ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું (બદરી કાચવાલા) મે 29, 2019ગઝલ, બદરી કાચવાલાlilochhamtahuko ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું શણગારવા હ્રદયને એક આધાર માગશું દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય જેની સવાર ના પડે એ રાત માંગશું માન્યું કે જેને મળવું છે તેઓ નહીં મળે હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું -બદરી કાચવાલા ShareEmailLike this:Like Loading...
મોહમ્મદ રફી ના સ્વરમા બદ્રિ કાચવાલા,ની આ કવ્વાલી.માણતા-ગાતા તે હજુ યાદ તેમા ‘ મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું’ વાહની દાદ સાથે દુબારાની ફરમાઇશ થતી આજે ફરી માણતા આનંદ LikeLike
મોહમ્મદ રફી ના સ્વરમા બદ્રિ કાચવાલા,ની આ કવ્વાલી.માણતા-ગાતા તે હજુ યાદ
તેમા ‘ મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું’
વાહની દાદ સાથે દુબારાની ફરમાઇશ થતી
આજે ફરી માણતા આનંદ
LikeLike