ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો….(કૃષ્ણ દવે)


આ રીતે વહાલ કંઈ કરાય ?

ઊભરાયું હોય હેત

ટપલીક બે મારીએ

પણ સીધો કાંઈ ધુંબો મરાય?

ઓચિંતા આવીને

ધાબા લઞ ઊછળીને

કરવાનુ આવુ તોફાન ?

શેરિયુંમા તરતી

ઇ કાગળની હોડિયુંનું

થોડુંક તો રાખવુંતું ધ્યાન ?

ગામ આખું આવે

ભાઇ નદીયું માં નહાવા

પણ નદીયું થી ગામમાં ગરાય ?

આ રીતે વહાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ

પળભરમા તો આંખ્યુ પણ

ઓવરફલો થાય ?

ધસમસવું સારું,

પણ આટલું તો નહીં જ

જેમા છેવટ એક ડૂમો રહી જાય.

ખેતર, અબોલ જીવ

શ્વાસ ચૂકી જાય

એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?

આ રીતે વહાલ કંઈ કરાય ?….

~ કૃષ્ણ  દવે

3 thoughts on “ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો….(કૃષ્ણ દવે)

  1. અતિશયતાથી સુખનું દુખમાં થતું પરિવર્તન…..કવિ હ્રદયની.વેદના રચનામાં વહેતી કરી દીધી,
    ખુબ સુંદર!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s