શ્રી બાબુ સુથાર હાલમાં થોડા વરસોથી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના જગવિખ્યાત Bay Area માં રહે છે. શ્રી બાબુ સુથારની કવિતાઓ આમ પણ માર્મિક હોય છે. એમની કેટલીક કવિતાઓમાં “કંઈ પે નિગાહે, કંઈ પે નિશાના” જેવો ઘાટ જોવા મળે છે, પણ આ કવિતામાં એમણે તીર સીધું નિશાન ઉપર છોડ્યું છે. અમેરિકાના પૂર્વકાંઠે અને પશ્ચિમકાંઠે વસતા કેટલાંક ગુજરાતીઓ પોતે સાહિત્યકાર હોવાના વહેમમાં જીવે છે. કવિતા લખવા માટે તેઓ શબ્દો ગોઠવીને પંક્તિઓ બનાવે છે, અને આવી પંક્તિઓના સમૂહને કવિતાનું નામ આપે છે. આવી કવિતાઓને બાબુભાઈ Tailor made કાવ્યો કહે છે.
કવિતામાં કલ્પના હોય એની ના નહીં, પણ કલ્પનામાં તર્ક તો હોવો જ જોઈએ. મધ્યરાત્રીએ સૂરજ દેખાડવાની છૂટ તો કવિને પણ ન અપાય. આવી અતાર્કિક વાતો ઉપર આકારા પ્રહાર કરતાં બાબુભાઈએ અનેક ઉદાહણો ટાંક્યા છે. Diaspora સાહિત્યના નામે ‘ન ઘરના ન ઘાટના’ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. મારૂં પોતાનું માનવું છે કે અનેક લોકો જાણે કે ઘરઝુરાપાની દુકાન ખોલીને બેઠાં છે. એમની વાણી અને વર્તનમાં ઘરઝુરાપો કયાંયે નજરે પડતો નથી, માત્ર એમની કવિતાઓમાં એ ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે. (પી. કે. દાવડા–સંપાદક)
બે એરિયા અને ગુજરાતી કવિઓ (બાબુ સુથાર)
બે એરિયામાં રહેતા ગુજરાતી કવિઓ
જ્યારે વરસાદ વિશે કવિતા લખતા હશે
ત્યારે એ કેટલા પ્રમાણિક રહેતા હશે?
કેમ કે અહીં વરસાદ
ક્યારેક જ પડતો હોય છે.
એ જ રીતે બે એરિયાના કવિઓ
બરફ વિશે લખતા હશે ત્યારે એ લોકો
કાં તો ભૂતકાળના કોઈક બરફ વિશે વાત કરતા હોય
જે ક્યાનોય ઓગળી ગયો છે
અથવા તો દિલચોરી કરતા હશે.
કેમ કે બે એરિયામાં બરફ પણ પડતો નથી.
આ કવિઓની પાનખર પણ
ભારતથી સાથે લાવવામાં આવેલાં
અથાણાંને છૂંદા જેવી હોય છે.
એમાં પાંદડાં પીળાં હોય
ને ખરતાં હોય.
કેમ કે બે એરિયાની પાનખર પણ
પૂર્વકાંઠે હોય છે એટલી વૈભવી નથી હોતી.
ગરીબ ઝુપડાંની વચ્ચે એકાદ મહેલ જોવા મળે
એમ અહીં ક્યાંક ક્યાંક પાનખરના વૈભવવાળાં વૃક્ષો જોવા મળે ખરા.
આ કવિઓ બહુ બહુ તો દરિયા વિશે લખી શકે
પણ એમ કરતી વખતે ય ઘણા તો
મુંબઈના દરિયા અને બે એરિયાના દરિયાની વચ્ચે
ગોશમોટાળો કરી નાખતા હોય છે.
કેમ કે બે એરિયાના દરિયાકાંઠા
ગુજરાતી અક્ષરોમાં સમાય એવા નથી.
તમે ક્યારેક પોઈંટ રીઝનો દરિયો જોજો.
જ્યાં કાંઠો પૂરો થાય
ત્યાંથી જંગલ શરૂ થાય.
એમ તો બે એરિયાના ગુજરાતી કવિઓ
અહીંના વિવિધ પાર્ક વિશે કવિતા લખી શકે
પણ મોટા ભાગના ગુજરાતી કવિઓ
એમની કવિતામાં દરજીકામ કરતા હોય છે
એ લોકો શબ્દો સીવીને વાક્યો બનાવે
ને વાક્યો સીવીને કવિતા.
પછી વાંચો એમ એમ એના બખિયા ઊકલતા જાય
ભાવકને કવિતા નહીં, તૂટેલા ધાગા હાથ લાગે.
એટલે જ તો બે એરિયાના કેટલાક ગુજરાતી કવિઓ
બે એરિયા વિશે કવિતા નથી કરતા
એ લોકો કાં તો હાથીની કવિતા કરે
કાં તો ઘરઝુરાપાની.
હાથીની કવિતામાં
હાથીની આંખમાં આંખ પરોવે
ઘરઝુરાપાની કવિતામાં
બાએ કરેલા વઘારની સોડમની હોડી બનાવી
તરવા નીકળી પડે.
બે એરિયા સાચે જ
ગુજરાતી કવિઓ માટે ઉશરભૂમિ છે.
Like this:
Like Loading...
Superb and so well said !
LikeLiked by 1 person
nicely clarified poets of bay area. with all details
LikeLiked by 2 people
મા બાબુભાઇએ તેમના ધોરણના કાવ્યોના અભાવ અંગે વ્યંગ વાતે ઘણી નબળાઇ પર ધ્યાન દોર્યું પણ બે એરીઆમા, ઓછા પ્રમાણમા. પણ કવિઓ છે એક દાખલો સુ શ્રી— સપના વિજાપુરાનો
મૌનમાં બોલતાં આવડે છે?
આંખમાં ખોળતાં આવડે છે?.
પ્રેમમાં હોય છે જાગરણ પણ,
રાતમાં જાગતાં આવડે છે?
.પાંખ તો કોઈ કાપી ગયું છે,
એ વિના ઊડતાં આવડે છે?
.વેદના, વેદના, વેદના છે,
આંસુ ને ખાળતાં આવડે છે?
.ગાંઠ સંબંધમાં પણ પડી છે
બાંધ્યું ખોલતાં આવડે છે?
.નાવડી કે હલેસું નથી પણ
જળ ઉપર ચાલતાં આવડે છે?
.ફૂલ ખીલતા રહે છે વસંતે
શિશિર માં ખીલતાં આવડે છે?
.તું કરે છે ખુદાઈનો દાવો
ત્રાજવું તોળતાં આવડે છે?
.એ બી સી ડી તો ગોખી ગયો છે
ગુર્જરી બોલતાં આવડે છે?
.કોઈ સપનાં હકીકત બને ના
ખ્વાબ માં જીવતાં આવડે છે?
જયશ્રીબહેન મરચન્ટના બેકાવ્યસંગ્રહ ‘વાત તારી અને મારી છે’ અને ‘લીલોછમ ટહુકો’નું લોકાર્પણ થયા
મા દાવડાજી પી કે પણ કાવ્યો પર સારો હાથ અજમાવે છે
.
.
.
.
એવા તો ઘણા છે
LikeLiked by 1 person
સાચું ,સ્પષ્ટ લખવા બદલ ધન્યવાદ…
LikeLike
શ્રેષ્ઠ સર્જનની મંજીલ ભલેને ઊંચી હોય
.. ચાલો સફર કરી જાણીએ
પથ દર્શક મળે એ સૌભગ્ય આપણું
અંતર દર્શને સમૃધ્ધી માણીએ
સાહિત્ય એટલે ઊર્મિઓનો ભંડાર … વધાવીએ
રમેશ પટેલ (આકાશદીપ )
LikeLiked by 2 people
મહેશ રાવલ પણ અચ્છા ગઝલકાર છે, બે એરિયાના..
બીજી એક વાત.
“ગુજરાતી કવિઓ માટે ઉશરભૂમિ છે.” આ વાક્યમાં એક સવાલ પૂછું. સમજાવશો.
ઉશરભૂમિ કે ઉસરભુમિ?
સંસ્કૃતમાં ‘ઉષર’ શબ્દ હોવાની જાણ છે.
LikeLiked by 1 person
‘ઊસર’ જોઈએ. જોડણીભૂલ છે. હા, સંસ્કૃતમાં ‘ઊષર’ છે. મારી બોલીમાં ‘સ’નો ‘હ’ થાય. અમે ‘ઊહેર’ બોલતાં. સ/શ variation હોઈ શકે.
LikeLiked by 1 person
Thanks for clarification.
LikeLike