અંતીમ પડાવ (પી. કે. દાવડા)


એવું નથી કે આપણને જીવનમાં કોઈ સારા વિચાર નથી આવ્યા. આપણે એનો અમલ મુલત્વી રાખવાની ટેવ પાડી, એનો અમલ રોકતા રહ્યા, અને આખરે પડતા મૂક્યા. જે લોકોએ તરત એનો અમલ કર્યો, એમાં ઝંપલાવ્યું, એ લોકો ઠેસ ઠેબા ખાઈને પણ એમાં આગળ વધ્યા, અને આખરે એક મૂકામ પર પહોંચ્યા.

એવી જ એક બીજી વાત. આપણી અંદર રહેલું અભિમાન, વાતચીત દરમ્યાન સામા માણસની વાત સાચી હોય તો પણ આપણી જ વાત સાચી છે એમ ઠસાવવા ઉશ્કેરાટભરી દલીલો કરીએ છીએ. આવું એટલા માટે થાય છે કે આપણે એની દલીલમાં રહેલી સચ્ચાઈને પચાવવા સમય નથી આપતા. થોડીવાર શાંતિથી વિચારીએ તો કદાચ આપણા જવાબમાં ઉશ્કેરાટને બદલે તર્કશુધ્ધી વધારે હોત.

સમગ્ર જીવન દરમ્યાન પરિસ્થિતિને વશ થઈ આપણે અનેક કાર્યો કરીએ છીએ. આમાના મોટા ભાગના કાર્યો વ્યાજબી જ હોય છે, પણ કેટલાક કાર્યો અણસમજ કે આવેશમાં કરેલા હોય છે. જીવનના અંતીમ પડાવ વખતે આપણે જ્યારે ભૂતકાળમાં સરી પડીએ છીએ, ત્યારે એમ લાગે કે એવું કરવું જરૂરી ન હતું, અથવા એમ ન કરત તો સારૂં થાત ! વરસો સુધી ઈન્કમટેક્ષમાં કાવાદાવા કરી માંડ બે ત્રણ લાખ રૂપિયા બચાવ્યા હશે, પણ એક દિવસ એક વેપારીને વ્યાજે આપેલા એક કરોડ રુપિયા ડૂબી ગયા. આજે થાય છે કે સીધેસીધું સાચું ઇન્કમટેક્ષ ભરી દીધું હોત તો શું ફરક પડત? આવી અનેક નાની મોટી વાતો માટે આપણને થોડો પસ્તાવો થાય. આ ભૂલોની વાત આપણે આપણા સંતાનોને કે આપણાથી નાની વયના લોકોને કહીએ, અને એ લોકો જો એને ધ્યાનમાં લે તો એમને કદાચ થોડો ફાયદો થાય.

મોટા ભાગના લોકો જીવનનો મોટો ભાગ ધર્મમાં અને ઈશ્વરમાં અરધી-પરધી શ્રધ્ધાથી ચલાવી લે છે. આ અંતીમ પડાવમાં એ થોડું ઊંડાણથી વિચારે છે. એમના મનમાં એવા પ્રશ્નો ઊઠે છે જેનો જવાબ ઇશ્વરના અસ્તિત્વ સિવાય બીજો કોઈ મળતો નથી. આમ તો મોટા ભાગના વૈજ્ઞાનિકો પણ ઇશ્વરના અસ્તિત્વમાં માને છે.

મોટા ભાગનું જીવન તો સમય અને સંજોગો અનુસાર પસાર થઈ ગયું. આ અંતીમ વરસો જો સજાગ થઈ જઈએ, તો ઘણાં સંતોષ સાથે આ જગતમાંથી વિદાય લઈ શકીએ.

7 thoughts on “અંતીમ પડાવ (પી. કે. દાવડા)

 1. મોટા ભાગના લોકો જીવનનો મોટો ભાગ ધર્મમાં અને ઈશ્વરમાં અરધી-પરધી શ્રધ્ધાથી ચલાવી લે છે. ,,મોટા ભાગના લોકો જીવનનો મોટો ભાગ ધર્મમાં અને ઈશ્વરમાં અરધી-પરધી શ્રધ્ધાથી ચલાવી લે છે

  લો આ વાંચો; ભગવાનની ફરિયાદ…..

  કેમનો પ્રસન્ન થઉ?

  વરસના વચલા દાડે તું મંદિરે જઉ
  બોલ, તારીપર કેમનો પ્રસન્ન થઉ?

  મારા ભક્તોને છોડી હું કેમનો રહું?
  બોલ, તારીપર કેમનો પ્રસન્ન થઉ?

  આરતીમાં ડોલર મૂકી વિચારતો હૌ!
  બોલ, તારીપર કેમનો પ્રસન્ન થઉ?

  લાઈન તોડી સૌની આગળ તું જઉ!
  બોલ, તારીપર કેમનો પ્રસન્ન થઉ?

  પૈસા ઉછીના માગી પાછા ના દઉ!
  બોલ, તારીપર કેમનો પ્રસન્ન થઉ?

  વાઘા છોડી કોઈની વેણીમાં જીવ હૌ
  બોલ, તારીપર કેમનો પ્રસન્ન થઉ?

  પંચાત પારકાની કરવા પાછળ રહું!
  બોલ તારીપર કેમનો પ્રસન્ન થઉ?

  વીકએન્ડમાં વળી કદી નોન-વેજ ખૌ
  બોલ, તારીપર કેમનો પ્રસન્ન થઉ?

  મુખમાં રામ ને ખિસ્સામાં છરી લઉ!
  બોલ તારીપર કેમનો પ્રસન્ન થઉ?

  ચીમન પટેલ ‘ચમન’/૧૪નવે’૧૮

  ******

  Liked by 3 people

 2. મા દાવડાજીની વાત-‘આ અંતીમ વરસો જો સજાગ થઈ જઈએ, તો ઘણાં સંતોષ સાથે આ જગતમાંથી વિદાય લઈ શકીએ.’ વિચાર વમળમા ઊંડા ચિંતન બાદ અમને આ પધ્ધતિ અપનાવવાનું તર્ક શુધ્ધ લાગે છે
  કાલ જારણમ્
  સ્નેહ સાધનમ્
  કટુક વર્જનમ્
  ગુણ નિવેદનમ અપનાવી રોજ રાત્રે સુતી વખતે વિચારવું કે હું મૃત્યુ શય્યા પર સુતો હુ અને પોતાની શ્રધ્ધા હોય તે મનમા જાપ કરતા સુઈ જવું .સવારે ઉઠતા સર્વશક્તિમાનનો પાડ માનવો કે આજે લાખો લોકો એ છેલ્લો શ્વાસ લીધો છે અને હૂં જીવીત છું તો હવેથી હું મારા જીવનમા સગુણાત્મક પરીવર્તન લાવીશ
  .
  આ પધ્ધતિએ
  મુખમાં રામ ને ખિસ્સામાં છરી લઉ!
  બોલ તારીપર કેમનો પ્રસન્ન થઉ?
  ચીમન પટેલ ‘ચમન’ અવગુણ ઑછા થશે અને સગુણાત્મક પરીવર્તન થશે

  Liked by 2 people

 3. ઘડપણ આવે એટલે જીવનનો છેલ્લો પડાવ આવ્યો કહેવાય.જન્મ,બાળપણ કિશોર અવસ્થા,યૌવન અને છેલ્લો તબક્કો એટલે ઘડપણ.ઘડપણ પછી પાછા વળવાનું છે નહીં.હવે તો એક જ રસ્તો બાકી રહે છે જે મૃત્યુ તરફ જાય છે.આ પડાવ આવે એ પહેલાં આપણી સામાજિક જવાબદારીઓ લગભગ પૂરી થઈ ગઈ હોય છે . છેવટે જે બાકી રહે છે એ છે પ્રભુના દરબાર તરફ જવાનો રસ્તો .વૃદ્ધાવસ્થા વિષે મારી એક અછાંદસ રચના નીચે પ્રસ્તુત છે.

  આવીને ઉભો રહ્યો દ્વારે,
  અડીયલ આ બુઢાપો !

  આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી, ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .
  એક વણનોતર્યા મહેમાન સરીખો,
  આવીને ઉભો રહ્યો મારા દ્વારે,
  આ અડીયલ બુઢાપો.

  હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા
  વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,
  એક દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા .
  શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો
  કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,
  જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.
  જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,
  પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.
  વીતેલ કાળની ખેતીમાં વાવેલ સૌ પાકોને,
  હોંસથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા.
  જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે
  હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,
  મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,
  મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .
  મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,
  તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,
  સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !.

  —- વિનોદ પટેલ

  Liked by 2 people

 4. મા સુજાએ એક લીટી લખી તેની સંપૂર્ણ કવિતા
  માણવા જેવી છે
  જીવનમેં એક સિતારા થા
  માના વો બેહદ પ્યારા થા
  વહ ડૂબ ગયા તો ડૂબ ગયા
  અંબરકે આનંદકો દેખો
  કિતને ઇસકે તારે ટૂટે
  કિતને ઇસકે પ્યારે લૂટે
  જો છૂટ ગયે ફિર કહાં મિલે
  પર બોલો ટૂટે તારોં પર
  કબ અંબર શોક મનાતા હૈ?
  જો બીત ગયી સો બાત ગયી

  જીવનમેં વહ થા એક કુસુમ
  થે ઉસ પર નિત્ય નિછાવર તુમ
  વહ સૂખ ગયા તો સૂખ ગયા
  મધુવનકી છાતીકો દેખો
  સૂખી કિતની ઇસકી કલિયાં
  મુરઝાયી કિતની વલ્લરીયાં
  જો મુરઝાયી વો ફિર કહાં ખીલી?
  પર બોલો સૂખે ફૂલોં પર
  કબ મધુવન શોર મચાતા હૈ?
  જો બીત ગયી સો બાત ગયી

  જીવન મેં મધુકા પ્યાલા થા
  તુમને તન મન દે ડાલા થા
  વહ ટૂટ ગયા તો ટૂટ ગયા
  મદીરાલયકે આંગનકો દેખો
  કિતને પ્યાલે હીલ જાતે હૈં
  ગિર મિટ્ટીમેં મિલ જાતે હૈં
  જો ગિરતે હૈં કબ ઊઠતે હૈં
  પર બોલો ટૂટે પ્યાલોં પર
  કબ મદીરાલય પછછાતા હૈ
  જો બીત ગયી સો બાત ગયી

  મૃદુ મિટ્ટીકે હૈં બને હૂએ
  મધુ ઘૂટ ફૂટા હી કરતે હૈં
  લઘુ જીવન લેકર આયે હૈં
  પ્યાલે ટૂટ હી કરતે હૈં
  ફિર ભી મદીરાલયકે અંદર
  મધુકે ઘટ હૈં, મધુ પ્યાલે હૈં
  જો માદકતા કે મારે હૈં
  વે મધુ લૂટા હી કરતે હૈં
  વો કચ્ચા પીને વાલા હૈ
  જિસકી મમતા ઘટ પ્યાલોં પર
  જો સચ્ચે મધુ સે જલા હુઆ
  કબ રોતા હૈ, કબ ચિલ્લાતા હૈ
  જો બીત ગયી સો બાત ગયી
  – હરિવંશરાય બચ્ચન ની જાણીતી કવિતા

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s