અખિલ બ્રહ્માન્ડમાં – ૭ (પી. કે. દાવડા)


૭. બ્લેક હોલ્સ

જ્યારે પ્રકાશ કોઈ વસ્તુને અથડાઈને પરાવર્તિત થઈ આપણી આંખોમાં આવે ત્યારે આપણને એ વસ્તુ દેખાય છે. જો વસ્તુ પ્રકાશના કિરણોને શોષી લે તો એ વસ્તુ આપણને દેખાય નહીં. બ્લેક હોલ પ્રકાશના કિરણોને સંપૂર્ણપણે શોષી લે છે, એટલે આપણને બ્લેક હોલની અંદર શું છે એ દેખાતું નથી.

આપણે માત્ર ત્રણ પરિમાણો (Dimensions)થી જ પરિચિત છીએ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ (કે જાડાઈ). આજથી આસરે એક સો વરસ પહેલા આઈનસ્ટાઈને ગુરૂત્વાકર્ષણની કેટલીક વિગત સમજાવવા સમયને ચોથા પરિમાણ તરીકે અવકાશમાં ઉમેરી, એક Spacetime નામના બ્રહ્માન્ડની કલ્પના કરી. આમાં અવકાશ અને સમયને જે રીતે વણી લીધા છે, એ ઉચ્ચ ગણિત વગર સમજી શકાય એમ નથી. આઈનસ્ટાઈને એમ કહ્યું કે આ Spacetime સપાટ નથી, પણ વળાંકવાળું છે, અને ખૂબ ભારે પદાર્થો (સૂર્યો, તારાઓ, ગ્રહો વગેરે) એ વળાંકને બદલતા રહે છે. આ પ્રક્રીયાને પરિણામે ગુરૂત્વાકર્ષણ પેદા થાય છે.

આ સ્પેસટાઈમનો એવો વિસ્તાર કે જેનું ગુરૂત્વાકર્ષણ એટલું વધારે હોય કે એની નજીક પહોંચ્યા પછી એ પ્રકાશને પણ ગળી જાય, એમાંથી પ્રકાશ પણ છટકી શકે નહીં, એને વૈજ્ઞાનિકો બ્લેક હોલ માને છે. એક માન્યતા એવી છે, કે કોઈ વિશાળ કદના આકાશી પદાર્થની ઉર્જા ખતમ થઈ જાય અને એ collapse થાય તો એમાંથી બ્લેક હોલ સર્જાય છે. આ બ્લેક હોલ એટલા શક્તિશાળી છે, કે એની અસરની સીમામાં આવેલો કોઈપણ પદાર્થ એનામાં સમાઈ જાય છે. એક મોટું બ્લેક હોલ એક નાના બ્લેક હોલને પણ ગળી જાય છે. આ પ્રક્રીયા દરમ્યાન ગુરૂત્વાકર્ષણના મોજા ઉત્પન્ન થાય છે.

આ બ્લેક હોલ સર્જાય કઈ રીતે છે? જ્યારે કોઈ આકાશી પદાર્થ, જેનું પોતાનું ગુરૂત્વાકર્ષણ એને પોતાના કન્દ્ર તરફ ખેંચે છે, અને કોઈ બહારનું ગુરૂત્વાકર્ષણ એને સમતુલિત કરે છે, ત્યાં સુધી એનું સ્વરૂપ, કદ વગેર જળવાઈ રહે છે. જ્યારે બહારનું ગુરૂત્વાકર્ષણ ઘટી જાય છે, ત્યારે અંદરના ખેંચાણને લીધે એનું કદ ઘટવા લાગે છે, પણ એનું દ્રવ્ય તો એટલું જ છે. આમ નાના થતા કદમાં મોટા દ્રવ્યના સમાવેશ થવાથી એની ઘનતા વધતી જાય છે. ગણિત અનુસાર અંતે એ ત્રિપરિમાણીય મટી માત્ર એક બિંદુ બની જાય છે (જેને Singularity કહે છે), એ બ્લેક હોલનું કેન્દ્ર બની જાય છે. આ બ્લેક હોલ્સનું ગુરૂત્વાકર્ષણ એટલું મોટું હોય છે કે ત્યાં સમય માત્ર ધીમો જ નથી પડતો પણ થંભી જાય છે.

ભારતીય વૈજ્ઞાનિક ચંદ્રશેખરના ગણિત પ્રમાણ જો કોઈપણ તારો સૂર્ય કરતાં દોઢગણો મોટો હોય તો જ એ બ્લેક હોલ બની શકે. આને ચંદ્રશેખર લીમીટ કહે છે.

બ્લેક હોલની આસપાસના અમુક અંતરના વર્તુળને Event Horizon કહે છે. કોઈપણ આકાશી પદાર્થ આ વર્તુળમાં આવી જાય તો એમાંથી છટકીને બહાર જવાનું શક્ય નથી. એને બ્લેક હોલ ગળી જાય છે. આ Event Horizon જેટલા વધારે પદાર્થો ગળી જાયે એટલો એનો વિસ્તાર વધતો જાય છે.

બ્લેક હોલ્સ દેખાતા નથી કારણ કે એ પ્રકાશને પરિવર્તિત કરતા નથી, એને શોષી લ્યે છે, પણ જ્યારે જ્યારે બીજા કોઈ તારાને ગળી જાય છે ત્યારે એમાંથી જે કિરણો પેદા થાય છે, એ ટેલીસ્કોપમાં જોઈ શકાય છે, અને બ્લેક હોલની સાબિતિ મળે છે. કેટલીકવાર મોટા બ્લેક હોલ નાના બ્લેક હોલ્સને શોષી લે છે, અને પોતે મોટા થઈ જાય છે.

આસરે આઠ દાયકા પહેલા ભારતીય આકાશી વૈજ્ઞાનિક સુબ્રમન્યમ ચંદ્રશેખરે મોટા સ્ટાર કોલેપ્સ થાય અને અતિ નાના બની જાય એવી વાત કરી હતી. તે સમયે વિશ્વના અન્ય મોટા વૈજ્ઞાનિકોએ એમની વાતને નકારી હતી. તારો આટલો નાનો થઈ જ કેમ શકે?

ચંદ્રશેખર કેંબ્રીજ છોડીને અમેરિકામાં જઈ વસ્યા. વરસો બાદ એમની વાત સાચી ઠરી. એમણે આ દિશામાં બીજા પણ અનુમાનો કર્યા છે, જે એક પછી એક સાચા ઠરતા જાય છે. આઈનસ્ટાઈનની જનરલ થીયરી ઓફ રીલેટીવિટી ચંદ્રશેખરની વાતને સાચી ઠરાવે છે.

બ્લેક હોલ વિષે આધારભૂત માહિતી તાજેતરમાં જોવા મળી હતી. એક બ્લેક હોલ તેના નજીકના તારાનું દ્રવ્ય પોતાનામાં ખેચી રહ્યો હતો. આ ઘટના બની ત્યારે, ક્ષર્ણાધ માટે લાલ રંગનો પ્રકાશનો ફુવારો છુટયો હોય તેવો પ્રકાશપુંજ દેખાયો હતો. પ્રકાશની તીવ્રતા આપણા સૂર્યના પ્રકાશ કરતાં હજાર ગણી વધારે હતી.

બ્લેકહોલ દ્વારાં તારાનું દ્રવ્ય ખેંચવાની પ્રક્રિયા તાજેતરમાં જોવા મળી હતી. પ્રકાશનો તેજ ફૂવારો સેકન્ડના માત્ર ચાલીસમાં ભાગ પુરતો જ જોવા મળ્યો હતો.

આ બધું ઉચ્ચ ગણિતના અભ્યાસ વગર સમજવું ખૂબ જ અઘરૂં છે.

2 thoughts on “અખિલ બ્રહ્માન્ડમાં – ૭ (પી. કે. દાવડા)

 1. મા દાવડાજીના અભ્યાસપૂર્ણ લેખમા -‘સમયને ચોથા પરિમાણ …’વિષે વધુ સમજવા- પ્રયોગો બે પરિમાણો: લેબ ક્ષેત્ર અને એનાલોગ-ડિજિટલ.પ્રયોગશાળામાં પ્રયોગો નિયંત્રણ આપે છે, ક્ષેત્ર પ્રયોગો વાસ્તવવાદ આપે છે, અને ડિજિટલ ક્ષેત્ર પ્રયોગો સ્કેલ પર નિયંત્રણ અને વાસ્તવવાદ ભેગા કરો.ડિજિટલ ક્ષેત્ર પ્રયોગો ઘણા શક્યતાઓ તક આપે છે .
  સદગુરુ:ના આધ્યાત્મિક દર્શનમા આપણે કૈલાશ વિષે કહીયે છીએ, તો એના ત્રણ પરિમાણો છે. પહેલું તે આ પર્વતની તીવ્ર ઉપસ્થિતિ, બીજું એ વિપુલ પ્રમાણમાં જાણકારી કે જ્ઞાન જે અહીં છે અને ત્રીજું એ કૈલાશનો મૂળ સ્ત્રોત છે, જે અહીં જ છે.વધુ સમજવા તેમના પ્રવચનો દ્વારા અભ્યાસ

  Like

 2. in this article learnt a lot new things and proud of our scientist Chandrashekar’s contributions.
  “કોઈ વિશાળ કદના આકાશી પદાર્થની ઉર્જા ખતમ થઈ જાય અને એ collapse થાય તો એમાંથી બ્લેક હોલ સર્જાય છે. આ બ્લેક હોલ એટલા શક્તિશાળી છે, કે એની અસરની સીમામાં આવેલો કોઈપણ પદાર્થ એનામાં સમાઈ જાય છે. એક મોટું બ્લેક હોલ એક નાના બ્લેક હોલને પણ ગળી જાય છે. આ પ્રક્રીયા દરમ્યાન ગુરૂત્વાકર્ષણના મોજા ઉત્પન્ન થાય છે.”
  this following reminds of esoteric poetry of Kabir ji too: “ક્ષર્ણાધ માટે લાલ રંગનો પ્રકાશનો ફુવારો છુટયો હોય તેવો પ્રકાશપુંજ દેખાયો હતો. પ્રકાશની તીવ્રતા આપણા સૂર્યના પ્રકાશ કરતાં હજાર ગણી વધારે હતી.
  બ્લેકહોલ દ્વારાં તારાનું દ્રવ્ય ખેંચવાની પ્રક્રિયા તાજેતરમાં જોવા મળી હતી. પ્રકાશનો તેજ ફૂવારો સેકન્ડના માત્ર ચાલીસમાં ભાગ પુરતો જ જોવા મળ્યો હતો.”
  Kabir ji has expressed different higher states of meditation where at one place he explains different LOKAS -which are illuminating 1000 times more than sun !!!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s