બે બાળકાવ્યો


(જ્યારે હું મારી લેખમાળા “અખિલ બ્રહ્માંડમાં” લખતો હતો ત્યારે મને પ્રાથમિક શાળામાં શીખેલી આ કવિતા ખૂબ આવેલી. કવિ શ્રી જયંતિલાલ આચાર્યે શું ભવ્ય કલ્પના કરી છે? “મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે.” આમાં જે તું છે એ જ શું બ્રહ્મ છે? -સંપાદક)

મંદિર તારું વિશ્વ રૂપાળું

મંદિર તારું   વિશ્વ  રૂપાળું   સુંદર  સર્જનહારા રે

પલપલ   તારા  દર્શન  થાયે   દેખે  દેખણહારા રે

નહિ પૂજારી નહિ કોઈ દેવા નહિ મંદિરને તાળાં રે

નીલ ગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે

વર્ણન કરતાં શોભા તારી થાક્યાં કવિગણ ધીરાં રે

મંદિરમાં તું  ક્યાં  છુપાયો   શોધે બાળ અધીરાં રે

 -જયંતીલાલ આચાર્ય

બચપણની બીજી એક કવિતા જે યાદ રહી ગઈ છે, એ કવિતામાં પણ કવિ સુંદરમે કેટલી મોટી વાતો બાલસુલભ રીતે વણી લીધી છે?

પગલાં -સુંદરમ

દરિયાને તીર એક રેતીની ઓટલી

ઊચીં અટૂલી અમે બાંધી જી રે.

પગલું તે એક એક પાડે મહેમાન એમ

રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,

પગલું સોનેરી એક પાડજો જી રે.

પગલામાં નવલખ તારાની ભાત ને

સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,

પગલું પનોતું એક પાડજો જી રે.

પગલામાં વાત લખો પરીઓના દેશની

ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,

પગલું મોતીનું એક પાડજો જી રે.

પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,

માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,

પગલાં તે પાડજો જાળવી જી ને,

જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,

બાળુડે ઓટલી બનાવી જી રે.

-સુંદરમ

6 thoughts on “બે બાળકાવ્યો

  1. સુંદર કાવ્યો…સુંદર રચયિતા…સુંદર સંયોગ…આપણે એક જ વિદ્યાલયમાં હતા…તેથી આચાર્ય સાહેબ પાસે જ ભણ્યા…તેમનું એક અન્ય કાવ્ય યાદ આવે છે…આન સે ચાલો, શાન સે ચાલો, ગુમાન સે ચલો ચલો ચલો…વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના એ દિવસો…

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s