અનુવાદ -૩ (અશોક વૈષ્ણવ)


આવિષ્કાર કર્યા પહેલાં સમયનું અસ્તિત્વ નથી હોતું – સેથ ગૉડીન

આંતર્‍ખંડીય ટ્રેનોની શરૂઆત થવાથી સમય-કટિબંધની પણ શોધ થઈ. કોઇ પણ ગામમાં રહેતાં હો, પણ  બધાંએ એક સાથે, એક જ સમય પર કદમ મેળવાની, પહેલી વાર જરૂર પડી.

હવે, કેટલીક પેઢીઓ પછી આપણાં ગજવામાં સાથે ફરતાં ટચુકડાં કમ્પ્યુટરને કારણે હવે આપણે સેકંડે સેકંડનો તાલ મેળવતાં થઇ ગયાં છીએ.

સમયની ઉધારી કરી શકાય છે, તેનો વ્યય પણ કરી શકાય છે અને તેને ખર્ચી નાખી પણ શકાય છે. આપણને સમય ‘મળે’ છે, આપણે સમય ધીમો પાડી દઈ શકીએ છીએ, આપણે જોઇએ તેટલો સમય પણ લઇ શકીએ છીએ. મિલરે તો હાથ ઊંચા કરી દઈને સમયની ‘ધોલાઇ કરી કાઢી’ હતી. આપણે સમયસર સંભાળ લેવા પર, મુશ્કેલ સમય પર, અંતિમ સમય પર તો એકાગ્ર થતાં રહીએ છીએ. તો વળી, મહાન ઘડી, દિવસપ્રકાશની બચત, સમયની સાથેની હરિફાઈ તેમ જ સહુથી પહેલો, સહુથી છેલ્લો, અણિનો સમય….ની વાત જ નિરાળી છે.

સમય એટલો પરિવર્તનશીલ છે, એટલો આપણા અનુભવ પર આધારીત છે, કે સમયનું નિરપેક્ષ માપ તો સાવ જ અર્થવિહિન જણાય. અને જોજો, સાપેક્ષતા અને સમયકાળમાં સફરની વાત તો માંડી જ ન બેસશો !

આપણે આપણાં ગમતાં લોકો સાથે સમય પસાર કરતાં હોઇએ તેના કરતાં તો બસની લાં…બી મુસાફરીમાં સમયની ગતિ ક્યાંય ધીમી પડી જાય છે. ઘણા કિસ્સાઓમાં, હજાર રૂપિયા બચાવવા એક કલાક ખર્ચી નાખતાં આપણે અચકાઇશું નહીં, પણ એક કલાક બચાવવા માટે એક હજાર રૂપિયા ખર્ચતાં આપણો જીવ નથી ચાલતો.

સમયનું અસ્તિત્વ નથી, કમ સે કમ જે રીતે મોટા ભાગનાં લોકોને મન તેની જે કિંમત હોય  છે તે રીતે તો નહીં જ. જો કે આપણી રોજબરોજની કથાઓ પર આપણા સમયની કહાનીની થપેટ તો વાગતી જ રહે છે.

5 thoughts on “અનુવાદ -૩ (અશોક વૈષ્ણવ)

 1. મા અશોકજી આપ આ અનુવાદ ૩ના મૂળ લેખની લીંક આપશોજી
  અમારા પૌત્રો સમયની વાતે-એક બહાદુર શોધક ભવિષ્યની મુલાકાત લે છે, જે આપણી મહાન આશાઓ અને આપણા ઘોર ભયથી ભરેલું છે. મશીનની લિવરનો સમય ખેંચીને ધીમે ધીમે મરી રહેલા પૃથ્વીની ઉંમરે તેને પ્રોત્સાહન આપે છે.વિષે વાત કરવા માંડે..
  તો અમારા વડીલ સલાહ આપે-સમય સમય બલવાન હે, નહિ પુરુષ બલવાન કાબે અર્જુન લુંટીયો એહિ ધનુષ એહિ બાન. કોઇપણ વ્યક્તિ સમયકાળથી ઉપર નથી. સમયનું ચક્ર અવિરતપણે ચાલતું રહે છે. જીવનમાં ક્યારેક નબળો સમય તો ક્યારેક સબળો સમય આવે છે
  આપે સાપેક્ષની વાત તો દરેક જગ્યાએ સંભળાય.
  સમય વાતે અમારા દાદીમા ગાતા
  અંત સમય મારો આવશે ને, દેહનું નહિ રહે ભાન
  એવે સમય મુખ તુલસી દેજે, દેજે યમુના પાન
  સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા
  .
  પણ એકવાત તો નક્કી કે આપને પળે પળે મૃત્યુની સમીપ જઇ રહ્યા છીએ

  Liked by 1 person

 2. આવિષ્કાર કર્યા પહેલાં સમયનું અસ્તિત્વ નથી હોતું – હજુ એ વિચારને સમજવા જાઉં છું અને નિરાંતે હિંડોળે હીંચતું મન ફોનના ટેક્સ મેસેજથી અધીરું થઇ ગયું : ‘અમે એક કલાકમાં તમારી ઘેર આવીએ છીએ !’ બસ! એક કલાકનો સમય – સમયનો આવિષ્કાર થયો અને – અને ? આવા સુંદર વિચારો અન્ય ભાષામાંથી લાવીને અહીં પિરસવા બદલ આભાર ! શક્ય હોય તો મૂળ પુસ્તકનું નામ પણ લખશો !

  Liked by 1 person

 3. મુ. પ્ર્જ્ઞાબહેન,
  આપના પ્રતિભાવો ખૂબ જ પ્રોત્સાહજનક હોય છે.
  મૂળ લેખની લિંક આ મુજબ છે-
  https://seths.blog/2013/10/time-doesnt-exist/

  આપણે મૃત્યુ તરફ આઅલ વધી રહ્યાં ઃઈએ તે પણ એક દૃષ્ટિએ સાપેક્ષ ખ્યાલ જ નથી ? જીવનની સફરમાં પસાર થત અનુભવો સમયની સાથે સાથે આપણા મનોભાવને પણ ગતિશીલ કરે છે, જે વીતી ગયેલ જીવનને માણવા અને આવનાર જીવન માટે તઓયાર રહેવાની ઉર્જા પૂરી પડે છે- આવો પણ અભિગમ ઘણાં લોકો કેળવે છે.

  સાભાર

  અશોક વૈષ્ણવ

  Liked by 1 person

 4. મુ. ગીતાબહેન,

  સમયની સાપેક્ષતા અનુભવવા માટે આપણને સંદર્ભ જોઈએ છે.
  તમે એવા સંદર્ભનું એક બહુ જ સચોટ દૃષ્ટાંત રજૂ કર્યું છે.
  એ એક કલાક પણ કેટલો લાંબો કે કેટલો ટુંકો બની રહેશે તે તો એ આવનાર કોણ છે અને ક્યાં પ્રયોજનથી આવી રહેલ છે તેના પર હજૂ વધારે આધારીત છે.
  મૂળ લેખ એક બ્લૉગ પૉસ્ટ છે, જેની લિંક આ મુજબ છે.
  https://seths.blog/2013/10/time-doesnt-exist/

  આપના વિચારપ્રેરક પ્રતિભાવ બદલ હાર્દિક આભાર

  અશોક વૈષ્ણવ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s