બીજું તો નહીં આવડે (રેખા ભટ્ટી)


એક પ્રેમિકા એ તેના પ્રેમીને પુછ્યું કે

તું મારા માટે શુ કરી શકે?

પ્રેમી એ કહ્યું હું કવિ નથી નહી તો

તારી સુંદરતા પર એક કવિતા લખત

હું મૂર્તિકાર નથી નહી તો તારી

મુગ્ધતાને આરસમાં કંડારત

હું ચિત્રકાર નથી નહી તો

તારા સ્મિતને કેનવાસ પર ઉતારત

હું તો છું તારા જેવી સુંદર પ્રેમિકાનો પ્રેમી

તારી સુંદરતાને નિહાળી રહું

તારી મુગ્ધાતાને માણી શકું

તારા મધુર સ્મિતને હૃદયે ધરું

તારી કોમળ ત્વચાના સ્પર્શને વધાવું

તારા મંજુલ સ્વરનુ રસપાન કરું

તારા નયનોની ભાષા ઉકેલું.

મારી હાથેળી પર તારું નામ લખું

તારા મન મંદીરીયામાં બિરાજુ

તારા સપનાઓ સ્નેહથી જોઉં

તારા ગીતને ગુનગુનાવું

તને ખુબ ખુબ પ્રેમ કરું

ખુબ ખુબ પ્રેમ કરું

ખુબ જ ખુબ જ પ્રેમ કરું

કદાચ બીજું તો મને કાંઈ નહીં આવડે

       —–૦—–        —–રેખા ભટ્ટી

4 thoughts on “બીજું તો નહીં આવડે (રેખા ભટ્ટી)

 1. ‘એક પ્રેમિકા એ તેના પ્રેમીને પુછ્યું કે
  તું મારા માટે શુ કરી શકે? ‘ સામાન્ય જને અનુભવેલી વાત.
  પ્રેમ માટે સ્પષ્ટ વિભાજન છે : ઇશ્કે હકિકી અને ઇશ્કે મિજાજી. .
  સ્નેહ શું માંગે છે? સાબિતી કે પછી પ્રતીતિ..?
  નથી લાગતું સાબિતીઓ પણ સ્વાર્થમાં ખરડાયેલી હોય છે…?
  સામે ની વ્યક્તિને ખબર પડ્યા વિના તેને ચાહવું….
  શું કહેશો એને..? બેવકૂફી….કે પછી ઈબાદત…?
  ફારસી ઇબાદતમા… પ્રેમીને સાધક અને પ્રેમિકાને માબૂદ એટલે કે બ્રહ્મ નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સ્વરૂપ આપવામાં સૂફી સાધકોનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો સૂફીસાધના એ વિરહ પ્રધાન સાધના છે. બ્રહ્મને પ્રિયતમાના સ્વરૂપમાં જોનાર સાધકકવિ ને એના દીદાર પછી જે પાગલપન
  મળે તે દ્વૈત ભાવ રૂપી જે પરદો હતો તે હટી ગયા પછી સ્વંયમ જ બ્રહ્મ બની જાય …. અનલહક ..
  ત્યારે પ્રેમી પ્રેમપદને કહે ‘તું મને લવ કરે છે છતાં ઓળખી ન શક્યો… ગાંડા..મેં કંઈ તારા શરીરને પ્રેમ નથી કર્યો… તારા આત્માને પ્રેમ કર્યો છે, હું તને ક્યારેય નથી છોડવાની સમજ્યો?’
  સુફી સંત કહે છે – ઇશ્કે મિજાજી વગર ઇશ્કે હકિકી શક્ય નથી
  સુ શ્રી રેખાજીની વિચાર વમળ કરતી રચના ..ધન્યવાદ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s