કથા પૂરી થઈ (ઉર્વીશ વસાવડા)


 

કાચ તૂટ્યો એક પથ્થરની કથા પૂરી થઈ,

શબ્દ પ્રગટ્યો એક અક્ષરની કથા પૂરી થઈ.

 

ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,

કેમ ? ક્યારે ? એક અવસરની કથા પૂરી થઈ.

 

એક ફળ સાથે જ થઈ આરંભ માનવની કથા,

એ ક્ષણે ત્યારે જ ઈશ્વરની કથા પૂરી થઈ.

 

એમણે આવી, સહજ આંસુ લૂછ્યું મારું, પછી

કૈંક પીડા, કૈંક કળતરની કથા પૂરી થઈ.

 

શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,

શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.

 

–ઉર્વીશ વસાવડા

(આંગણું ખુલ્યું ને દાવડાની વ્યથા પૂરી થઈ.)

4 thoughts on “કથા પૂરી થઈ (ઉર્વીશ વસાવડા)

 1. સાદ્યંત્ સુંદર ગઝલ, એકે એક શે’ર મનનીય થયા છે,
  ઉર્વીશ એમની સરળ ભાષામાં જ્યારે ખૂલે છે ત્યારે કળાવા નથી દેતા કે તેઓ એક તબીબ – રેડિયોલોજીસ્ટ છે. જૂનાગઢના વતની હોવાના નાતે એમની ગઝલોમાં ગિરનાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો કેદારો અને અશોકના શિલાલેખો ખૂબ સહજતાથી વણાઈ જાય છે
  એમણે આવી, સહજ આંસુ લૂછ્યું મારું, પછી
  કૈંક પીડા, કૈંક કળતરની કથા પૂરી થઈ.
  સ રસ
  શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
  શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.
  વાહ
  શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ. યુગ યુગાંતરથી ઊભો છું એમના દ્વારે છતાં એમને મળવાનું કારણ શોધવા મથતો રહ્યો. તું ભલે ઉલ્લેખ ટાળે, નામ તો મારું જ છે તુજ કથાના હર મથાળે નામ તો…
  જીવન એક કથા જ સમજીએ તો એનું સુદર રસ્દર્શન

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s