પગલું (ગીતા પરીખ)


 

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી !

હૈયાનાં દ્વાર હજી ખૂલ્યાં-અધખૂલ્યાં ત્યાં
અણબોલી વાણી તેં જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંળી લાગણીની પ્યાલીમાં
આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !

ગીતા પરીખ

2 thoughts on “પગલું (ગીતા પરીખ)

 1. પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
  આયુષની અમીધાર રેડી,
  પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
  ને તેં તો લંબાવી દીધી કેડી !
  –સુ શ્રીગીતા પરીખનું સુંદર ગીત…
  પણ એક જ અંતરો ?

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s