મત્સ્ય વીંધાયું હતું કે કર્ણ વીંધાયો હતો (ગોપાલ શાસ્ત્રી)


મત્સ્ય વીંધાયું હતું કે કર્ણ વીંધાયો હતો?
યુદ્ધનો પ્રારંભ એ ક્ષણથી મંડાયો હતો.

ભાગ્યવશ સંજોગવશ જે કંઇ થયું ત્યાં દોષ ક્યાં?
તે છતાં સુગ્રીવ ક્યાં ક્યાં જઇને સંતાયો હતો.

‘આંધળાના આંધળા’ એ વૅણ બહુ ભારે પડ્યું,
ભરસભામાં દ્રૌપદીનો પ્રાણ ખેંચાયો હતો.

એ અયોધ્યા મહેલમાં વનવાસ જેને સાંપડ્યો
ઊર્મિલાનો ત્યાગ પણ કવિઓથી વીસરાયો હતો.

એ સતીના એક દ્રષ્ટિપાતની તું જો અસર,
ભીમથી પણ ક્યાં સુયોધન સહજ જિતાયો હતો.

જાનકી સમજીને રાવણ લઇ ગયો લંકા વિષે,
એ સતી સીતાનો કેવળ એક પડછાયો હતો.

દ્વૈતથી અદ્વૈત ને અદ્વૈતથી પણ પાર થઇ
કૃષ્ણ-રાધાનો સકળ અવતાર ખર્ચાયો હતો.

          – ગોપાલ શાસ્ત્રી

5 thoughts on “મત્સ્ય વીંધાયું હતું કે કર્ણ વીંધાયો હતો (ગોપાલ શાસ્ત્રી)

 1. અત્યંત સુંદર કાવ્ય. મહાભારત અને રામાયણ ના પ્રસિદ્ધ પ્રસંગો નું મનોહર કાવ્ય રૂપ.

  Liked by 1 person

 2. દ્વૈતથી અદ્વૈત ને અદ્વૈતથી પણ પાર થઇ
  કૃષ્ણ-રાધાનો સકળ અવતાર ખર્ચાયો હતો.
  સુંદર્
  અસત્યનો આશ્રય ના લેવો અને અસત્યને આશ્રય ના આપવો એ બંને પ્રકારના નિયમોની સામાજિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય આવશ્યકતા હોવી જોઇએ.
  મહાભારત પરની સુંદર ગઝલ – નવો પ્રયોગ.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s