કર્મ (પી. કે. દાવડા)


નરસિંહ મહેતાનું એક જાણીતું ભજન છે,

“નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;

મનસા, વાચા, કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.”

કર્મના ત્રણ પ્રકાર છે, માનસિક, શાબ્દિક અને શારીરિક.

માનસિક કર્મ એટલે આપણે જે કંઈ વિચારીએ છીએ તે. જો આપણા મનમાં કોઈ સાત્વિક વિચાર ચાલતો હોય, આપણે કોઈનું ભલું ઈચ્છતા હોઈએ, આપણે ઇશ્વર સ્મરણ કરતા હોઈએ, કોઈને મદદ કરવાની ઈચ્છા થતી હોય, તો આ બધા માનસિક કર્મો સાત્વિક છે. આપણે આપણું જ ભલું ઇચ્છતા હોઈએ, આપણી જ સંપત્તિનો વિચાર કરતા હોઈએ તો એ કર્મ રાજશી છે. આપણે કોઈનું બુરૂં ઈચ્છતા હોઈએ, કોઈના ઉપર મનમાં જ ક્રોધ વ્યક્ત કરતા હોઈએ, કોઈની સામે કાવત્રું કરતા હોઈએ તો એ કર્મ તામસી છે. તામસી કર્મો અન્ય કોઈને નુકશાન કરે એના કરતાં આપણને જ વધારે નુકશાન કરે છે. આપણા મનમાં ચાલી રહેલા તામસી વિચારોના અદૃષ્ય મોજાં આપણી આસપાસના લોકો સુધી પહોંચે છે, એ લોકો એ મહેસૂસ કરી શકે છે, અને આપણાં પ્રત્યે એમની શુભ ભાવનામાં ઘટાડો થાય છે. હું માનું છું કે ત્રણે પ્રકારના કર્મોમાંથી માનસિક કર્મ ઉપર જ વધારે ધ્યાન આપવાની જરૂર છે. જો માનસિક કર્મ સાત્વિક હશે, તો શાબ્દિક અને શારીરિક કર્મો આપોઆપ સદકર્મ બની રહેશે.

4 thoughts on “કર્મ (પી. કે. દાવડા)

 1. ગીતા કહે કે માણસ ક્ષણમાત્ર કર્મ વિના રહેતો નથી. પહેલાં વિચાર પછી કૃતિ .આ ક્રમે જ બધું થાય છે.

  Liked by 1 person

 2. માનસિક કર્મ સાત્વિક હશે, તો શાબ્દિક અને શારીરિક કર્મો આપોઆપ સદકર્મ બની રહેશે.

  Like

 3. aana tevi Mana and when Mana is satwik: “માનસિક કર્મ સાત્વિક હશે, તો શાબ્દિક અને શારીરિક કર્મો આપોઆપ સદકર્મ બની રહેશે” so its a cycle. Agree with this view completely.
  recenly read in marathi-that if you repeat mantra of your choice for 5 minutes daily sitting at one time and one place then 18 crore new cells created in this time will have satwik vibration and will transform your all cells in 3 months. and keep your immune system strong and keep away from disease.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s