પાર્થને કહો ચડાવે બાણ (નાનાલાલ દલપતરામ કવિ)


 

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ કલ્યાણ
કહો, કુંતાની છે આણ, પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ 

નાનાલાલ દલપતરામ કવિ

3 thoughts on “પાર્થને કહો ચડાવે બાણ (નાનાલાલ દલપતરામ કવિ)

  1. શાળાના દિવસોમા એની લયમધુરતા , ધ્વનાત્મક શબ્દો , ધ્વનાત્મક શબ્દો અને શૌર્યના રણકાઓના કારણે ખૂબ ગમી ગયેલી આ કવિતા હાલતા ,ચાલતા લલકારવાની ખૂબ મઝા આવતી.કવિ ન્હાનાલાલ કૃત આ રચના ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ છે. મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલા પછીના પ્રસ્તુત સંજોગોમાં પણ શું એ એટલું જ સાર્થક નથી લાગતું ? સરહદ પારના આતંકને ક્યાં સુધી મુંગે મોઢે સહન કરવો ? કોઈક હતાશા કે બેજવાબદારી ભર્યું અફવાનૂ બાણ ચઢાવી નૂકશાન કરે છે—આ સંદેશો સ્પષ્ટ છે-પાર્થને કહો ચડાવે બાણ ભીખ્યાં ભટક્યાં વિષ્ટિ વિનવણી કીધાં સુજનનાં કર્મ આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ.

    Like

  2. આ કવિતાની પ્રથમ બે પંક્તિઓ ઘણા લોકોએ કંઠસ્થ કરી છે. આખી કવિતા માણી અને મહાકવિની પ્રતિભાને નમસ્કાર કરીએ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s