સાપેક્ષતાવાદનો સાર (Relativity in Brief) – માવજીભાઈ મુંબઈવાલા


(આઇનસ્ટાઈને ૧૯૦૫ માં Special Theory of Relativity અને ૧૯૧૫ માં General Theory of Relativity જેવા બે ઝટીલ સિધ્ધાન્તો આપેલા. કલાકોના કલાકો સુધી મેં એ બન્નેનો અભ્યાસ કરી, મને જે સમજાયું એ ગુજરાતીમાં ૧૩ લેખ દ્વારા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. મારા મિત્ર માવજીભાઈ મુંબઈવાલાએ તો થોડા વરસ પહેલા એક નાની કવિતા દ્વારા બહુ જ સરળતાથી આ સમજાવી દીધેલું. બે દિવસ અગાઉ અચાનક મને એ કવિતા જોવા મળી. હું દંગ થઈ ગયો. આઈનસ્ટાઈના બન્ને સિધ્ધાન્તો એમણે સહજ રીતે સંપૂર્ણપણે સમજાવી દીધા છે. કદાચ મારા ૧૩ લેખ દ્વારા જે લોકો આ સિધ્ધાન્તો ન સમજી શક્યા હોય, તે લોકો આ કવિતા વાંચીને સમજી જશે. – પી. કે. દાવડા)

સાપેક્ષતાવાદનો સાર (Relativity in Brief)

આ બ્રહ્માંડ કે બ્રહ્માંડની પેલે પાર કશું ન સ્થિર છે,

સર્વે ભૌતિક પદાર્થ ગતિશીલ ને પરિવર્તનશીલ છે,

સમગ્ર બ્રહ્માંડમાં એક એક તારા નક્ષત્ર કે નભગંગામાં

સ્થગિતતા નથી, કશે કોઈ એક વિરાટકાય પદાર્થમાં

જૂઓ; સુક્ષ્મમાં તો ત્યાં પણ ગતિ ને પરિવર્તન સર્વમાં,

અણુયે અણુમાં ફરતાં પરમાણુ કેન્દ્નની પ્રદક્ષિણા;

જડ ભલે હોય સજ્જડ જડ તોયે તે ગતિશીલ છે,

જેનું છે અસ્તિત્વ તે સઘળું પરિવર્તનશીલ છે,

ન સુક્ષ્મમાં ન વિરાટમાં, ન આજમાં ન કાલમાં,

સ્થૈર્ય સંભવે ન કો દૂર કે નજીકના ભૌતિક પદાર્થમાં.

સ્થિરતાનો ભ્રમ માત્ર સમગતિશીલ વચ્ચે સર્જાઈ શકે,

અન્યથા સર્વ પદાર્થ અન્યોન્યને દૂર નિકટ જતાં દિસે,

પદાર્થ અસ્થિર ને વળી પલટાતા રહેતા ઊર્જામાં,

ને ઊર્જા તો ચંચળ બંધાઈ રહે ન કદી નિજ રૂપમાં.

પદાર્થ ને ઊર્જાનો સરવાળો રહેતો એકસરખો સર્વદા,

વધઘટ એકમેકનીને બન્ને સરભર કરતા રહેતા સદા

સમયની તો વાત જ શી કરવી? એ સરતો રહે સર્વદા,

ન સમજાય કોઈને કે સમય ભૌતિક કે માત્ર કલ્પના?

ગતિની અભિવ્યક્તિ સમય, સમય મપાતો ગતિ વડે,

સ્થળને કે સમયને જાણી શકાતાં માત્ર અન્યોન્ય વડે.

ગતિની સીમા છે પ્રકાશ ન કોઈ પ્રકાશને વટાવી શકે,

વટાવે તો કદાચ વર્તમાનને ભાવિમાં પલટાવી શકે.

સાપેક્ષતાવાદનો આ સાર જે સરળતાથી સમજી શકે

તેની જ્ઞાન પિપાસાને લગામ ન કોઈ બાંધી શકે.

-માવજીભાઈ

2 thoughts on “સાપેક્ષતાવાદનો સાર (Relativity in Brief) – માવજીભાઈ મુંબઈવાલા

 1. yes – Mavjee Bhai expressed great scientific truth of: “આઇનસ્ટાઈને ૧૯૦૫ માં Special Theory of Relativity અને ૧૯૧૫ માં General Theory of Relativity જેવા બે ઝટીલ સિધ્ધાન્તો” circulating in media this great work of Mavjee Bhai- Thx

  Liked by 1 person

 2. ધન્યવાદ મા માવજીભાઇના કાવ્ય ‘સાપેક્ષતાવાદનો સાર’ ફરી માણ્યું
  Mavjibhai Mumbaiwala
  To:Pragna Vyas ના આ ઇ-મૅઇલમા સાપેક્ષતાવાદનો સારના કાવ્ય સાથે ગતિ અંગે કાવ્ય મોકલ્યુ હતું જેના અમે ઋણી છીએ
  માનનીય શ્રી પ્રજ્ઞાબહેન,
  જ્યારે સમયની અનુકૂળતા હોય ત્યારે ….
  (શિખરિણી) નુ
  ગતિ સ્થાવરને કહે નહીં સ્થિર કંઈ આ જગતમાં
  કહો જેને ભાવિ પળ મહીં થતો સાંપ્રત જ્યહાં
  અને એ યે કેવો ગત સમય થાતો તુરતમાં
  નહીં સ્થાવર સાચો જડ અજડ સર્વે પલટતાં
  ખરે છે ના તારું સકલ જગમાં સ્થાન ક્યહીં યે
  વદે સ્થાવર તારું કથન પણ સ્થાયી જ નહીં કે!
  -ગીતા પરીખ
  મા દાવડાજીને આવા કાવ્યો દ્વારા કઠીન વિષય સમજાવવા વિનંતી

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s