નીકળેલા. એમાં સરકારી ડીઝાઈન અનુસાર અંદાજીત ખર્ચ સાત લાખ રૂપિયા હતો. કોન્ટ્રેકર પોતાની ડીઝાઇન અને પોતાની કીમત પણ આપી શકે એવી સગવડ હતી.
મારા એક બચપણના મિત્ર PWD ના કોંટ્રેકર હતા. મને એમણે કહ્યું કે તમે કંઈ સસ્તી ડીઝાઈન કરી આપો તો આપણે ક્વોટ કરીએ. એક મહિનાનો સમય હતો. મેં અભ્યાસ શરૂ કર્યો એ સમયે જે જે ટેક્ષ્ટબુક્સ ઉપલબ્ધ હતી, એ બધીમાં વિગત સરકારી ડીઝાઈનને જ અનુરૂપ હતી. મને સચાનક મને લંડનની એક કોલેજના પ્રોફેસર કે. એલ. રાવની ટેક્ષ્ટબુક મળી, જેમાં એમણે અલગ વિચાર દર્શાવેલો. મેને એ વિચાર ઠીક લાગ્યો, એટલે મેં વિચાર ઉપર આધારિત ગણિત કર્યું તો કીમત અર્ધી થઈ ગઈ. ફરી ફરી ચકાસી જોયું તો એ જ પરિણામ મળ્યું. મારા મિત્રે જોખમ લેવાનું કબુલ કર્યું, અને ડીઝાઈન સાથે સાડાત્રણ લાખ રુપિયા ક્વોટ કર્યા. PWD માં હાહાકાર મચી ગયો. ત્યાંના મોટા મોટા એંજીનીઅરો મારી ઠેકડી કરવા લાગ્યા. પણ હું મક્કમ રહ્યો. આખરે એ લોકોએ શરત મૂકી કે અમે અમારા હિસાબે અને જોખમે એ ટાંકી બાંધીએ, છ મહિના સુધીના વપરાસમાં કોઈ બાધા ન આવે ત્યારે જ પૈસા આપશે. અમે એ શરત મંજૂર કરી. ટાંકી બાંધી. છ મહિના સુધીના વપરાશમાં બધું જ નોર્મલ રહ્યું. જાણે કે રાતોરાત PWD ની દૃષ્ટી બદલાઈ ગઈ. બીજા સ્ટ્રકચરલ એંજીનીઅરો PWD ના સ્ટાફને લાંચ આપી, મારી ડીઝાઈનની ફોટોસ્ટેટ નકલ લઈ જતા. ત્યાર પછી, મહાષ્ટ્રભરમાં ૧૦૦ થી વધારે ટાંકીઓ, મારી ડીઝાઈનને અનુસરીને બંધાઈ છે. કોઈએ ક્યારે પણ મને યાદ કર્યો નથી, કારણ કે તે વખતે ઈન્ડસ્ટ્રીમાં મારૂં નામ જાણીતું ન હતું.
8 thoughts on “હવે હું જ મારો ઢોલ પીટું !! (પી. કે. દાવડા)”
દાવડાજી, ઘરકી મુરઘી દાળ બરાબર! આ કહેવત આપનાર તમારા જેવા સાહસિક હશે. એમને ત્યારે ખબર નહિ હોય કે એ આટલી વખણાતી રહેશે; તમારા ઈજનેર કામની જેમજ સ્તો! અભિનંદન.
MANIYA SHRI DAVDA SAHEB THIS IS 1972 INDIA. IF YOU ARE IN USA. YOUR NAME DEFENITEALY WILL BE NOTED BY AT THAT TIME USA. GOV. USA WANT ANY WAY SAVE MONEY FOR PRIVATE OR PUBLIC SECTOR. INDIA WANT HOW TO SAVE MY POCKET.
Hindsightની વાત છે : ભારતમાં તે સમયે આપણા શૈક્ષણીક કે વ્યાવસાયિક ક્ષેત્રોમાં આપે આપના પ્રયોગો વિશે એક મહાનિબંધ પ્રકટ કર્યો હોત તો કેવળમાં જ નહીં, વિશ્વભરમાં આપ પ્રખ્યાત થઈ ગયા હોત. ભારતમાં plagiarism – એટલે વિચાર-ચોરી પણ સામાન્ય ભ્રષ્ટાચાર જેટલી જ પ્રસરેલી હતી. મારી શાળાનાના સમયના બે મિત્રો આપની જેમ Structural Engineers થયા અને સમાન અનુભવ પછી બન્ને અમેરિકા ચાલ્યા ગયા. એક મિત્ર શ્રી. ધીરૂભાઈ માલી કૅલિફૉર્નિયામાં LA ની નજીકના Little India નામના શહેરમાં વસી ગયા
This is real daring decision. This calls for lot of confidence too. Generally in such profession no one would like to take risk. Work will not be fully appreciated in case of success but surely criticized in case of failure!
Great daring to stand near water tank with workers.. and new design for Vashi and to accept risk of taking money after 6 months,that shows Inner Confidence. and we all your reader will ever remember.
i have done similar project of energy saving in 1977-78 for incinerator in crematorium of Vile Parle West, and also got design from Navsari crematorium with some modification. And to my surprise now through out Mumbai same design is accepted saving around 30 to 40% wood.
That gives me great satisfaction. And i have not visited other cities of India but i am sure any thing in Mumbai will spread else where fast, like what comes in USA is adopted easily in India.
Similarly in education in those days we were using overhead projector – and costly Indu Films say each around rs 10.00, and i being Elecrical engineer – knowing Garware film used for insulation in motor winding, took it for trial and accepted and replaced those costly transparency- this was costing rs 1.00 only.
So i also joined you in Beating my own Drum.
દાવડાજી, ઘરકી મુરઘી દાળ બરાબર! આ કહેવત આપનાર તમારા જેવા સાહસિક હશે. એમને ત્યારે ખબર નહિ હોય કે એ આટલી વખણાતી રહેશે; તમારા ઈજનેર કામની જેમજ સ્તો! અભિનંદન.
LikeLiked by 1 person
MANIYA SHRI DAVDA SAHEB THIS IS 1972 INDIA. IF YOU ARE IN USA. YOUR NAME DEFENITEALY WILL BE NOTED BY AT THAT TIME USA. GOV. USA WANT ANY WAY SAVE MONEY FOR PRIVATE OR PUBLIC SECTOR. INDIA WANT HOW TO SAVE MY POCKET.
LikeLiked by 1 person
સોળે સાન…. હવે આટલા વર્ષે તો ભારત અને અમેરીકાની રીતરસમની ખબર પડી ગઈ ને….. જે થયું તે સારુંજ થયું… કે, તમે અહીં આવી ગયા… તમારી કલમનો અમને તો લાભજ થયો…
સરસ પ્રસંગો આપ્યા છે.
LikeLiked by 1 person
લોકો કે સરકારી તંત્ર કદર ન કરે ત્યારે બીજી કોઈ પણ રીતે ઇશ્વર વળતર ચૂકવી આપે છે. કરેલ કર્મ ફોગટ જતું નથી.
LikeLike
Hindsightની વાત છે : ભારતમાં તે સમયે આપણા શૈક્ષણીક કે વ્યાવસાયિક ક્ષેત્રોમાં આપે આપના પ્રયોગો વિશે એક મહાનિબંધ પ્રકટ કર્યો હોત તો કેવળમાં જ નહીં, વિશ્વભરમાં આપ પ્રખ્યાત થઈ ગયા હોત. ભારતમાં plagiarism – એટલે વિચાર-ચોરી પણ સામાન્ય ભ્રષ્ટાચાર જેટલી જ પ્રસરેલી હતી. મારી શાળાનાના સમયના બે મિત્રો આપની જેમ Structural Engineers થયા અને સમાન અનુભવ પછી બન્ને અમેરિકા ચાલ્યા ગયા. એક મિત્ર શ્રી. ધીરૂભાઈ માલી કૅલિફૉર્નિયામાં LA ની નજીકના Little India નામના શહેરમાં વસી ગયા
LikeLike
This is real daring decision. This calls for lot of confidence too. Generally in such profession no one would like to take risk. Work will not be fully appreciated in case of success but surely criticized in case of failure!
LikeLike
‘ મન થયું તો મેં જાતે જ મારો ઢોલ પીટી લીધો ‘ પ્રેરણાદાયી વાતનો હજુ પણ જોરદાર ઢોલ પીટવો જોઈએ