(બ્લોગ જગતમાં શ્રી સુરેશ જાનીનો પરિચય આપવો એટલે સૂરજને અરીસો દેખાડવો. ૨૦૦૯ માં પ્રથમવાર પ્રગટ થયેલો લેખ આજે પણ એટલો જ વંચાય છે.)
હોટલ ગુલશન – એક સ્વાનુભવ
વાતાવરણ એકદમ તંગ છે. સુરેશ! તમે એ વીસ્તારમાં આવેલી હોટલ ગુલશનના રીસેપ્શન કાઉન્ટરની સામે અસહાય બનીને ઉભા છો. તમારા બધા સાથીદારો, મદદનીશો, સશસ્ત્ર સહાયક સુરક્ષા કર્મચારીઓમાંનું કોઈ તમારી સાથે નથી. તમારી સામે હોટલનો માલીક અહમદ લાલઘુમ આંખો કરી ઝેર ઓકી રહ્યો છે. તેની એક બાજુમાં મજબુત બાંધાના, મવાલી જેવા લાગતા, તેના ચાર મદદનીશો આંખના એક જ ઈશારે તમારી પર ત્રાટકી પડવા તૈયાર ઉભેલા છે. નીચે મખમલી ફર્શ ઉપર તેનો એક નોકર બે ચાર જગ્યાએ નજીવા ઘા થયેલી હાલતમાં,દેખીતી રીતે તરફડીયાં મારવાનો ડોળ કરીને પડ્યો છે. બીજી બાજુએ લુચ્ચી આંખો વાળો, સ્પષ્ટ રીતે બેઈમાનદાર, પોલીસ ખાતાનો સબ ઈન્સ્પેક્ટર પરમાર તમને સમાજના દુશ્મન માનીને, તમારી તરફ કરડાકીથી જોઈ રહ્યો છે.
વિજ ચોરી અંગે દરોડા સામાન્ય થતા જાય છે અને તેમા ઘણીવાર આગેવાનો પકડાય છે ધાર્મિક સ્થળો તો જાણે વિજ ચોરીને ચોરી જ નથી ગણતા ! ઘણીવાર હોટલ ગુલશન જેવો માહોલ હોય છે અને પુરતો પોલીસ બંદોબસ્ત હોવા છેતા ઇજાના ભોગ થવું પડે છે.આવી સ્થિતીમા અમારા સુજાના પરાક્રમની વાત ફરી ફરી વાંચી ઘણા દેશોની જેમ ભારતમા પણ વિજ ચોરી ન કરવાનું પ્રજા સ્વીકારે તો ઘણા ઓછા દરે વિજ મળી શકે ! દરેકને ગુલશન મળે !!
યાદ આવે
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
દાગ સાહેબ એવા અધરની પ્રશંસા કરતાં કહે છે :
ગુલશન મેં તેરે લબોં ને, ગોયા
રસ ચૂસ લિયા કલી – કલી કા….
LikeLike
Three words: Oh My GOD!! Thank God , the help arrived!
LikeLike
ખાસ કરીને ભ્રષ્ટ પોલીસ અને કામચોર અને ભ્રષ્ટ ઓફીસરોને હિસાબે પ્રમાણિક સ્ટાફ પણ કામ કરતાં ગભરાતો હોય છે. તમારા કેસમાં એજ થયું.. તમે, તમારા વાઈસ પ્રેસીડેન્ટ અને ઈ,પરીખ સાહેબ જેવા પ્રમાણિક માણસો હોય છે, પણ હાથ નીચેનો કે ઉપરનો સ્ટાફ એમનો કાંકરોજ કાઢી નાંખતા હોય છે.
સરસ લેખ છે… તમે તો ખરાજ, પણ અમે પણ નસીબદાર ખરાજ વળી એટલેજ તમારા લેખોનો લાભ મળતો રહે છે.
LikeLike
લેખ સરસ છે એલ કહું તો જાની સાહેબે ભોગવેલી પીડાને જ અનુમોદન આપી એવું મને લાગે તેથી લખું છું કે સચોટ રજુઆત છે. આઘાત લાગ્યો. આવા બદમાશો ખરેખર આઝાદીનો ગેરલાભ લે છે અને પ્રામાણિક નાગરિકો કે કર્મચારીઓને ભય હેઠળ જીવવું પડે છે.
મારી પત્નીની બાબતમાં એક ઘટના બનેલી. સૂરતની સિવિલ હોસ્પીટલમાં એમના વોર્ડમાંનો એક દરદી ડોકટરના રાઉન્ડ પર આવવાના સમયે પથારી પર હાજર નહોતો. તેની નોંધ લેવામાં આવી. મારી પત્નીને ખબર નહોતી કે એ કોણ છે અને ક્યારે કોની રજા લઈને બહાર ગયો છે. એ દરદી જ્યારે આવ્યો ત્યારે ાેને પૂછવામાં આવ્યું કે કે ક્યાં ગયા હતા અને રજા વગર શા માટ ગયા હતા. તમે હાર્ટના પેશન્ટ છો. તમે બહાર ગયા અને તમને કંઇ થઈગયું તો કોણ જવાબદાર? પેલાએ કહ્યું કે હું કહીને ગયો હતો. બાજુની પથારીવાળાને કહીને ગયો હતો. મારી પત્નીએ કડક અવાજે કહ્યું કે એમ કોઈને કહીને ગયા તે નહિ ચાલે. જવાબદાર નર્સ કે ડોકટરની રજા લઈને જ જવાનું હોય. તમે બહાર જાઓ અને કોઈ તમારું ખૂન કરી જાય તો?
કેટલાક પેશન્ટોઅને તેમાના સંબંધીઓએ મારી પત્નીને ઈશારાથી કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્તો, પણ એણે તેના પર ધ્યાન આપ્યું નહિ. પાછળથી ખબર પડી કે એ સોમા લાલા ટંડેલ નામનો રીઢો દાણચોર હતો. ગુનામાં પકડાયેલો અને માંદગીના બહાના હેઠળ હોસ્પીટલમાં સારવાર હેઠળ હોવાનું નાટક કરી રહેલો હતો.
ફરજપાલન દરમિયાન આવા જોખમોમાંથી પસાર થઈએ ત્યારે ભગવાન યાદ આવે! હાશ. તેની દયાથી આજે બચી ગયા.
LikeLike