છત્રીસીમાં પ્રવેશેલી ડોક્ટર શ્વેતાંગી પ્રસિદ્ધિના શિખરે હતી. એના પ્રવચનો સાંભળવા પ્રતિષ્ઠીત માણસો આવતા. શ્વેતાંગી એક અનોખા પ્રકારની સાધવી હતી. એણે માનસશાસ્ત્રમાં પી.એચ.ડી કર્યું હતું, એ બોલતી અને શ્રોતાઓ મંત્ર મુગ્ધ થઈને સાંભળતા. એની વાક્છટામાં એક ખાસ પ્રકારનું માસ મેસ્મેરિઝમ હતું. વિષય ગમે તે હોય, વાત ગમે તેવી સીધી, સાદી અને સામાન્ય હોય પણ જ્યારે એના મોંમાંથી એ બહાર નીકળે ત્યારે એ જીવનની મહત્વની વાત બની જતી અને શ્રોતાઓ ભાવુક થઈને સાંભળતા સાંભળતા. સંમોહિત થઈ જતા. યુવાન, સુંદરીને કેટલાક ભક્તો કે ફેન શ્વેતાંગીમા કહેતાં. શ્વેતાંગી હમેશાં સફેદ સાડી પહેરતી. માથાના કેશ કદીએ બંધાયા ન હતાં. છૂટ્ટા કાળા ભમ્મર લાંબા કેશમાં હમેશા સફેદ મોગરાનો ગજરો લટકતો.
નારી શક્તિ અભિયાનની મોટી સમર્થક હતી. એણે એક મિશન શરૂં કર્યું હતું. “બ્રહ્મચારી ભારત”. એ પ્રચારતી કે આખા ભારતમાં દશ વર્ષ સુધી એક પણ વધારાના બાળકની જરૂર નથી. જો વસ્તી નિયંત્રણ ન થાય તો ઉભરાતી વસ્તી તમામ વિકાસને ભરખી જશે. મહિલાઓએ જ બ્રહ્મચર્ય અપનાવવાની જરૂર છે.
શ્વેતાંગી એની માતાનું તેરમું બાળક હતી. એનો જન્મ આપી એની મા ગુજરી ગઈ હતી. એણે એની માતાનું મોં પણ જોયું નહતું. પિતાએ પંદર દિવસમાં જ બીજા લગ્ન કર્યા હતા. એની એક પરણેલી બહેન, તાજી જ જન્મેલી શ્વેતાંગીને પોતાને ઘ્રેર લઈ ગઈ હતી. પ્રેમથી નાની બહેનને દીકરીની જેમ ઉછેરી. શ્વેતાંગીનીની દશ વર્ષની ઉમરમાં એના પંચાવન વર્ષના બાપ સમાન બનેવીએ બળાત્કારની કોશીશ કરી. એની બહેનને ખબર પડી. બીજી સવારે આડોસ પાડોસના લોકોએ એટલું જ જાણ્યું કે ભગવાનદાસ શેઠનું રાત્રે હાર્ટએટેકથી અવસાન થયું છે. માત્ર ભગવાન જ જાણતા હતા કે હાર્ટ એટેક ન હતો; બન્ને બહેનોએ જ ઉંઘતા શેઠના મોં પર ઓશિકું દબાવ્યું હતું અને શેઠજી થોડા તડફડિયાં પછી કાયમને માટે શાંત થઈ ગયા હતાં. આમ પણ ભગવાનદાસ હૃદયરોગના દરદી તો હતા જ. વિમાના અધળક નાણાં મળ્યા. મોટી બહેને શ્વેતાંગીને ભણાવી. સુંદર હતી. વક્તૃત્વ શક્તિ કુદરતે બક્ષી હતી. પુરુષોને વાસનાના કીડા માનતી થઈ ગઈ હતી. આમ છતાં એના ઓડિયન્સમાં મહિલાઓ કરતાં પુરુષો જ વધારે જણાતા. કારણ હતું ભડકે બળતું એનું પુખ્ત યૌવન. શ્વેતાંગીની ભલે સાધ્વી કે કે બ્રહ્મચારિણી હતી પણ એનું રૂપ અને દેહલતા “સેક્સી” જ હતી.
એ હાથમાં માઈક લઈને સ્ટેજના એક ખૂણા પરથી બીજા ખૂણા પર ફરતી રહીને પ્રવચન કરતી. એનું વાયરલેશ માઈક પણ સફેદ હતું. એના જીવનનો સપ્તરંગી પ્રકાશ એકમેક સાથે વિંટળાઈને શ્વેત થઈ ગયો હતો. એણે એની આજુબાજુ સેવિકાઓનું મજબુત કવચ રચી દીધું હતું. એની મેનેજર મીરાંજ બધા પ્રોગ્રામનું આયોજન કરતી. એ પોતે અને એની બધી જ સેવિકા સખીઓ બ્રહ્મચારિણીઓ હતી એમ કહેવાતું અને મનાતું હતું. કહેવાતું હતું કે બાર વર્ષની ઉમ્મર પછી શ્વેતાંગીએ કોઈ પણ પુરુષનો સ્પર્શ કર્યો ન હતો. પોતાના સગા ત્રણ ભાઈઓને રાખડી પણ બાંધી ન હતી. પુરૂષ માત્ર અસ્પૃશ્ય હતા.
એ શ્વેતાંગી આજે એકદમ વિહ્વળ થઈને એના રૂમમાં આંટા મારતી હતી. એ કાળીયા બદમાશની એ હિમ્મત? સ્ટેજ પર આવીને પાંચસો માણસોની હાજરી વચ્ચે એના હોઠ પર તસતસતું ચુંબન ચોંટાડી જાય. પાછો કાનમાં કહેતો જાય કે “આઈ’લ સી યુ. ઈન યોર રૂમ ટુ નાઈટ હું તને મારી રીતે શણગારીશ.”
એની સભા સફેદ સભામાં કહેવાતી. એક વણ લખ્યો, નહિ કહેવાયલો નિયમ થઈ ગયો હતો. સભામાં આવતા દરેક શ્રોતાજનો સફેદ વસ્ત્રો પહેરીને જ આવતાં. કોઈ રંગીન કપડાં પહેરીને આવતું તો એમને છેક પાછળ બેસવુ પડતું. પણ આ એક નંગ એવો હતો કે કાયમ કાળો પેન્ટ અને કાળું ટી શર્ટ પહેરીને આવતો. દરેક સભામાં એ વીઆઈપીની પહેલી હરોળમાં જ બસતો. અમદવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય કે સુરત હોય. ભાગ્યેજ એ ગુજરાતની એક પણ સભા ચૂક્યો હશે. છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી ચાલીસ પિસ્તાળીસ સભામાં હાજરી આપી હશે. વક્તવ્ય શરૂ થાય એટલે એ આવતો, બસતો. કોઈક વાર એ એની ખુરસી છોડી સ્ટેજ ના એક ખૂણા પાસે આવી ઉભો રહેતો.
શ્વેતાંગી ભલે એને કાળીયો કહે પણ કે કાળો તો ન જ હતો. માત્ર કાળો પેન્ટ અને કાળું ટીશર્ટ પહેરીને આવતો એટલે જ એ સફેદ ઑડિયન્સમાં કાળો અને અલગ તરી આવતો. એ હેન્ડસમ હતો. શ્વેતાંગીને એનું નામ ખબર ન હતું. મનમાં એ કોણ છે એ જાણવાની ઈચ્છાતો થતી પણ અહમ આડે આવતો. ચોક્કસપણે એ એના પ્રવચનો માટે નહોતો આવતો. એ સ્પષ્ટ હતું કે એ શ્વેતાંગીને જોવા જ આવતો હોવો જોઈએ. એક પ્રવચનમાં એ દેખાયો નહિ. પ્રોગ્રામને અંતે એનાથી મીરાંને કહેવાઈ ગયું “આજે બ્લેક મેન કેમ ન દેખાયો?”
બસ થઈ રહ્યું. મીરાંએ સહેલીઓને બોલાવીને સુચના આપી કે આપણી લીડર પોતાની જાત પરનો કાબુ ગુમાવી રહી છે. આપણી આયર્ન લેડી પ્રેમમાં પડશે, લગ્ન કરશે, બ્રહ્મચર્ય ભંગ થશે પછી રબડી દેવીની જેમ એક ડઝન બચ્ચા પેદા કરશે. ભારતની વસ્તી વધશે. મીરાં અને બધી સેવિકા સહેલીઓએ શ્વેતાંગીની ખુબ મજાક ઉડાવી હતી. અને તે સમયે મનમાં સળવળતા કીડાને કચડી નાંખીને તેણે કહ્યું હતું કે એ કાળીયો માય ફૂટ. હું કોઈની રાહ જોતી નથી. એ જુઠ્ઠું બોલી હતી.
અને આજે એ બ્લેક ડ્રેસમેન અચાનક સ્ટેજ પર આવીને હોઠ ચૂમી ગયો. રાત્રે રૂમ પર આવવાનો છે. શ્વેતાંગી જ્યારે પ્રવચન પ્રવાસમાં હોય ત્યારે એને માટે સ્પોંસર શહેરની સારામાં સારી હોટેલમાં લક્ઝરી રૂમ બુક કરાવતાં. એ એના લક્ઝરી હોટલ રૂમમાં આંટા મારતી હતી. ક્યારે આવશે કેવી રીતે આવશે એની ખબર ન હતી. કાંઈ અજુગતું ન બને એ ખાતર એણે મીરાંને બોલાવી હતી. હોટેલ મેનેજરને સૂચના આપી હતી કે કોઈ પણ વ્યક્તિને મારા રુમમાં આવવા દેવી નહિ.
‘અમારા બોસ સત્યમ શેઠ, હોટલના માલિક આપને મળવા માંગે છે. કેટલીક બિઝનેશ અંગેની વાતો કરવા માંગે છે. તમને એ મળી શકે?’
‘બિઝનેશ અંગેની બધી વાતો મીરાં મેડમ સાથે કાલે સવારે કરી શકશો.’
‘મેમ, આ વાત આ હોટેલના માલિક સત્યમજી તમારી સાથે જ કરવા માંગે છે’
‘શ્વેતાંગી, એને આવવા દે. એક પુરૂષની હાજરી હશે તો તારો રોમિયો આવતાં વિચારશે.’ શિવાંગીએ સલાહ આપી.
‘ઓકે. ભલે સત્યમજી આવી શકે છે.
અને ડોર બેલ રણક્યો.
સામે હોટલ મેનેજર એક નવયુવાનની સાથે ઊભો હતો. જે હમેશા કાળા પેન્ટ શર્ટમાં આવતો તે જ આજે સફેદ સૂટમાં હતો. એના હાથમાં ફ્લાવર બુકે હતો અને બીજા હાથમાં એક બ્રીફકેશ હતી.મેનેજરના બન્ને હાથમાં બે મોટી બુક કેસ હતી.
મેનેજર બન્ને બ્રીફકેશ મુકીને ચાલતો થયો.
‘તું તું,…તું લબાડ આ હોટલનો માલિક છે?…બદમાશ..’ અને સત્યમના ગાલ પર બે જોરદાર થપ્પડ પડી ગઈ. ’બાર વર્ષની ઉમ્મર પછી આજે મેં પહેલી વાર કોઈ પુરૂષને સ્પર્ષ કર્યો છે.’
‘હા શ્વેતુ હું આ હોટેલનો માલિક છું. માત્ર આ જ નહિ પણ દરેક મોટા શહેરની આ ગ્રુપની હોટલનો માલિક છું. મારા પિતાનો સુરતમાં ડાયમંડનો બિઝનેશ છે. એ સત્ય છે. મારું નામ સત્યમ છે. ડિયર શ્વેતાંગી માત્ર એક ગાલને જ કેમ? મારા બીજા ગાલને પણ તારા કુમળા હસ્તનો લાભ આપને?’
અને બીજા ગાલ પર પણ તમાચાઓનો વરસાદ પડ્યો. એ હસતો હતો. ગાલ પર લોહીની ટસર દેખાતી હતી. શ્વેતાંગીની થાકી.
‘શ્વેતાંગી મને રૂપસુંદરીઓની નવાઈ નથી. પિતાશ્રીની અઢળક સંપત્તિનો હું એક માત્ર વારસ છું. હું કોઈ પણ મહિલાને ખરીદી શકું છું. જ્વેલરીની જાહેરાત માટે આવતી અનેક મોડેલને મેં માણી છે. કદાચ હું બે પાંચ સંતાનનો બાપ પણ હોઈશ. પણ જ્યારથી તને જોઈ છે ત્યારથી મેં બધું જ છોડી દીધું છે. બસ તારા સિવાય બીજું કોઈ જ નહિ. હવે મારે માત્ર તને જ માણવી છે. માત્ર એક જ વાર. આ બ્રિફકેશમાં તારું આખું શરીર ઢંકાઈ જાય એટલા હિરાના અલંકાર છે. આ બીજી બ્રીફકેશમાં બે કરોડ રૂપીયા છે. આ તારા બ્રહ્મચર્ય ભંગની કિમત છે. હવે તું જાતે તારા વસ્ત્રાવરણ ઉતાર. તારા દેહને આ હિરાઓથી ઢાંકી દે. આ દેશમાં અમિરોના અનેક સંતાનો શેરીઓમાં રખડતાં હશે. અનેક ગરીબો ફૂટપાથ પર ઢગલા બંધ બાળકો પેદા કરતા હશે. તારું મીશન કદીએ સફળ નહિ થાય. એ ઘેલછા છોડી દે. એકવાર તું પણ તારી યુવાની બાળવાને બદલે માણી લે.’
સત્યમે જેકેટ અને શર્ટ ઉતાર્યુ. રેફ્રિજરેટરના ખૂણામાં સંતાઈને બેઠેલી શ્વેતાંગીની મેનેજર મીરાં પાસે જઈને સત્યમે કહ્યું. ‘ડિયર મીરાં, મને ખબર છે કે તું અહિં છે. જા તું પાસેના બીજા રૂમમાં જા. હવે પછી કોઈકવાર તારો વારો. તું પણ એક નશીલી સુંદરી છે. આમાંની આ નાની બ્રીફકેશ તારું મોં બંધ કરવા માટે પુરતી છે. સમજી લે કે તું આ રૂમમાં, કે આ હોટલમાં આવી જ નથી.‘ એ નફ્ફટની જેમ બોલતો હતો.
શ્વેતાંગીને કશું સમજાતું ન હતું કે શું કરવું. એ સત્યમની વિશાળ છાતીને તાકી રહી હતી. શું મેળવવું. શું ગુમાવવું એ સમજાતું નહતું. અઢળક હિરા. ખુલ્લી બીફકેશમાં રૂપિયાના બંડલો, વિશાળ બાહુઓ…..એ ખોવાઈ ગઈ. એ શું કરતી હતી એનું એને ભાન ન હતું. વિદ્વત્તા અને સંકલ્પો વિલિન થઈ ગયા હતા. એ સત્યમ સમક્ષ પરવશ થઈ રહી.
શ્વેતાંગી વસ્ત્રોનો ભાર ઉતારી દે…. જણે સત્યમના એજ અવાજનો પડઘો, શ્વેતાંગીના દેહમાં ગુંજી ઉઠ્યો. “ “શ્વેતાંગી, બ્રહ્મચર્યની ભ્રમણાંનો ભાર ઉતાર. જીવનને એક વાર માણી લે. કોઈને કશું ખબર નહિ પડે. તું અક્ષતયોની જ કહેવાશે” પ્રવચનોથી હજારો શ્રોતાઓને મેસ્મરાઈઝ કરતી શ્વેતાંગી ને સમજ નહોતી કે એ શું કરતી હતી. એ ભાન ભૂલી ગઈ. સત્તાવાહી અવાજને અનુસરતી ગઈ.
યંત્રવત સફેદ સાડીનો પાલવ સર્યો. ધીમે ધીમે દેહાવરણો ઉતરતા ગયા. ધવલ કબુતરાં બહાર આવી ગયાં. આવરણ વિહિન સુંદર દેહ શૈયામાં સર્યો. સત્યમની રત્ન રમત શરૂ થઈ. વસ્ત્રને બદલે અલંકારથી સત્યમે સુંદરીના દેહને સજાવા માંડ્યો. હિરાના શણગારથી દેહ ઢંકાઈ ગયો. શ્વેતાંગી તું મારી સર્વ શ્રેષ્ઠ મોડેલ છે. એણે ફોટાઓ પાડ્યા. તારા આ ફોટા અનેક બીલબોર્ડ શોભાવશે.
ફોટા પડી ગયા. આભુષણો ઉતરી ગયા. અને સુંદરીનું કામ ઘેન પણ ઉતરી ગયું. શું મારૂ શરીર તારા બાપના ઝવેરાતના વેપાર માટે? પણ મોડું થઈ ગયું હતું. એનો દેહ ચુંથાઈ રહ્યો હતો. થોડી મિનિટો પહેલાંનો હિરા જડિત દેહ ખરડાઈ ગયો હતો. એ બ્રહ્મચારિણીનું બ્રહ્મચર્ય સત્યમના કામાગ્નિની જ્વાળામાં ભસ્મ થઈ ગયું. ધીમે ધીમે અગ્નિ ઠરી ગયો. સત્યમ ઊંઘી ગયો.
બીજી સવારે હોટલનો રૂમ લોહિના રેલાઓથી ખરડાયલો હતો. સત્યમની છાતી પર એક ઓશિકું હતું. ઓશિકાની આરપાર ત્રણ બુલેટ સત્યમની છાતીમાં ધરબાઈ ગઈ હતી. પાસેની ખુરશી પર શ્વેત સાડીમાં સજ્જ શ્વેતાંગીનીની લાશ ઢળેલી હતી. એના લમણામાં બુલેટ હતી અને હાથમાં ગન જકડાયલી હતી. લોહી ભીના કાગળ પર. શ્વેતાંગીના હસ્તાક્ષરમાં લખ્યું હતું…એક બ્રહ્મચારિણીના બ્ર્હ્મચર્યની કિંમત. કાગળ સત્યમના કપાળ પર હતો.
પોલીસ રિપોર્ટમાં સ્યુસાઈડ મર્ડર નોધાયું હતું. પોલીસ રિપોર્ટમાં કેમેરો, નાણાંની બેગ કે ઝવેરાતનો કોઈ જ ઉલ્લેખ ન હતો. છ મહિના પછી હોટેલ મેનેજર અને મીરાં સ્વીટઝરલેંડમાં હનીમુન માણતાં હતા,
1 thought on “હિરે મઢ્યું બ્રહ્મચર્ય (પ્રવીણ શાસ્ત્રી)”
Like
સાંપ્રત સમયની સમસ્યા પર વાર્તા લખવા પર મા શ્રી પ્રવિણભાઇ વધુ પ્રવિણ થતા જાય છે. ઘણા છટાદાર પ્રવચન કરનારાના ઉપદેશો ને માનીને સાદાઇ, બ્રહ્મચર્ય, દાન, દર્શન,તપ, વ્રત,ઉપવાસ, ત્યાગ જેવા ભ્રામકશબ્દો ની જાળ માં ફસાયેલા રહે છે, અને આ લોક ના ભોગે પરલોક સુધારવા મથતા રહે છે, પરલોક તો કોઈએ જોયો નથી પણ તેની લાલસામાં આ લોક્ને પણ બગાડે છે.મોહ માયાથી બચવા સતત જાગરણ જરુરી છે આધ્યાત્મ દ્ર્ષ્ટિએ માયાનું સ્વરુપ આ રીતે વર્ણવાયું છે ,માયારૂપી નારી તો વિચિત્ર છે. તે ક્યારેક પધ્મિનીનું રૂપ ધારણ કરે તો ક્યારેક નાગિનીનું ! તેના મોહપાશમાંથી કોઈ બચી શક્યું નથી ! ‘
જીવન જીવવુ હોય તો ક્રુષ્ણ જેવુ જીવવુ જોઈએ, ” સઘળા કામો કર્યા છતા એ રહ્યા હમેશા નિર્લેપી”તેમનો આદેશ છે કે યોગસ્થ બની ને કર્મ કર, અકર્મ્ણ્યતા કરતા કોઈ પણ કર્મ કરવુ સારુ છે,નિર્લેપ રહી ને કોઈ પણ કર્મ કરતા રહો, એજ ખરી મુક્તિ છે, એટલેજ જગતના કોઈ પણ ત્યાગી તપસ્વી કરતા ક્રુષ્ણને લોકો વધુ પુજે છે, કારણ તેમણે જીવન જીવી બતાવ્યુ છે, જીવન થી પલાયન કદી થયા નથી જે મળ્યુ તે નિર્લેપ ભાવે ભોગવ્યુ છે,છતા કશામાં લપટાયા નથી અને દ્રોપદીના પુત્રને જીવન આપવા કહે છે કે તેમેણે જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું હોય તો મૃત બાળક જીવીત થાય ત્યારે સફાળા સૌને સમજાય કે લગ્ન મનથી થાય…દેહ લગ્નને લગ્ન ગણતા નથી.
તેમની અનેક વાર્તાઓ જેમ આ વાર્તાનો અંત પણ અણધાર્યો આવ્યો. ધન્યવાદ
Like
સાંપ્રત સમયની સમસ્યા પર વાર્તા લખવા પર મા શ્રી પ્રવિણભાઇ વધુ પ્રવિણ થતા જાય છે. ઘણા છટાદાર પ્રવચન કરનારાના ઉપદેશો ને માનીને સાદાઇ, બ્રહ્મચર્ય, દાન, દર્શન,તપ, વ્રત,ઉપવાસ, ત્યાગ જેવા ભ્રામકશબ્દો ની જાળ માં ફસાયેલા રહે છે, અને આ લોક ના ભોગે પરલોક સુધારવા મથતા રહે છે, પરલોક તો કોઈએ જોયો નથી પણ તેની લાલસામાં આ લોક્ને પણ બગાડે છે.મોહ માયાથી બચવા સતત જાગરણ જરુરી છે આધ્યાત્મ દ્ર્ષ્ટિએ માયાનું સ્વરુપ આ રીતે વર્ણવાયું છે ,માયારૂપી નારી તો વિચિત્ર છે. તે ક્યારેક પધ્મિનીનું રૂપ ધારણ કરે તો ક્યારેક નાગિનીનું ! તેના મોહપાશમાંથી કોઈ બચી શક્યું નથી ! ‘
જીવન જીવવુ હોય તો ક્રુષ્ણ જેવુ જીવવુ જોઈએ, ” સઘળા કામો કર્યા છતા એ રહ્યા હમેશા નિર્લેપી”તેમનો આદેશ છે કે યોગસ્થ બની ને કર્મ કર, અકર્મ્ણ્યતા કરતા કોઈ પણ કર્મ કરવુ સારુ છે,નિર્લેપ રહી ને કોઈ પણ કર્મ કરતા રહો, એજ ખરી મુક્તિ છે, એટલેજ જગતના કોઈ પણ ત્યાગી તપસ્વી કરતા ક્રુષ્ણને લોકો વધુ પુજે છે, કારણ તેમણે જીવન જીવી બતાવ્યુ છે, જીવન થી પલાયન કદી થયા નથી જે મળ્યુ તે નિર્લેપ ભાવે ભોગવ્યુ છે,છતા કશામાં લપટાયા નથી અને દ્રોપદીના પુત્રને જીવન આપવા કહે છે કે તેમેણે જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું હોય તો મૃત બાળક જીવીત થાય ત્યારે સફાળા સૌને સમજાય કે લગ્ન મનથી થાય…દેહ લગ્નને લગ્ન ગણતા નથી.
તેમની અનેક વાર્તાઓ જેમ આ વાર્તાનો અંત પણ અણધાર્યો આવ્યો. ધન્યવાદ
LikeLike