મને ગીતાના અભ્યાસમાં આનંદ મળવા લગ્યો છે. હું વિચારૂં છું કે ગીતામાં એવું શું છે કે જેણે કરોડો લોકોની ચાહના મેળવી છે. ઉપરછલ્લા વાંચનથી એ સમજવું શક્ય નથી. પ્રત્યેક શબ્દનું કોઈને કોઈ પ્રયોજન છે, એમ સ્વીકારીને જ્યારે ગીતા સમજવા કોશીશ કરીયે છીયે, ત્યારે અચાનક જ કોઈ અર્થ ધ્યાનમાં આવે છે, જે આ પહેલાના વાંચન વખતે ધ્યાનમાં ન આવ્યું હોય.
ગીતામાં “આત્મા” ના ઉલ્લેખથી, વિજ્ઞાનમાં જ માનવાવાળા લોકો ગીતા પ્રત્યે ઓછા આકર્ષાય છે. હવે મારો એવો મત થાય છે કે વેદવ્યાસ જેવા વિદ્વાનો શબ્દો વેડફે નહીં, પ્રત્યેક શબ્દનો હેતુપૂર્વક ઉપયોગ કરે. ગીતા હજારો વરસ પહેલા રચાયલી કૃતિ છે. આપણે એ વાત તો સ્વીકારીયે છીયે કે સાહિત્ય જે સમયે રચાયું હોય, એ સમયની સંસ્કૃતિના દર્શન એમાં થાય છે.
હવે જો ગીતાની રચના પાછળ, મનુષ્ય જીવનને આદર્શ બનાવવાનો આશય હોય, તો એમાં દર્શાવેલા નિયમોનું સખતાઈથી પાલન થાય એ જરૂરી છે. પ્રત્યેક ગુન્હાના પ્રકાર અને એના માટેની મુકરર સજા ઈન્ડિયન પીનલ કોડમાં લખવામાં આવી છે. ચોરી કરો તો ત્રણ મહિનાની કેદ, ખૂન કરો તો ફાંસી વગેરે વગેરે. હવે ગીતામાં દર્શાવેલા નિયમોના પાલન માટે કોઈ Enforcing Agency ન હતી, અને આજે પણ નથી. પણ જેમ ઈન્ડિયન પીનલ કોડ ભય પેદા કરે છે, તેમ ગીતામાં પણ સજાનો ભય પેદા કરવા પુનરજન્મ અને આત્મા જેવી બે કલ્પનાઓ ઉમેરાઈ હોય. જો આમ કરશો તો આવતા જન્મમાં આ સજા થશે. હવે જો તમને તમારા ગયા જનમ અને આવતા જનમ સાથે સાંકડી લેવા હોય તો કોઈ એક કડીની જરૂર પડે. એ કડી એટલે આત્મા. કોઈ એને ચેલેન્જ ન કરે એટલે એની વ્યાખ્યા કરી, “શસ્ત્રો એને છેદી શકતા નથી, અગ્નિ એને બાળી શક્તો નથી, પાણી એને ભીંજવું શક્તું નથી અને પવન એને સુકવી શકતો નથી.”
ઉદેશ માત્ર લોકો આદર્શ નિયમોનું પાલન કરે અને સારા માણસો બને એટલો જ હોઈ શકે. આજે પણ દરેક ઘરમાં નાના બાળકને ધમકાવવામાં આવે છે, “જો આમ કરીશ તો તમે બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દઈશ.” હજીસુધીમાં તો આ ધમકીનો અમલ થતો મેં ક્યારે પણ જોયો નથી, પણ બાળક એ ધમકીને સાચી માનીને ડરે છે, અને સખણો રહે છે.
આત્મા, પરમાત્મા, મોક્ષ, પુનર્જન્મ, ડે ઓફ જજમેન્ટ, સ્વર્ગ, નર્ક, કર્મનો સિદ્ધાંત આ બધી માન્યતાઓ છે. પણ એ માન્યતાઓ માત્ર જ છે – એથી એને ઠુકરાવી દેવી એ બૌદ્ધિક અંધાપો છે. બહુ જ સાદો દાખલો….
અમુક વ્યક્તિઓ આપણાં મા કે બાપ છે – એ આપણી માન્યતા છે! આપણે સ્વાનુભવથી એ જાણ્યું નથી – જન્મ્યા ત્યારે એવી કોઈ બુદ્ધિ જ ન હતી. આપણે જાણ્યો માત્ર એમનો પ્રેમ અને એટલે એમને મા-બાપ તરીકે સ્વીકારી લીધા. આવો જ પ્રેમ આસ્તિક વ્યક્તિને ઈશ્વર માટે છે. એ પ્રેમ અને એ માન્યતા જીવનના સંઘર્ષને પહોંચી વળવા તેને બળ આપે છે.
માન્યતા હોવી કે ન હોવી – એ અગત્યનું નથી. અગત્ય છે – શક્તિમાન બનીને જીવવાની. હર ક્ષણમાં કલ્યાણ ભાવનાથી જીવવાની. મડદાંની જેમ જીવવું એ જીવન નથી જ.
મા દાવડાજીનું સ રસ ચિંતન અમે જે સિધો અર્થ સમજ્યા અને અનુભવ્યો તે-‘જેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી કે વાયુ સુકવી શકતો નથી તે આત્મા (પોતે, દરેકનું પોતાનું સાચું સ્વરૂપ) અછેદ્ય છે, અદાહ્ય છે, અક્લેદ્ય છે, અશોષ્ય છે. તે નિત્ય, સર્વગત, અચલ અને સનાતન છે. તે અવ્યક્ત છે, અચિંત્ય છે, તેને વિકારરહિત કહેવામાં આવ્યો છે. તેથી હે અર્જુન આ આત્માને ઉપરોક્ત પ્રકારનો જાણીને તારે શોક કરવો યોગ્ય નથી.આત્મા સત-ચિત-આનંદ એટલે મૂળભૂત આનંદ સ્વરૂપ છે. કોઇ પણ પ્રકારનો કલેશ તેને કદી સ્પર્શી શકતો નથી. તેને પરમ શાંતિનું ધામ કહ્યો છે. તે સર્વ વ્યાપક, અચલ, અજન્મા, અમર, તાદાત્મ્ય થવું છતાં તટસ્થ રહેવુ-નોખા રહેવુ વગેરે છે. આત્માને પરમાત્માનું જ સ્વરૂપ કહેવાયો છે.’
સરસ. હવે આપણે ચર્ચાને ચોરે મળવા લાગ્યા. પૂજ્ય દાવડા સાહેબે છેલ્લા લેખમા કહેલું તે મને કાયમ માટે યાદ રહેશે…ગીતા કે બિજા ઘાર્મિક લખાણો…જેવાકે…રામાયણ…મહાભારત….ફક્ત ‘ શ્રઘ્ઘા ‘ થી જ સમજવા. આજના લેખમાં પણ વિચાનનો ઉલ્લેખ તેમણે કર્યો છૈ. આજે માનવી..વિશ્વમાવ બની ચુક્યો છે. ત્યારે…ભારતના સીમાડાઓ હતાં. બીજી સંસ્કૃતિઓ પણ હતી. આજે વિશ્વમાનવો બની ગયા છીઅે…ભારતમાં પણ વિશ્વની સંસ્કૃતિ સાથે સાથે જીવી રહી છે. ઓશો નું કહેવું હતું કે….” The real question is not whether life exists after death…? The real question is whether you are alive before death? ”
ઘાક ઘમકીથી બાળકોને સારા સંસ્કાર આપવાની વાત ? હું અમેરિકા આવ્યો ત્યારે હ્ુમન સાયકોલોજીવાળાને કહેતા સાંભળ્યા કે…પ્રેમથી સારા સંસ્કાર આપો. કયા લખાણને કેવી રીતે મૂલવવું તે તેના વાચકના બેકગ્રાઉન્ડ ઉપર આઘારીત છે. મારે મેં વાંચેલા લખાણમાં શું જોવું છે તે મારે નક્કિ કરવાનું રહે છે. દુનીયામાં બીજા અેટલાં બઘા લખાણો છે જે વઘુ સારી રીતે …સદ્ વિચારો સમજાવી શકે છે. ગાંઘીજીની આત્મકથા…..સત્યના પ્રયોગોમાં…તેમણે તેમના બાળકો સાથેનો જે વર્તાવ કરેલો તેનાં પરિણામોનો પણ ઉલલેખ કરેલો છે. તેઓ પણ ગીતાના ચાહક હતાં. આ બઘા વિચારો જો હું મારા દિકરા સાથે કે મારા ગ્રાન્ડસન જોડે બેસીને ચર્ચુ તો મારે જે સવાલોનો સામનો કરવો પડશે તેનો વિચાર જ મારે કરવાનો રહે. મારા ગયા પછી શું ? મારા પછીની મારી પેઢીનો વિચાર કરવામાં જ હું માનું છું .મારી પેઢી તો જૂના વિચારોને લઇને રાખ થઇ જશે.નવી પેઢીને વાંચવા માટે અને તેમાંથી સારા સારા વિચારો જીવનમાં ઉતારીને જીવનને સફળ બનાવવા માટે ઘણું ઘણું ભાથુ છે. કહેવાય છે અને સત્ય પણ લાગે છે કે…‘ ઉદાહરણ આપવું તો સહેલું છે….પરંતું ઉદાહરણ બનવું મુશ્કેલ છે.‘
સ્વમી સચ્ચિદાનંદજીઅે અેક પુસ્તક લખેલું છે. ત છે…‘ અઘોગતિનું મૂળ…વર્ણવ્યવસ્થા‘ ગીતાના ૩જા અઘ્યાયમાં શ્લોક: ૧૩માં તેમણે ચાર વર્ણો બનાવ્યાનું લખે છે. દરેક વાચકે તેનું અવલોકન કે હેતુ પોતાની રીતે કરેલું હશે..અને કરતાં હશે. પરંતું સ્વામી સચ્ચિદાનંદજીઅે જે રીતે વર્ણવ્યવસ્થાને મૂલવ્યુ તે લોકજાગૃતિ માટે ૨૧મી સદીમાં જરુરી છે.
Thomas s. Mason said, ” Faith and doubt can not exist in the same mind at the same time, for one will dispel the other.”….‘.શ્રઘ્ઘા અને સંશય કદાપિ અેકી સાથે કોઇ અેક વ્યક્તિના મનમાં રહી શકે નહિ; બે માંથી અેક બીજાને હાંકી કાઢશે.‘
આજના બાળકોને સમજાવવા માટે આજના જમાનાની જ વાતો કામ લાગશે….પુરાણોની નહિ…તેઓ હજાર સવાલો કરે છે……આ સત્ય દરેક મા..બાપ..કે દાદા..દાદી..નાના…નાની…જાણે જ છે. જમાના સાથે જીવવું જ સત્ય છે…….
આજનો વિચારક દુનિયાભરનાં મહાન લેખકોના પુસ્તકો વાંચે છે…સમજે છે…સમજવાની કોશીશ કરે છે અને પોતાનાઓની સાથે હવેંચે છે.
ઘણી વખત ‘ શ્રઘ્ઘા‘ અેટલી હદે પહોંચે છે કે તે ‘ અંઘશ્રઘ્ઘા‘ નું રુપ ઘારણ કરી લે છે. અખાને વાંચવા જેવો છે.
આ મારા જ વિચારો છે. કોઇને ગમે તો કોઇને ના પણ ગમે. ગમે તો સ્વીકારજો. ના ગમે તો દૂર કરી દેજો.

LikeLiked by 1 person

LikeLike
very logically explained existence of aatma explained for controlling human behavior. thx

અમૃત હઝારી.
LikeLike