ગીતાના બીજા અધ્યાયનું નામ છે સાંખ્યયોગ. સાંખ્યયોગ એટલે જીવ અને દેહ બે કઈ રીતે અલગ છે, એ સમજી અને મોહ ન પામવાની પ્રક્રીયા. જીવ અને દેહ અલગ હોવાની વાત તો હું સમજી શકું છું, કારણ કે મેં મૃતદેહ, જીવ વગરના શરીર, જોયા છે.
આ અધ્યાયની શરૂઆતમાં અર્જુન યુધ્ધ ન કરવા પાછળના અનેક કારણો આપે છે, અને કૃષ્ણ એ શાંતિથી સાંભળી લે છે. પછી એ અર્જુનને કહે છે, તું ચિંતા ન કરવા જેવી વાતની ચિંતા કરે છે. જે થવાનું છે, એ થઈને જ રહેશે. તું તો માત્ર નિમિત્ત છે. આ જ વાત હજારો વરસ પછી નરસિંહ મહેતાએ દોહરાવી છે, “આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, તે તણો ખરખરો ફોક કરવો.” અર્જુનને સહેલાઈથી સમજાય એટલે કૃષ્ણ કહે છે, આ પહેલા પણ રાજાઓ હતા, આમના પછી પણ રાજાઓ હશે. પાત્રો બદલાશે પણ ખેલ તો એનો એ જ રહેશે.
સાંખ્યનો એક અર્થ છે અનુભવથી દૂર, ન અનુભવી શકાય એવું ! આજના સમયમાં ન અનુભવી શકાય એવું સ્વીકારવું સામાન્ય લોકો માટે મુશ્કેલ છે. અહીં ગીતા આત્માની વાત દાખલ કરે છે. જીવનભર મેં અલગ અલગ શ્રોતમાંથી આત્માની વાત સમજવા પ્રયત્ન કર્યો છે. સાધુ-સંતોને સાંભળ્યા અને વાંચ્યા છે, પ્રવચનકારો, ફીલોસોફરો, પુસ્તકો અને ગુગલ, પણ મને ક્યાંયે સંતોષ મળ્યો નહિં. અહીં મારી સમજ પ્રમાણે આત્મા વિષે લખું છું.
આત્માની વાત જો કરવી જ હોય તો તમારે પરમાત્મા (ઇશ્વર)નું અસ્તિત્વ સ્વીકારવું પડશે. જો એ ન સ્વીકારો, તો મારી આ સમજને ફગાવી દેજો. હું ઇશ્વરને શક્તિ સ્વરૂપે સ્વીકારવા તૈયાર છું. આ સ્વરૂપમાં બધાના ભગવાન આવી જાય, કારણ કે એની કોઈ આકૃતિ કે મૂર્તિ નથી. આઈનસ્ટાઈન અને સ્ટીફન હોકીંગ્સે પણ ન છૂટકે આ સ્વીકાર્યું છે. આઈનસાઈનની જગવિખ્યાત ફોર્મ્યુલા E = mC2 માં આ સ્વરૂપ સમજી શકાય છે. Big Bang પણ આનું જ બીજું રૂપ છે. સાદી ભાષામાં કહું તો પદાર્થનું શક્તિમાં અને શક્તિનું પદાર્થમાં, આ ફોર્મ્યુલા પ્રમાણે રૂપાંતર થાય છે. આ સમગ્ર બ્રહ્માંડ શક્તિ અને પદાર્થનું Combination છે. હીરોશીમા અને નાગાસાકી ઉપર ફેંકાયલા અણુબોમ્બ જેવા હજારો અણુબોમ્બ, સૂર્યમાં પ્રત્યેક ક્ષણે ફૂટે છે, એટલે જ એ ઉર્જા આપણી સુધી પહોંચે છે.
આત્મા એ આ પરમાત્માનો અંશ માત્ર છે. એ યુરેનિયમમાં પણ છે, અને મારામાં પણ છે. “આત્મા સો પરમાત્મા”, જેવા વાક્યો આપણે બોલતા આવ્યા છીએ. ફરી પાછો નરસિંહ મહેતાને યાદ કરૂં છું, “નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું, તેજ હું, શબ્દ બોલે.” શાસ્ત્રોમાં પણ કહ્યું છે, સોહમ (સો અહમ), તત્વમસિ. એ હું જ છું, તું પણ તે જ છે. આટલું સ્વીકારીએ તો સમજાય છે કે આત્મા શા માટે અમર છે. પરમાત્માનો એ અંશ, આપણા મૃત્યુ પછી પાછું પરમાત્મામાં ભળી જાય છે, અને ત્યાંથી વળી બીજા કોઈ જીવમાં એ પરમાત્માના અંશ તરીકે જાય છે, અને આ પ્રક્રીયા ચાલ્યા કરે છે. અહીં ગીતાનો પ્રખ્યાત શ્ર્લોક,
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણી, નૈનં દહતિ પાવકઃ
ન ચૈનં કલેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ
“શસ્ત્રો જેને કાપી શકતા નથી, અગ્નિ જેને બાળી શકતો નથી, પાણી જેને પલાળી શકતું નથી અને પવન જેને સુકવી શકતો નથી”, આ રીતે સમજી શકાય છે.
આ અધ્યાયમા સત્ય અને અસત્ય વચ્ચેનો ફરક સમજાવ્યો છે, એ સ્વીકાર્ય છે. અસ્તિત્વ અને અનઅસ્તિત્વ પણ સમજી શકાય એવી વાત છે. ખરૂં અને આભાસી એ પણ સમજી શકાય એવા શબ્દો છે. ગીતાએ અહીં જે સમજવા જેવી વાત કહી છે, તે છે સત્ય, અસ્તિત્વ અને ખરૂં એ હંમેશાં મૂળ સ્વરૂપમાં રહે છે, જ્યારે અસત્ય, અનઅસ્તિત્વ અને આભાસી સદા બદલતા રહે છે. તદન સાદો દાખલો આપવો હોય તો અફવા સદા બદલતી રહે છે.
આ અધ્યાયમાં ગીતા બીજી એક વાત પણ કહે છે. આપણને જે દેખાય છે, અથવા આપણે જેનું અસ્તિત્વ જાણી શકીએ છીએ, એ આ દુનિયામાં પેદા થાય છે, અમુક અવધી સુધી ટકી રહે છે, અને પછી નાશ પામે છે. આ પ્રક્રીયા સતત ચાલતી રહે છે. અહીં નાશ પામે છે એ પ્રક્રીયાની ચોખવટ કરતાં ગીતા કહે છે કે કોઈપણ વસ્તુ સંપૂર્ણપણે નાશ પામતી નથી પણ એ પરિવર્તિત થાય છે. શરીરને બાળી મૂકવાથી એ અનેક ઘટકોમાં વહેંચાઈ જઈ અનેક અલગ અલગ તત્વો તરીકે વિશ્વમાં અસ્તિત્વમાં રહે છે. રસાયણશાસ્ત્ર પણ આપણને આ જ વાત કહે છે.
આ અધ્યાયનો ૩૮ મો શ્ર્લોક સમજવા જેવો છે.
“સુખમાં કે દુખમાં, લાભમાં કે હાનિમાં, જયમાં કે પરાજ્યમાં, કર્તવ્યથી વિમુખ ન થવું જોઈએ.”
૪૭ મો શ્ર્લોક ગીતાનો સૌથી વધારે જાણીતો શ્ર્લોક છે.
કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુર્ભુર્મા તે તે સંગોસ્ત્વકર્મણિ.
“કર્મ કરવાનું એ તારા હાથની વાત છે પણ એનું ફળ મળવાનું તારા હાથમાં નથી, માટે ફળની આશા રાખીને કોઈ કામ કરીશ નહિં, કે ફળ નહિં મળે સમજીને કોઈ કામ કરવાનું ટાળતો નહિં.’
આનાથી વધારે સ્પષ્ટ કઈ રીતે કહી શકાય, અને આ વાત સમજાવવામાં યુગો કેમ લાગી ગયા?
બીજા અધ્યાયમાં મને સમજાય અને મન તરત સ્વીકારી લે એવી વાત ૬૨ મા અને ૬૩ મા શ્ર્લોકમાં છે. ઈન્દ્રીયોથી ભોગવી શકાય એવી વસ્તુઓમાંથી મોહ જન્મે છે, મોહ માંથી ઈચ્છા જન્મે છે. ઈચ્છા પુરી ન થતાં એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધ મનુષ્યને ભ્રમિત કરે છે, ભ્રમિત બુધ્ધિ સત્યહકીકતનો અસ્વીકાર કરે છે, અને આમ મનુષ્ય વિનાશને નોંતરે છે.
૬૭ માં શ્ર્લોકમાં આ જ વાત વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે મન ઉપર જ્યારે ઈન્દ્રીયોનો કાબુ થઈ જાય છે, ત્યારે જેમ સાગરમાં તોફાનથી નાવ લક્ષ્યથી ભટકી જાય છે, તેમ આપણી બુધ્ધી પણ ભટકી જાય છે, અને શાંતિ અને સુખ સુધી પહોંચી શક્તા નથી.
મા દાવડાજીએ ખૂબ અગત્યની વાત સરળ ભાષામા સમજાવી જેવી કે-‘“સુખમાં કે દુખમાં, લાભમાં કે હાનિમાં, જયમાં કે પરાજ્યમાં, કર્તવ્યથી વિમુખ ન થવું જોઈએ. અને’ભ્રમિત બુધ્ધિ સત્યહકીકતનો અસ્વીકાર કરે છે, અને આમ મનુષ્ય વિનાશને નોંતરે છે.’યાદ આવે
ગાંધીજીએ પણ બધા શાસ્ત્રોનો સાર સાંખ્યયોગ ને માન્યો છે.તેમના મતે મોહાને વશ થઇ મનુષ્ય અધર્મને ધર્મ માને છે. પોતિકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે, દેહની અનિત્યતા અને પૃથકતા તથા આત્માની નિત્યતા અને તેની એકતા બતાવે છે. આમ, ભગવાન અર્જુનને સમજાવે છે કે મનુષ્ય કેવળ પુરુષાર્થનો અધિકારી છે, પરિણામનો નથી. આથી તેણે કર્તવ્યનો નિશ્ચય કરી, નીશ્ચિંત રહી તેને વિશે પરાયણ રહેવું જોઇએ. એવી પરાયણતાથી તે મોક્ષને સાધી શકે છે.
ઉપરાંત ૩૧મા તથા ૩૭મા શ્લોક દ્વારા લાભ-હાનિની વ્યવહાર દ્રષ્ટિનો મેળ તથા ૩૮મા શ્લોકને ગીતાનો મુખ્ય બોધનો પ્રવેશ ગાંધીજીએ ગણ્યો છે. વળી ૫૫મા શ્લોકમાં આનંદએ સુખથી નોખી વસ્તુ છે તેનું સુંદર ઉદાહરણ આપી આત્મસંતુષ્ટ રહી સ્થિતપ્રજ્ઞના લક્ષણ બહુ સરળ શૈલીમા સમજાવ્યા છે. ૫૯મા શ્લોકમાં ઉપવાસાદિની મર્યાદા સૂચવ્યા પછી ૬૯મા શ્લોકમા યોગી અને ભોગીના પંથ તેના આચાર દ્વાર નિરુપ્યા છે.
62-63- and 67 sloka worth meditating upon..thx for giving summary.
“ઈન્દ્રીયોથી ભોગવી શકાય એવી વસ્તુઓમાંથી મોહ જન્મે છે,……..up to ભ્રમિત બુધ્ધિ સત્યહકીકતનો અસ્વીકાર કરે છે, અને આમ મનુષ્ય વિનાશને નોંતરે છે.”
“૬૭ માં શ્ર્લોકમાં આ જ વાત વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે મન ઉપર જ્યારે ઈન્દ્રીયોનો કાબુ થઈ જાય છે, ત્યારે જેમ સાગરમાં તોફાનથી નાવ લક્ષ્યથી ભટકી જાય છે, તેમ આપણી બુધ્ધી પણ ભટકી જાય છે, અને શાંતિ અને સુખ સુધી પહોંચી શક્તા નથી.”

LikeLiked by 2 people
I have read jain phiolosophy book. Book says atma is prmatma. ,
LikeLike
62-63- and 67 sloka worth meditating upon..thx for giving summary.
“ઈન્દ્રીયોથી ભોગવી શકાય એવી વસ્તુઓમાંથી મોહ જન્મે છે,……..up to ભ્રમિત બુધ્ધિ સત્યહકીકતનો અસ્વીકાર કરે છે, અને આમ મનુષ્ય વિનાશને નોંતરે છે.”
“૬૭ માં શ્ર્લોકમાં આ જ વાત વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે મન ઉપર જ્યારે ઈન્દ્રીયોનો કાબુ થઈ જાય છે, ત્યારે જેમ સાગરમાં તોફાનથી નાવ લક્ષ્યથી ભટકી જાય છે, તેમ આપણી બુધ્ધી પણ ભટકી જાય છે, અને શાંતિ અને સુખ સુધી પહોંચી શક્તા નથી.”
sure we will keep this in mind always.
LikeLike