ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-૨


પદ્મશ્રી અંજલી ઇલા મેનન

અંજલી ઈલા મેનન ભારતના અગ્રગણ્ય ચિત્રકારોમાંના એક છે. દેશ પરદેશમાં એમણે ચિત્રકાર તરીકે નામના હાંસિલ કરી છે. એમ ઓઈલ પેઈન્ટ્સ અને અન્ય માધ્યમના ચિત્રો જાણીતા મ્યુઝીયમોમાં પ્રદર્શિત છે. વિશ્વભરના કોર્પોરેટ ઘરાણાં અને આર્ટના શોખીનો પાસે તેમના ચિત્રો છે. એમના જીવન ઉપર ત્રણ ચલચિત્રો બન્યા છે અને અનેક પુસ્તકો લખાયા છે.

ઇંદુલેખા  નામના આ ચિત્રમાં  ૧૧ ઈંચ બાય ૧૫ ઈંચનું ઈચીંગ છે, જેમાં કલાકારે પેન્સીલથી સહી કરી છે. ઈચીંગ એ ચિત્રકળાનો એક અલગ પ્રકાર છે. આ ચિત્ર પચાસ હજાર રૂપીયામાં ખરીદાયું હતું. ચિત્રની એક એક રેખામાં પરિપક્વતા અને સુંદરતા છે.

અરજણ ખંભાતા

અરજણ ખંભાતા પોતાના એક “Scraptures” નામના પ્રદર્શન પછી ખૂબ પ્રખ્યાત થયા. પ્રદર્શનમાં એમણે ધાતુના ભંગારમાંથી તૈયાર કરેલા અદભૂત શિલ્પ પ્રદર્શિત કરેલા.

હવે તેઓ ભંગારને બદલે નવા મેટલશીટસ વાપરે છે. ધાતુના પતરાંને વાળવા, આકાર આપવા, કાપવા, જોડવા, તપાવીને આકાર આપવા જેવી કળાઓમાં એમણે મહારથ હાંસિલ કરી છે.

ઉપરના ચિત્રમાં ખંભાતાએ તૈયાર કરેલું ગણેશનું શિલ્પ છે.

૭” X ૧૬” X ૭” ના આ શિલ્પમાં ગણપતિબાપા આરામ ફરમાવે છે. શિલ્પને કાષ્ટમાંથી કંડારવામાં આવ્યું છે અને એને તાંબાના પતરાંમાંથી તૈયાર કરેલા ઘરેણાંથી શણગારમાં આવ્યું છે. આ શિલ્પના આઠ લાખ રુપિયા ઉપજ્યા હતા.

આ બીજું શિલ્પ પણ ગણપતિબાપાનું છે. ૧૫” X  ૧૦” X  ૯” ના કાષ્ટમાંથી કંડારેલા અને ઠાઠથી ઊભા રહેલા બાપાના વસ્ત્રો અને આભુષણો તાંબાના પતરામાંથી બનાવેલા છે. આવું શિલ્પ તૈયાર કરવામાં ઘણીવાર મહિનાઓ લાગી જાય છે. આ શિલ્પ પણ રુપિયા આઠ લાખમાં વેંચાયું હતું.

1 thoughts on “ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-૨

પ્રતિભાવ