કૃપા (હઝલ) -કિરણ ચૌહાણ


ઘર અમારા ઈંટ, રેતી, પથ્થરોની છે કૃપા,
કાંકરી ખરતી રહે, એ બિલ્ડરોની છે કૃપા.

યાદમાં તારી અમે જાગી રહ્યા એવું નથી,
માંકડોની મહેરબાની, મચ્છરોની છે કૃપા.

આગમન તારું થયું, સૌરભ બધે ફેલાઈ ગઈ,
આ વિદેશી કંપનીના અત્તરોની છે કૃપા.

ચોર ! તેં બુઠ્ઠી છરીનાં જોર પર ચોરી કરી,
ગામનાં સૌ મૂછવાળા કાયરોની છે કૃપા.

શાયરીઓ, જે પ્રણયના ગેરલાભો સૂચવે,
પ્રેમમાં નિષ્ફળ ગયેલા શાયરોની છે કૃપા.

કિરણ ચૌહાણ

2 thoughts on “કૃપા (હઝલ) -કિરણ ચૌહાણ

 1. શાયરીઓ, જે પ્રણયના ગેરલાભો સૂચવે,
  પ્રેમમાં નિષ્ફળ ગયેલા શાયરોની છે કૃપા.
  વાહ્
  યાદ આવે
  તેમનો એક બહુ જ મજાનો મત્લા યાદ આવે છે.
  સુખ ગયું ‘તું એ જ … દરેક સ્થિતિમાં ખુશી જોવી,
  દરેક વાતની મજા લેવી
  એ તો ખરું જ પણ એ બધામાં ઈશ્વરની કૃપા જોવી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s