સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૨ (ડો. ભરત ભગત)


બ્લડ બેંક

સાચો શિક્ષક માત્ર શિક્ષણ પૂરતી જ પોતાની જાતને મર્યાદિત નથી કરતો પરંતું માનવજીવનને સુખમય બનાવવા અનેક ક્ષેત્રોમાં પોતાની જાતને વિસ્તારી દે છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે એ પથદર્શક હોય છે પરંતું સમાજના ઘડતરમાં એ માર્ગદર્શક હોયછે. સમસ્યાઓના સમાધાન માટે ખુદ આગળ પગલું માંડી સહુને દોરી જાય છે. આવું જ બન્યું ભાવનગરના શિક્ષક શ્રી સંજયભાઈ દેસાઈ દ્વારા.

          સન 1974-75માં પોતાનું વ્યવસાયિક કામ સાંજે 6.30 કલાકે પૂરું થાય એટલે મિત્રો સાથે સર તખ્તસિંહ હોસ્પિટલમાં દાખલ થયેલાં અને લાંબો સમય માટે રહેનારા દર્દીઓને ટીફીન આપવા પહોંચી જાય. સગા જમે અને ટીફીન સાફ થાય એ દરમ્યાન આ મિત્રો હોસ્પિટલના પ્રશ્નો જુએ, વિચારે અને સમજે. આ બધાનું એક તારણ આવ્યું કે આપત્તિ કે અકસ્માત સમયે, માંદગી કે પ્રસુતિના સમયે લોહીની ખૂબ જરૂર પડે છે. બ્લડ બેન્ક ના હોવાના કારણે તબીબો અને દર્દીઓ ઘણી મુશ્કેલીઓ અનુભવતા હતા. આ મિત્રોએ સ્વૈચ્છિક રક્તદાન આપવાનું શરૂ કર્યું. હોસ્પિટલમાં ગ્રુપ સાથેનું રક્તદાતાઓનું લીસ્ટ તૈયાર થયું એટલે સમસ્યાઓનો થોડો ભાર ઘટ્યો. આ યુવાનોના ગ્રુપમાં એક બહેન માઈક્રોબાયોલોજીસ્ટ હતા એટલે એમણે સૂચવ્યું કે મને થોડી સહાય અને જગ્યા આપો તો હું દર્દી અને દાતાના રક્તનું મેચીંગ કરી આપું. એ પછી તમે તરત જ દર્દીને લોહી ચઢાવી શકશો. હ. મ. મુન્શી ટ્રસ્ટે એમને એક રૂમ આપ્યો અને એમની બ્લડ બેન્ક અનૌપચારિક રીતે શરૂ થઈ. શરૂઆતથી જ તેઓ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને સલામત રીતે કાર્ય કરતાં હતા.

          1983 -84 પૂ. મોરારિબાપુએ એમને તથા બીજા પાંચ – છ ટ્રસ્ટોને એક જ નેજા હેઠળ કથા આયોજન કરવા સહમતી આપી જેના પરિણામે એ જમાનામાં તેઓ રૂપિયા 25 લાખ એકઠા કરી શક્યા.એમના ભાગમાં આવેલ રકમથી એમણે હોસ્પિટલમાં જ રક્તદાન માટેના સાધન સામગ્રી લાવી વધુ સગવડભરી બ્લડ બેન્ક બનાવી. આવી નાનકડી શરૂઆત કરનાર યુવાનોએ 1984 – 85 માં અલાયદી સ્થાપેલી ભાવનગર બેન્ક આજે દર વર્ષે દસ હજારથી વધુ રક્તદાન મેળવી માત્ર ભાવનગર જ નહીં પરંતું આજુબાજુના અનેક ડીસ્ટ્રીક્ટને સહાયરૂપ થાય છે.અદ્યતન સાધનોથી સજ્જ, નિષ્ણાંત તબીબો અને ટેકનીકલ ટીમ તથા સમર્પિત કાર્યકર્તાઓના સાતત્યપૂર્ણ પ્રયાસોથી આ બેન્ક એક આદર્શ બેન્ક તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે અને સરકાર દ્વારા સન્માનિત પણ થઈ છે. મૂંગે મોંઢે, સહજ કરૂણા અને પ્રેમથી પાક્કા પ્રતિબધ્ધ ટ્રસ્ટીઓ દ્વારા કાર્ય કરતી ભાવનગર બ્લડ બેન્ક દ્વારાસમાજકાર્ય કરતી સંસ્થા આજે આદર્શ બની ગઈ છે. તેમની આ પ્રગતિની વાતો એના પાયાના કાર્યકર સંજયભાઈના મુખેથી સાંભળીએ : “ અમે તબીબ નહીં એટલે આ વિષયનું જ્ઞાન નહીં પરંતું અમારો નિર્ણય ર્દઢ હતો. તબીબોને મળીએ ત્યારે માત્ર ભયસ્થાનો જ દેખાડી ડર ઊભો કરે પરંતું અમારા હૈયામાં હામ હતી. તબીબોને વિનવ્યા કે તમે માર્ગદર્શન આપો બાકી જે થશે તેને માટે અમે જવાબદાર. આવી બાંહેધરીઓ આપી એટલે તબીબોએ સતત માર્ગદર્શન આપ્યું અને આજે અમે સંપૂર્ણ સુવિધાઓ, સાધનો અને અત્યાનુધિક યંત્રોથી સજ્જ છીએ. રક્તદાન માટેની જાગૃતિ માટેનું અભિયાન શરૂ કર્યું જેમાં સમાજમાં એક સંદેશ આપ્યો કે રક્ત એ માનવીના શરીરમાં રહેલું જાદુઈ રસાયણ છે જે ફેકટરીમાં કે લેબોરેટલીમાં તૈયાર કરી શકાતું નથી. અમે જોયું કે દર્દીના સગા જ્યારે રક્તદાનની જરૂર પડે છે ત્યારે અનેક કારણો આપી ખસી જાય છે જે યાગ્ય નથી. પોતાની ફરજ સમજી, જેઓએ બ્લડબેન્કમાંથી રક્ત મેળવ્યું હોય એ બધાં જ દર્દીઓના સગાઓમાંથી માત્ર દસ ટકા જ રક્તદાન કરે તો બધી ઉણપો દૂર કરી શકાય. રક્તદાન શા માટે, કેવી રીતે અને આપનારને શું શું થાય અને શું શું ના થાય એ અમે વિશાળ પાયે સમજાવવાનું શરૂ કર્યું. બાળકોમાં નાનપણથી જ રક્તદાન માટે હકારાત્મક વૃત્તિ આવે તે માટે રક્ત વિષેના 75 પ્રશ્નોની હરિફાઈઓ શાળામાં ગોઠવી ઈનામો આપવા માંડ્યાં. આ ઝુંબેશનો અમને ખૂબ સુંદર પ્રતિભાવ મળ્યો. વિપુલ માત્રામાં સાહિત્યનું વિતરણ, ચર્ચાઓ, ચર્ચાવર્ગોથી લોક જાગૃતિમાં વૃધ્ધિ અનુભવી.”

          આ બલ્ડબેન્કની મારી વ્યક્તિગત મુલાકાત સમયે અહીં જે જોયું તે ખૂબ પ્રસ્ન્નતાજનક હતું. શાંત વાતાવરણ, જરાય દેખાવ કે ભભકો નહીં, રક્તદાતાઓ માટે પૂરતી સગવડ, સ્કીલ્ડ સ્ટાફ અને અદ્યતન મશીનો જોઈને જીવને ટાઢક અનુભવાઈ. સંજયભાઈને મશીન માટે પૂછતાં જ કહ્યું : “ હમણાં જ અમે એલાઈગા અને ઓટો ક્રોસ મેચ જેવા રોબોટીક મશીન 87 લાખના ખર્ચે વસાવ્યા છે. રક્તદાતાના બ્લડની એચ.આઈ.વી., સીફીલીસ, હિપેટઈટીસ-બી, સી, મેલેરીયા જેવા રોગોની તપાસ ઓટોમેટીક થાય અને એક સાથે 92 જણના ટેસ્ટ થઈ શકે. ઓટોક્રેસ મશીનથી 22 જ મિનીટમાં ક્રોસ મેચીંગ થાય. માનવીય ભૂલોમીટાવી શકાય એવા આ મશીન છે જે ઓછા સમયમાં, ઓછા ખર્ચે સારું પરિણામ આપે છે.

ઘણાં લોકોના શરીરમાં 2.5 લાખથી વધુ પ્લેટલેટ્સ હોય તો એફેરસીસ મશીનથી અમે માત્ર પ્લેટલેટસ જ લઈએ બાકીનું રક્ત અને બીજા કણો એમ જ રહે. એટલે આવા રક્તદાતા અમને માત્ર 70 મિનીટમાં જ એકલા પ્લેટલેટ્સ આપે. રક્તકણ ટેસ્ટ કરતાં મશીનથી માત્ર 6 જ મિનિટમાં અમે થેલેસેમીયાનો ટેસ્ટ કરીએ છીએ જ્યારે ટી.એસ. મશીન થેલેસેમીયાના દર્દીમાં વારંવાર લોહી ચઢાવવાથી લોહતત્વ જમા થાય છે તેને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત રેફ્રીજરેટેડ સેન્ડ્રીફ્યુઝ, – 40 ડીગ્રીએ પ્લાઝમાને સાચવતા મશીનો પણ અમે વસાવી શક્યા છીએ.

મનેપ્રશ્ન થયો કે આ બ્લડબેન્કમાં આટલું બધું રક્તદાન કેવી રીતે આવતું હશે, કેવી રીતે સચવાતું હશે અને વિવિધ કોમ્પોનેન્ટ કેવી રીતે અને કેટલો સમય સચવાતા હશે ? આ બધા પ્રશ્નોનો સંજયભાઈએ સઘન ઉત્તર આપ્યો : “ દર વર્ષે 200 થી 220 કેમ્પ્સ કરીએ છીએ. એકલા પ્લેટલેટ્સનું દાન મળે તે પાંચ કલાકમાં ચઢાવવું પડે. છૂટા પાડેલા રક્તકણો 30 -32 દિવસ સચવાય, પ્લાઝમાને -46° ડીગ્રીએ ફ્રોઝન કરી એક વર્ષ સચવાય – ફ્રેશ બ્લડની ક્યારેક જ જરૂર પડે ત્યારે મોટા ભાગે હવે કોમ્પોનન્ટ જઅપાય છે એટલે કોમ્પોનન્ટ છૂટા પાડી આપવાનું કામ સરળ બન્યું છે કારણકે તે વધારે લાંબો સમય સાચવી શકાય છે. અમારી રોજીંદી કાર્યવાહીમાં બ્લડ ડોનેશન મોટીવેશન, કલેકશન, સંગ્રહ અને વિતરણ છે. તદ્દઉપરાંત અમારા મહુવા, તળાજા, કળસાર, ધંધૂકા, પાલિતાણામાં સરકાર માન્ય સ્ટોરેજ છે. એટલે એ વિસ્તારના લોકોને બ્લડની સુવિધાઓ તરત જ મળે છે.

સામાન્ય રીતે આ કાર્ય મોટો ખર્ચ માંગી લે છે પરંતું આ બ્લડબેન્ક સરકારે નક્કી કરેલા ચાર્જથી પણ ઓછા દરે કામ કરે છે તેમાં યે થેલેસેમિયાના દર્દીઓને વિનામૂલ્યે બ્લડ ચઢાવી આપે છે અને છતાંય અદ્યતન સાધનોથી સજ્જ રહી કામ કરે છે તે ખરેખર આશ્ચર્યજનક લાગ્યું.

થેલેસેમિયા એક એવી અનુસાંગિક બિમારી છે જેમાં બાળકને જન્મ પછી થોડાં જ મહિનાઓમાં વારંવાર લોહી ચઢાવવું પડે. શરૂઆતમાં બે મહિને, પછી દર મહિને અને પછી તો પંદર – વીસ દિવસે લોહી ચઢાવવું પડે. એવી કપરી પરિસ્થિતિને હલ કરવાનું કાર્ય આ ટ્રસ્ટે ઉપાડી લીધું છે. ખાસ અલાયદી જગ્યા લઈ થેલેસેમિક બાળકો માટે રક્ત ચઢાવવાની સગવડ ઉભી કરી છે જેમાં પેશન્ટ આવે કે તરત તેનું હિમોગ્લોબીન ચેક થાય, ક્રોસ મેચીંગ થાય અને બાળક કમ્ફર્ટેબલ રહે તેવી રીતે બ્લડ ચઢે. આજે 265 બાળકો આ સેવાનો લાભ વિના મૂલ્યે લઈ રહ્યાં છે. તદ્દઉપરાંત આવા બાળકોમાં લોહતત્વ વધી જાય તે નુસશાનકારક હોવાથી તેને ખૂબ ભારે ખર્ચ વાળીડેફરાસાયટોક્સ ટેબલેટ અહીં વિનામૂલ્યે અપાય છે. ક્યારેય કોઈને ઈન્ફેકશન નથી થયું કારણકે અહીં ઝીરો હ્યુમનટચ યંત્રો ઉપલબ્ધ છે. LIC અને SBIની મદદ તો મળે છે પરંતુંસંસ્થાની સેવા પ્રવૃત્તિની ફોરમ એટલી પ્રસરી છે કે સમાજ છુટા હાથે સહાય આપે છે જેથી સંસ્થા સ્વનિર્ભર બની શકી છે.

 

4 thoughts on “સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૨ (ડો. ભરત ભગત)

  1. રક્તદાન અંગે પ્રેરક લેખ બદલ ધન્યવાદ
    રક્તદાનમહાદાન, ટીપે ટીપે જીવનદાન હવે ઘણાએ સ્વીકાર્યું છે છતા હજુ ભણેલા ગણેલા લોકોને પણ પૂરતી માહિતીના અભાવે રક્તદાન કરવાનું આવે તો આઘાપાછા થતા જોયા છે તો ઘણા એ રક્ત , બોનમૅરો,વાળ,નેત્ર ,વિર્ય ,સ્ત્રીબીજ અને દેહ દાન સ્વીકાર્યા છે

    Like

  2. shri. dr. bharat bhai. i had read all your articles, on your own institute in ahmedabad. now this 2nd chapter, read and my mind say me give some donation. how send donation in $. they accept $ check? beacuse i was send 3 different institute dollar check. they all are return back to me. due to indian govt. law. i don’t have rupees a/c with indian bank. if you have some information pl. provide with address on DAVDA NU AGNU. THANK YOU.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s