અખિલ બ્રહ્માન્ડમાં – ૧ (પી. કે. દાવડા)


બ્રહ્માંડની શરૂઆત

આપણી પૃથ્વી આ બ્રહ્માંડનો એક અતિ સૂક્ષ્મ ભાગ છે. આ બ્રહ્માંડ કેવી રીતે  અસ્તીત્વમાં કેવી રીતે આવ્યું? કોઈએ બનાવ્યું કે સ્વયંભૂ છે? એનો વિસ્તાર કેટલો છે? એને વ્યવસ્થિત રીતે કોણ ચલાવે છે? આવા સવાલો હજારો વરસથી માણસના મનમાં ઊઠતા રહ્યા છે. સમયે સમયે એના અલગ અલગ જવાબો પણ મળ્યા છે.

વેદ અને ઉપનિષદમાં બ્રહ્મને પરમ સત્ય અને જગતનો સાર હહ્યો છે. બ્રહ્મને બ્રહ્માંડનું કારણ કહ્યું છે. બ્રહ્મમાંથી જ બ્રહ્માન્ડની ઉત્પતિ થઈ છે, અને બ્રહ્મને લીધે જ બ્રહ્માન્ડ ટકી રહ્યું છે. બ્રહ્મ અદ્વૈત છે, બ્રહ્મ જ પરમ જ્ઞાન છે, બ્રહ્મ જ પ્રકાશનો શ્રોત છે, એ નિરાકાર છે, અનંત છે, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે. કેટલાક વિદ્વાનોના મતે બ્રહ્મ અને ઇશ્ર્વર એક જ છે. બ્રહ્મ સ્વયંભૂ છે. બ્રહ્મથી પહેલ કશું જ ન હતું. કદાચ આપણે આ બ્રહ્માને જ ઇશ્વર કહીએ છીએ.

શંકરાચાર્યના અદ્વૈતવાદ અને છાંદોગ્ય  ઉપનિષદ પ્રમાણે “બ્રહ્મ સત્ય,જગત મિથ્યા” પણ આ જ વાતને ટેકો આપે છે. ૧૫ મી સદીમાં આદી કવિ નરસિંહ મહેતાએ વેદ અને ઉપનિષદની વાતો પોતાના પદોમાં દોહરાવી છે. નરસિંહ મહેતા એમના એક પદમાં અદ્વૈતની વાત કરે છે. એ કહે છે, “નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એક તું એક તું શબ્દ બોલે.” એનો અર્થ થાય કે બ્રહ્માંડમાં માત્ર એક એવું ચેતન તત્ત્વ છે જે પૂરા બ્રહ્માંડમાં પથરાયેલું છે, અને તે જ બ્રહ્માંડનો કર્તા-હર્તા છે.

નરસિંહ મહેતા બીજા એક ભજનમાં ગાય છે, કે “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે”- એટલે કે બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ છે, એક જ તત્ત્વ છે, જેણે બ્રહ્માંડના આ બધાં રૂપો ધારણ કર્યાં છે, નરસિંહ આગળ કહે છે, “ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે.”

છેલ્લી ચાર-પાંચ સદીઓથી વૈજ્ઞાનિકો અને ખગોળ શાસ્ત્રીઓએ આ દિશામાં ખૂબ પ્રગતિ કરી છે, એમાં પણ છેલ્લી એક સદીમાં એમણે આપેલા સિધ્ધાંતોના પૂરાવા પણ મળવા લાગ્યા છે. આ લેખમાળામાં બે વૈજ્ઞાનિકોના નામ આગળ પડતા છે, અલબર્ટ આઈનસ્ટાઈન અને સ્ટીફન હોકીંગ્સ. બીજા અનેક ખગોળશાસ્ત્રીઓ અને ખગોળવૈજ્ઞાનિકોને ઘણું કામ કર્યું છે, જેમા ભારતના વૈજ્ઞાનિકોના નામ સામીલ છે. ભારતમાં ટાટા ઈન્સીટ્યુટ ઓફ ફીઝીકલ રીસર્ચ (TIFR)માં કામ કરતા બે ગુજરાતી વૈજ્ઞાનિકો, ડો. જે. જે. રાવલ અને ડો. પંકજ જોષી પણ સામીલ છે.

કુલ ૧૩ હપ્તાની આ લેખમાળામાં હું બ્રહ્માંડને લગતા વિવિધ પાસાઓની સંક્ષિપ્ત માહીતિ આપીશ. આ વિષયમાં મારૂં પોતાનું જ્ઞાન પણ ઉપર છલ્લું જ છે. ઉચ્ચ ગણિત, ફીઝીક્સ અને કેમીસ્ત્રીના અભ્યાસ વગર આ વિષય સમજવો અઘરો છે. અહીં મારો આશય હાલમાં ખૂબ ચર્ચામાં રહેલા આ વિષયની પ્રાથમિક સમજ મિત્રો સાથે વાંટવાનો છે. આવા ઝટીલ વિષય વિષે લખવામાં મારી ક્યાંક ક્યાંક સમજફેર કે ભૂલ થવાનો સંભવ છે. વાચકો જો આવી ભૂલો પ્રત્યે પ્રતિભાવ દ્વારા મારૂં ધ્યાન ખેંચશે તો હું જરૂર સુધારી લઈશ.

5 thoughts on “અખિલ બ્રહ્માન્ડમાં – ૧ (પી. કે. દાવડા)

 1. It’s a tough subject ! જટિલ વિષય!! જેની આ પૃથ્વી પર કોઈ જ કાંઈ જ છણાવટ કરી શક્યું જ નથી, એવો ગહન વિષય આ લેખ માળામાં લેવા બદલ ધન્યવાદ ! નાનપણમાં , બીજાં બાળકોની જેમ અમને ભાઈ બેનોને આવા પ્રશ્નો થતાં . ઉનાળાની રાતે અગાસીમાં ધાબે તારા બતાવી અમારાં બાપુજી અમને થોડું ખગોળ શાસ્ત્રમાં ચંચુપાત કરાવતા … એની યાદ આવી ગઈ ! Looking forward to read mor…

  Liked by 1 person

 2. ગૂઢ વિષય પર સંશોધનની સ રસ ,સુંદર ,સહજ ,સરળ રજુઆત છતા વારંવાર વાંચી સમજવા પ્રયત્ન કર્યો.
  આપણા નરસિંહની અમર વાણી જેવું ભજન અખિલ બ્રહ્માંડમા ચારેય વેદોના સાર આવે.તેના ચિંતનમા
  એ અખિલ-સમસ્ત-બ્રહ્માંડમાં આ જે કૈં છે તે સઘળે પરમાત્મા વ્યાપ્ત છે. એ દર્શનને ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરે છે. દેહમાં તું દેવ છે, તત્વમાં તું તેજ છે, શૂન્યમાં તું શબ્દ છે, તું જ પવન, પાણી, ભૂમિ છે, વૃક્ષમાં બીજ તું જ છે. બીજમાં વૃક્ષની સંભાવના પણ તું જ છે. માત્ર દૃષ્ટિ કેળવવાની જરૂર છે. એકવાર એ નજર લાધે તો બંને વચ્ચેના અંતરનો ભાસ કરાવતો પડદો હટી જાય. જીવ અને શિવ વચ્ચે અંતર છે, બેઉ જુદાં છે એ ગરબડના મૂળમાં ગ્રંથો છે! અને અહીં કવિ નરસિંહ સ્પષ્ટ કહે છે કે, ‘જેહને જે ગમે તેને પૂજે!’. અસહિષ્ણુતાનો તો દૂર સુધી ઓછાયો પણ ક્યાં? કવિને તો શ્રદ્ધા છે કે ‘પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે’.
  પરમતત્વના ‘તે જ હું’ – ‘સોહમ્’ ના દિવ્ય ઘોષને સાંભળીને આપણે માટે એ ભવ્ય રૂપ અને એને પામવાના સરળ માર્ગ પ્રેમ-ભકિત . આદરણીય વિવેચક સ્વ. અનંતરાય રાવળે નરસિંહ મહેતાને – The Beautiful, the Grand and the Sublime – ના કવિ કહ્યા છે.
  બીજા હપ્તાની રાહ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s