અખિલ બ્રહ્માન્ડમાં – ૬ (પી. કે. દાવડા)


વિકસતું બ્રહ્માંડ

આઈનસ્ટાઈનનો સાપેક્ષવાદ  તારાઓ અને તારામંડળોનું સંચાલન કેવી રીતે થાય છે તે સમજાવે છે. વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં આઈન્સ્ટાઈને આ વિષયના વિકાસમાં પાયાનો ફાળો આપ્યો. ‘સ્પેશિયલ’ અને ‘જનરલ થિયરી ઓફ રિલેટિવિટી’ ઉપર એમણે પાયાનું કામ કર્યું. એમની થીયરીઓથી સમય તથા અવકાશ વિશેની આપણી આજની સમજણ વિકસી અને આગળ વધી.

એમની થીયરીઓ ઉપર આધારિત નવી નવી એવી જાણકારીઓ આવતી ગઈ કે જેને ઘણી વાર આઈન્સ્ટાઈન પોતે પણ માનવા તૈયાર થતા નહોતા!

રશિયન વિજ્ઞાની એલેકઝાન્ડર ફ્રીડમેને ૧૯૧૮ માં આઈન્સ્ટાઈનનાં સમીકરણોના એવા ઉકેલ આપ્યા જે બતાવતા હતા કે બ્રહ્માંડ વિકસી રહ્યું છે. આનો અર્થ એવો થાય કે બધી જ ગેલેક્સીઓ એકબીજાથી દૂર જઈ રહી છે. આ વાત જ્યારે આઈન્સ્ટાઈન પાસે આવી ત્યારે તેમણે કહ્યું કે આવું તો બની જ કેવી રીતે શકે? તેમના સમયમાં તો એવી માન્યતા પ્રચલિત હતી કે આખુંયે બ્રહ્માંડ સંપૂર્ણ સ્થિર અને ગતિ વગરનું છે. આ પછી થોડાં જ વર્ષોમાં મોટાં મોટાં દૂરબીનો દ્વારા દૂરના વિશ્વનાં અવલોકનો મળવા લાગ્યાં અને વિકસતા વિશ્વની વાત જ સાચી પડી અને સ્વીકારાઈ! ખગોળશાસ્ત્રી એડવિન હબલના દૂર દૂરના તારા વિશ્વનાં અવલોકનો દ્વારા વિકસતા વિશ્વની વાત ૧૯૨૯ માં સ્પષ્ટ થઈ તે સમયે આઈન્સ્ટાઈને આખરે પોતાનો મત ફેરવ્યો.

આવી જ એક ઘટના ૧૯૩૯ માં બની. ત્યારે ઓપન હાઈમર તથા સ્નાઈડર નામના બે અમેરિકન વિજ્ઞાનીઓએ આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત વાપરીને, સૂર્ય કરતાં વીસ-ત્રીસ ગણા મોટા તારાઓનું અંદરનું બળતણ ખૂટે ત્યારે તેની શી અંતિમ પરિસ્થિતિ થાય તે વિશે સંશોધન કર્યું. પોતાની અંદરનો હાઈડ્રોજન બાળીને તારાઓ ગરમી તથા પ્રકાશ આપે છે. આવા મોટા તારાઓની અંદરનું બળતણ જ્યારે ખલાસ થાય ત્યારે તેના પોતાના જ ગુરુત્વને કારણે આવા તારાનું સંકોચન થવા લાગે છે. આવા સંજોગોમાં, પહેલાં જે તારો લાખો કિલોમીટરનો હતો તે સંકોચાઈને ટાંકણીનાં ટોપકાં જેટલો નાનકડો થઈ છે. આને Black Holes અને Singularity કહે છે.

ત્યારે વળી આઈન્સ્ટાઈને આ વાતનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આવું તે કેવી રીતે બની શકે. તારાની આવી અંતિમ સ્થિતિ સંભવી જ ન શકે. પરંતુ પછીથી તેમની સાબિતીમાં સંપૂર્ણતા દેખાઈ. આમાંથી જ પછી આગળ જતાં આજનું બ્લેકહોલ તથા ફાયરબોલનું વિજ્ઞાન વિકસ્યાં છે. વળી આજનાં આધુનિક અવલોકનો એવું બતાવવા લાગ્યાં છે કે બ્રહ્માંડ કેવળ વિકસી જ નથી રહ્યું, પરંતુ વધુ ને વધુ ગતિથી વિકસતું જાય છે, પણ તાજેતરમાં એવું પણ જોવા મળ્યું છે બ્રહ્માંડના કેટલાક ભાગમાં વિકાસવાની ગતિ ધીમી પડતી જાય છે.

આ તો “અંત અનંતનો તંત ન ટૂટ્યો ને રમત અધૂરી રહી..” જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.

2 thoughts on “અખિલ બ્રહ્માન્ડમાં – ૬ (પી. કે. દાવડા)

 1. મા દાવડાજીએ ચિંતન કરતા
  અંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,

  તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,

  રાખનાં રમકડાં, રમકડાંને …
  જેવો ઘાટ છે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s