શેખાદમ આબુવાલા ના થોડાક શેર


 

મુહોબ્બત ના સવાલોના કોઇ ઊત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા
મળે છે કોઇ એક જ પ્રેમી ને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કૈં શંકર નથી હોતા…

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે,
અર્થ શો વિખવાદ નો ?
બેઊ ને આરામ છે…

*

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું,
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઊછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું…..

*

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોત ને પણ આવવા દો લાગ માં

*

ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવાદે
મને ધનવાન મજનૂ એ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાથી,
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે….

*

2 thoughts on “શેખાદમ આબુવાલા ના થોડાક શેર

 1. ગાંધી વિષે શેખાદમ આબુવાલા

  કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
  બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
  ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
  ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

  -શેખાદમ આબુવાલા

  Liked by 2 people

 2. તારી પાસે રામ છે
  મારી પાસે જામ છે,
  અર્થ શો વિખવાદ નો ?
  બેઊ ને આરામ છે…
  અદ્ભૂત વ્યક્તિત્વ અને પ્રતિભાના માલિક સ્વ. શેખાદમના પકંજ ઉધાસ વરસોવરસ યોજાતા ‘યાદેઆદમ’ના કાર્યક્રમમાં આદમની જ એક ચીજ ‘શરાબ જિસ ને બનાઈ ઉસે હમારા સલામ’ ગાય છે, ત્યારે એનું હૃદય ભરાઈ આવે છે. એનો તાલીમી કંઠ પણ ડુમાઈ જાય છે. આંખોના ખૂણા વહી ચાલે છે
  યાદની બારાતમા વધુ યાદ
  માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
  એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી…

  એ જ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા
  એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી…

  રૂપનું રંગીન ગૌરવ પ્રેમનો લાચાર હાલ
  એ જ છે (લાગી શરત) આદમથી શેખાદમ સુધી…

  મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
  જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી…

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s