મારી દિકરી ડો. જસ્મિન દાવડા, જે હાલમાં ફાઈઝર કંપનીમાં ડાયરેક્ટર છે, એ તાજેતરમાં જ કેન્યાના અલડોરેટ શહેરમાં પાંચ મહિના રોકાઈને પાછી ફરી છે. ફાઈઝર કંપનીએ ત્યાંના હેલ્થ સેકટરમાં સુધારા વધારામાં માર્ગદર્શન આપવા એની પસંદગી કરેલી.
પાંચ મહિનાના વસવાટ દરમ્યાન એ ત્યાંની પ્રજા અને ખાસ કરીને બાળકો સાથે ઓતપ્રોત થઈ ગઈ, અને ખાસ કરીને ત્યાંની કેન્સરના શિકાર થયેલા બાળકોની હોસ્પિટલમાં એણે ખૂબ જ ઊંડો રસ લીધો. ત્યાંની એક શિક્ષિકાનું સમર્પણ ભાવથી કરાતું કાર્ય એના મનને છબી ગયું. અહીં પાછા ફર્યા પછી, એણે નક્કી કર્યું કે જો એ પોતાના સર્કલમાંથી નાની નાની રકમ એકઠી કરીને એ શિક્ષિકાના આગળના ભણતરમાં ઉપયોગી થઈ શકે તો એ કેન્સરથી પીડાતા બાળકોને મદદરૂપ થશે.
મારી આપ સૌ મિત્રોને વિનંતી છે, કે જો આપ નાની નાની રકમની મદદ કરવા ઈચ્છતા હો, તો લીંકમાં દર્શાવ્યા પ્રમાણે જસ્મિનનો સંપર્ક કરી શકો છો.
સુ શ્રી ડો. જસ્મિન પોતાના ઉમદા કાર્યમા સફળતા મળતી રહે તેવી પ્રભુ પ્રાર્થના
LikeLike