સમય અને અંતર સાપેક્ષ-Relative છે.આ બ્રહ્માંડમાં જો કોઈ absolute-નિરપેક્ષ હોય તો તે માત્ર પ્રકાશ છે, જે 1 sec માં 3 લાખ km.અંતર કાપે છે. આઇન્સ્ટાઇને સાપેક્ષવાદને સમજાવવા બે theory આપી છે.
Special theory of Relativity
General theory of Relativity.
Special theory of Relativityમાં તેમણે એક સૂત્ર આપ્યું. E=mc2. આ સૂત્ર છે નાનું, પણ ઘણું બધું કહી જાય છે. આ નાનકડા સૂત્રમાં સમગ્ર બ્રહ્માંડનો સાર આવી જાય છે. આ સૂત્ર પોતાનામાં જ એક સાહિત્ય છે. એક એવી કવિતા જે શાંતિ માટે ગવાય તો દુનિયામાં સ્વર્ગ ખડું કરે અને યુદ્ધ માટે વપરાય તો દુનિયામાં નરક ખડું કરે.
તેનું મહત્વ સમજવા એક ઉદાહરણ જોઈયે.
સૂર્યમાં આટલી ઉર્જા હોવાનું કારણ તેમાં સતત ચાલતી Thermo Nuclear Fusion પ્રક્રિયા છે, જેમાં ૪ હાયડ્રોજનના અણુ ભેગા થઈ એક હિલીયમનો અણુ બને છે. ધારોકે ૪ હાયડ્રોજનનું કુલ વજન ૧ કિ. ગ્રા. થતું હોયતો તેમાંથી બનતા હિલીયમનું વજન પણ ૧ કિ.ગ્રા. થવું જોઈએ. પરંતુ તે ૯૯૩ ગ્રામ થાય છે. તો આ ૭ ગ્રામ વજનમાં થતો ઘટાડો ક્યાં ગયો? આ ૭ ગ્રામ વજનમાંથી ઉર્જા બની. આઈનસ્ટાઈને કહ્યું હતું, કે “If a body releases the energy E in the form of radiation its mass m is decreased by E/C2 where C is speed of light.” આ વાતને વૈજ્ઞાનિકોએ આઈનસ્ટાઈનઈ ઐતિહાસિક ફોર્મ્યુલા E = mC2 ના રૂપમાં સ્વીકારી લીધી.
બીજા વિશ્વયુદ્ધમાં હિરોશીમા અને નાગાસાકી પર જે બે અણુબોમ્બ ફેંકાયા,તે આ ફોર્મ્યુલા મુજબ જ બન્યા હતા.
અમેરિકાએ છઠ્ઠી ઓગસ્ટ, ૧૯૪૫ ના હીરોસીમા ઉપર લીટલબોય નામનો અણુબોમ્બ નાખ્યો. આ બોમ્બમાં ૧૪૦ પાઉન્ડ યુરેનીયમ હતું, એમાંથી માત્ર બે પાઉન્ડ જ વપરાયું હતું. ૧૫૦૦૦ ટન TNT જેટલું બળ પેદા થયું હતું. આના ઉપરથી પદાર્થમાં કેટલી શક્તિ છે એનો ખ્યાલ આવી જશે.
2 thoughts on “અખિલ બ્રહ્માન્ડમાં – ૧૨ (પી. કે. દાવડા)”
મા દાવડાજીએ ફોર્મ્યુલા E = mC2 ખૂબ ગૂઢ વિષય સરળ કરરી સમજાવ્યો પણ આ વાત ખોટી સાબિત થઇ તે વાત સમજાવશોજી
.
E=mc2 is Wrong – Einstein’s Special Relativity Fundamentally Flawed. … It is time therefore, for science to update its thinking on this theory with a comprehensive
મા દાવડાજીએ ફોર્મ્યુલા E = mC2 ખૂબ ગૂઢ વિષય સરળ કરરી સમજાવ્યો પણ આ વાત ખોટી સાબિત થઇ તે વાત સમજાવશોજી
.
E=mc2 is Wrong – Einstein’s Special Relativity Fundamentally Flawed. … It is time therefore, for science to update its thinking on this theory with a comprehensive
LikeLiked by 1 person
you explained very nicely but pragnya bahen has point which if you can elaborate later as special article -will be grateful.
LikeLike