ચારણી સાહિત્ય – ૨ (ડો. અંબાદાન રોહડિયા)


ચારણી સાહિત્ય અને સંસ્કૃતિ

ચારણી સાહિત્યમાં સચવાયલી સામગ્રી સાંસ્કૃતિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની છે. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ આ સામગ્રી વગર અધૂરો છે. ખરી વિગતો અહીં સ્થાન પામી નથી, કેમકે રાજદરબારા અને લોકદરબારને જોડનાર ચારણ કવિઓએ ઘણી બધી એવી વિગતો કાવ્યાંકિત કરી છે, જેનો ઈતિહાસમાં ક્યાંય ઉલ્લેખ મળતો નથી. રાજા-મહારાજાઓ કે વિદ્વાનોથી દૂર વસેલા ગ્રામજનો, અરણ્યમાં વસતા માલધારીઓ કે છેવાડાના માનવીઓએ દાખવેલાળ શૌર્ય, ત્યાગ, બલિદાન, ચારિત્ર્યશીલતા અને માનવતાનાં ભરપૂર ઉદાહરણો મળે છે. માતૃભૂમિ, સ્વધર્મ, અબળા અને નિર્બળ્ના રક્ષણ માટે ક્ષત્રિયોની જેમ સમાજના અન્ય લોકો પણ લડ્યા છે, તેમની શહાદતને ચારણોએ અવશ્ય લાડ લડાવ્યા છે. આથી તો ચારણકવિઓએ કહ્યું છે કેઃ

“ઘરજાતાં, ધર્મ પલટતા, ત્રિયા પડન્ત તાવ;

 એ તીનો ટાણા મરણ રા, કોણ રંક કોણ રાવ.”

અવસર આવ્યે ખાંડાના ખેલ ખેલીને ધર્મ, ધરા અને અબળાનું રક્ષણ કરનારા શૂરવીરોને ચારણે નાત-જાત, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર બિરદાવ્યા છે, એ વેળાએ તેમણે ‘ગાયને વાળે (બચાવે) તે જ અરજણ’ અર્થાત ગાયને કસાઈ વાડે જતી બચાવે એ જ અર્જુન એવી વિશાળ દૃષ્ટિ દાખવી છે.

ચારણી સાહિત્યમાં આથી તો જોગડા ઢોલીની ઉદારતા અને વીરતાને, કાનિય ઝાંપડાની શૂરવીરતાને, વિરમાયાએ પાટણમાં લોકહિતાર્થે આપેલા બલિદાનને, સાંગા ગોડે આપેલી કામળીના કોલને કે દાદુ પઠાણે ચારણકવિ આસાજી-ઈસરદાસજીને કરેલી મદદને સરાહી છે. ચિત્તોડના લાખપશાવ ન સ્વીકારનારા કવિએ દાદુને અમર કરી દીધો, જુવોઃ

“ચિત્તોડે મન ચળ્યું નઈ, દેતાં લાખો દામ;

 બાંધ્યું બાલાગામ, દાણો પાણી દાદવા.”

અરે એક જત કન્યાને આશ્રય આપીને મોતને મીઠું કરનારા મૂળીના પરમારો હોય કે કાંધલજી મેરને આશ્રય આપી બલિદાનની રાહ પર ડગ ભરનારા વંથલીના નાઘોરીઓ હોય, ચારણી સાહિત્યમાં તેની કથાઓને ચારણે કાળજે કંડારી છે, સાંપ્રદાયિક કે ધાર્મિક વિવાદોની સામે માનવતાનો મહિમા વ્યક્ત કરતી આવી રચનાઓ આપણી સાંસ્કૃતિક એકતાનું યશોજ્જ્વલ ઉદાહરણ છે.

2 thoughts on “ચારણી સાહિત્ય – ૨ (ડો. અંબાદાન રોહડિયા)

 1. ચારણી સાહિત્ય વાંચવા કેટલા તૈયાર છે? જે છે એમને સમય છે? સમય લઈ એઓ સમજશે? તમારા પ્રયત્નનું મૂલ કરનારા કેટલા? આ કડવું લાગે તો થૂંકી દેજો ને મિઠ્ઠું લાગે તો મમળાવજો! અમારે તો હાચુ કે’વા જોઈએ ભઈ!

  Liked by 1 person

 2. ચારણકવિઓએ કહ્યું છે કેઃ
  “ઘરજાતાં, ધર્મ પલટતા, ત્રિયા પડન્ત તાવ;
  એ તીનો ટાણા મરણ રા, કોણ રંક કોણ રાવ.”
  “ચિત્તોડે મન ચળ્યું નઈ, દેતાં લાખો દામ;
  બાંધ્યું બાલાગામ, દાણો પાણી દાદવા.”
  આમા સત્ય રણકે છે
  બાકી
  સામાન્ય રીતે ઇતિહાસ અંગે કહેવઆય છે
  ફતેહ સરકરકી હોતી હૈ
  કબ્જા ઉનકા હોતા હૈ
  અકબર ઇલાહાબાદી

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s