બ્રહ્મ (પી. કે. દાવડા)


વેદ, ઉપનિષદ અને શંકરાચાર્યોએ બ્રહ્મ શબ્દની ખૂબ ચર્ચા કરી છે, છતાં એનો તંતોતંત અર્થ સમજવો ખૂબ જ મુશ્કેલ છે.

વેદ અનુસાર બ્રહ્મ એ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતું પરમ સત્ય છે. સમગ્ર અસ્તિત્વના મૂળમાં બ્રહ્મ છે. બ્રહ્માંડના પ્રત્યેક પરિવર્તનના મૂળમાં બ્રહ્મ છે, છતાંયે બ્રહ્મનું પોતાનું મૂળ સ્વરૂપ બદલાતું નથી.

વળી શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે બ્રહ્મ અનાદી છે અને અનંત છે. સર્વ શક્તિમાન છે. બધું જ બ્રહ્મને આધીન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણે હકીકતમાં એક જ છે, ત્રણે બ્રહ્મના અલગ અલગ સ્વરૂપો છે. બ્રહ્મ નિર્ગુણ અને નિરાકાર છે. ભગવાન સગુણ અને સાકાર હોઈ શકે અને છતાં મૂળમાં એ બ્રહ્મંનું સ્વરૂપ છે.

બ્રહ્માંડમાં જે જડ અને ચેતન અસ્તિત્વમાં છે, એ સર્વ બ્રહ્મના જ અંશ છે. શાસ્ત્રોમાં એને માયાનું નામ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શાસ્ત્રોએ તો એ પણ કહ્યું છે કે બ્રહ્મ પરમ જ્ઞાન છે. જ્ઞાન એ જડ અને ચેતન પદાર્થો કરતાં અલગ છે. એને જોઈ કે અડી શકાતું નથી, હા અનુભવી શકાય છે. આ આયામ બ્રહ્મને એક વધારાનું પરિમાણ આપે છે.

હું એંજીનીયર હોવાથી, વિજ્ઞાનનો વિદ્યાર્થી ગણાઉં. હું અત્યાર સુધી માનતો હતો કે આઈનસ્ટાઈની E અને બ્રહ્મ કદાચ એકબીજાની ખૂબ જ નજીક છે. પણ જ્ઞાનની વાતને લક્ષમાં લઈએ તો E ની વ્યાખ્યા અપુરતી થઈ જાય છે.

હવે આપણે બ્રહ્મ શબ્દને આવરી લેતા થોડા સૂત્રો જોઈએ.

“બ્રહ્મ સત્ય, જગત મિથ્યા”

આ સૂત્રનો સાદો અર્થ એ છે કે આપણે જગતમાં જે કંઈ જોઈએ કે અનુભવીએ છે એ કેવળ માયા છે. આ બધાની પાછળ એક જ શક્તિ છે જેને આપણે બ્રહ્મ કહીએ છીએ.

આ જ વાતને વધારે પુષ્ટી આપતાં ઇશ્વર કહે છે,

“અહં બ્રહ્માસ્મિ” (હું બ્રહ્મ છું)

એટલે આપણે જેને ઈશ્વર તરીકે સ્વીકારીએ છીએ એ હકીકતમાં બ્રહ્મ છે. કેટલીક જગ્યાએ ઈશ્વર અને ભગવાન વચ્ચેનો ભેદ એમ કહીને સમજાવ્યો છે કે ઈશ્વર એ બ્રહ્મ (શક્તિ) છે, જ્યારે ભગવાન (રામ, કૃષ્ણ) એ એના સગુણ સ્વરૂપો છે.

“સોહમ, તત્વમસિ”

આ સૂત્રમાં કહે છે, હું એ જ છું, અને તું પણ તે જ છે. એટલે ભગવાન અને આપણે એક જ બ્રહ્મના અંશ છીએ.

અહીં બ્રહ્મ શબ્દ સાથે જોડાયલા બીજા બે વિષયોની પણ ટુંકી ચર્ચા કરી લઈએ.

એક વિષય છે, “બ્રહ્મ મૂરત”. શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે રાતના છેલ્લા પહોરનો ત્રીજો ભાગ બ્રહ્મમૂહુર્ત હોય છે. માન્યતા એવી છે કે આ સમયે ઊઠીને ભગવાનની પૂજા, ધ્યાન અને પવિત્ર કર્મ કરવું ખૂબ જ શુભ હોય છે.

વ્યવહારિક રીતે સારા સ્વાસ્થ્ય, તાજગી અને ઊર્જા મેળવવા માટે બ્રહ્મ મૂરત શ્રેષ્ઠ સમય હોય છે. રાતની ઊંઘ પૂરી થયા પછી દિવસભરનો શારિરીક અને માનસિક થાક ઊતરી ગયો હોવાથી મગજ શાંત અને સ્થિર હોય છે. વાતાવરણ અને હવા સ્વચ્છ હોય છે. એવે વખતે દેવ ઉપાસના, ધ્યાન, યોગ, પૂજા. તન-મન અને બુદ્ધિને પુષ્ટ કરે છે.

બીજો વિષય છે “બ્રહ્મ સંબંધ”.

લગની લાગે પછી કયારેય પણ છોડાય નહીં એવો સંબંધ તે બ્રહ્મસંબંધ. આત્મા સાથેનો સંબંધ એ બ્રહ્મસંબંધ. જે સંબંધ જગતમાંથી તમારી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડે ને તમને બ્રહ્મનિષ્ઠ બનાવી આપે એ બ્રહ્મ સંબંધ. બ્રહ્મસંબંધ એ શરણશક્તિથી  બાંધેલો પરમાત્મા સાથેનો અતૂટ સંબંધ.

જુદા જુદા પંથો અને અલગ અલગ ધર્મગુરૂઓ આ બ્રહ્મ સંબંધ અલગ અલગ રીતે સમજાવે છે, અને એ સંબંધ બાંધવાની ક્રીયાઓ પણ અલગ અલગ છે. હું માનું છું કે આ સંબંધ મુમુક્ષુ જાતે જ બાંધી શકે.

બ્રહ્મ વિષય એટલો ગહન છે કે અનેક પુસ્તકોના વાંચન પછી પણ પૂરો ન સમજાય. અહીં મેં ખૂબ જ ટુંકાણમાં જીજ્ઞાષુઓની પ્રાથમિક જીજ્ઞાષા સંતોષાય એવો પ્રયત્ન કર્યો છે.

-પી. કે. દાવડા

3 thoughts on “બ્રહ્મ (પી. કે. દાવડા)

 1. ગાગરમાં સાગર સમાવી. સંક્ષિપ્ત સમજણ એક અનોખા શબ્દ ની. બ્રહ્મ ને સમજી -બ્રહ્મ ના કામ માટે સમર્પણ કરે તે જ બ્રાહ્મણ.

  Liked by 1 person

 2. BRAHM IS ONE & ONLY ONE. OTHER SIDE. BHAGWAN (DAVDA SAHEB SUCHIT) KRASHA-RAM ARE HUMAN MEN LIKE US. EVEN MAHAVIR-BUTH.,,PAYGMBAR-ISHU, 24 JAIN TIRTHNKAR ETC ALL ARE HUMAN LIFE LIKE US. BUT BEST KARMA BRING THEM BHAGWAN, SO I BELIVE ‘BRAHM’ IS ONLY ONE & ONE. NICE ARTICLE FROM SHRI DAVDA SAHEB..

  Liked by 1 person

 3. ‘બ્રહ્મ વિષય એટલો ગહન છે કે અનેક પુસ્તકોના વાંચન પછી પણ પૂરો ન સમજાય. અહીં મેં ખૂબ જ ટુંકાણમાં જીજ્ઞાષુઓની પ્રાથમિક જીજ્ઞાષા સંતોષાય એવો પ્રયત્ન કર્યો છે.’ .અમે ઘણી નવી વાત સમજી
  અમને યાદ આવે
  જાગીને જોઉં તો જગત દીસે નહિ
  ઊંઘમાં અટપટા ભોગ ભાસે
  ચિત્ત-ચૈતન્ય-વિલાસ તદ્રુપ છે
  બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
  બ્રહ્મ આ વિશ્વનુ એકમાત્ર અને પરમસત્ય છે. હિંદુ તત્વચિંતન મુજબ, બ્રહ્મ આ જગતનુ મૂળભૂત કારણ છે. તે એક અને અદ્વિતીય છે. વેદોમાં બ્રહ્મ નિરાકાર, કારણરહિત, નિર્ગુણ, શાંત, ૐકાર સ્વરૂપે દર્શાવાયુ છે.તે જ આનંદનો સ્ત્રોત છે, તે જ સાચું જીવન છે. સાચો “હું” કોણ છે? તે આત્મા છ. તે જ બ્રહ્મ છે, શુદ્ધ ચૈતન્ય છે.વિખ્યાત ન્યુક્લિયર ફીઝિસિસ્ટ સ્ટીવન વીનબર્ગ રહસ્યોને તાગવાના વરસોના પ્રયત્ન પછી ફલશ્રુતિ વિશે લખે છે : “The more the universe seems comprehensible the more it also seems pointless. But if there is no solace in the fruit of our research there is at least some consolation in the research itself….

  The effort to understand the universe is one of the few things that lifts human life a little above the level of farce and gives it some of the grace of tragedy.”

  -Steven Weinberg

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s