કર્મફળ : શીઘ્ર અને સંચિત (પી. કે. દાવડા)


કર્મફળ : શીઘ્ર અને સંચિત

ભગવદગીતાનો કદાચ સૌથી વધારે જાણીતો શ્ર્લોક છેકર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ નઃ”. પ્રથમ દૃષ્ટીએ શ્ર્લોક સમજવામાં લોકો ભૂલ કરે છે. કેટલાક લોકો સમજે છે કે ભગવાન કહે છે, “કામ કરવાનો તારો અધિકાર છે પણ એના વળતર ઉપર નહીં.” અર્થ બરાબર નથી, કારણ કે કર્મના સિધ્ધાન્ત અનુસાર પ્રત્યેક કર્મનું ફળ તો અવશ્ય મળે છે.

શ્ર્લોકનો અર્થ છે, કે મનુષ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે. એણે કામ કરવું કે કરવું, સારી વૃતિથી કામ કરવું કે ખરાબ વૃતિથી કામ કરવું, સારૂં કામ કરવું કે ખરાબ કામ કરવું, બધું તો માણસ પોતાની મરજી મુજબ નક્કી કરી શકે છે, પણ એનું અમુક ફળ મળવું જોઈએ એવું નક્કી કરવાનું એના હાથમાં નથી. કાર્મના સિધ્ધાન્ત અનુસાર તો ભગવાન પણ એમાં હસ્તક્ષેપ કરતા નથી. ફળ એના કર્મના પ્રકાર ઉપર અવલંબે છે. નિસ્વાર્થ પણે, સ્વધર્મને અનુસરીને કરેલા કર્મનું ફળ ખૂબ સારૂં મળે છે. સ્વાર્થી વૃતિથી કરેલા ખરાબ કામનું ફળઅંતમાંનક્કી ખરાબ મળવાનું. અહીં મેંઅંતમાંશબ્દ શા માટે વાપર્યો છે તે હવે જોઈએ.

કર્મફળ બે પ્રકારના છે, શીઘ્ર અને સંચિત. કેટલાક કર્મનું ફળ તમે કર્મ કરો કે તરત મળે છે. ઉદાહરણ તરીકે તમને ખૂબ તરસ લાગી છે, તરસથી ગળું સુકાય છે, વ્યાકુળતા થાય છે. તમે ઉઠીને પાણી પીયો છો, તમારી બધી તકલીફો તરત દૂર થઈ જાય છે. તમારા ઊઠીને પાણી પીવાના કર્મનું ફળ તમને શીધ્ર મળી ગયું. આપણા રોજે રોજના કર્મોમાં કેટલાય કર્મ એવા છે, જેનું ફળ આપણને શીઘ્ર મળે છે. કેટલાક કર્મ એવા છે કે જે કર્યા પછી સારા એવા સમય સુધી વાટ જોયા બાદ એનું ફળ મળે છે. તમે આંબો વાવો, એની દેખરેખ રાખી એને ઉછેરો પછી થોડા વરસ રહીને એમાં ફળ આવે છે. એક પ્રકારનું સંચિત ફળ છે.

ફરી કહું છું કે પ્રત્યેક કર્મ માટે ફળ બાધ્ય છે. ફળ સારૂં હોય કે ખરાબ, તમે એને નકારી શકો. એના ઉપર તમારા નામનું લેબલ લાગી ચૂક્યું છે, અને તમારે સ્વીકારવું પડે. તમે આજે કોઈને છેતરીને મોજમજા કરી શકો છો, પણ તમારા કર્મની નોંધ લઈ, ક્યાંક તમારા ફળનું પાર્સલ તૈયાર થઈ રહ્યું છે. In transit છે. તમને શોધી કાઢશે. અને તમારે ફળ ભોગવવું પડશે. આને સંચિત કર્મ કહી શકાય. તમારા ખરાબ કર્મનો હિસાબ તમારા ખાતામાં જમા થઈ ચુક્યો છે, એનો દંડ તમારે ભોગવાનો છે. જો તમારૂં સારૂં કર્મ સંચિત હશે, તો તમને અણઘાર્યા સમયે અણધાર્યો ફાયદો થશે.

કર્મની બાબતમાં સાદા સરવાળ બાદબાકીનો નિયમ લાગુ પડતો નથી. તમે ત્રણ સારા કર્મ કર્યા હોય, અને બે ખરાબ કર્મ કર્યા હોય તો એમ માનતા કે હવે તમારૂં એક સારૂં કર્મ જમા છે, એટલે કે તમારા બે ખરાબ કર્મોની સજા હવે નહીં થાય. કર્મની બાબતમાં આવો હિસાબ થતો નથી. સારા કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ, અલગ અલગ ભોગવવાના હોય છે.

તમે ફીઝીક્સ કે કેમીસ્ટ્રીના પુસ્તકમાં ગણેશપૂજા નો વિધી નથી શોધતાને? શોધો તો પણ તે તમને ત્યાં નહીં મળે. તો પછી, મારા ધાર્મિક તર્કમાં વૈજ્ઞાનિક પુરાવા શોધતા. તમને અહીં નહીં મળે, કારણ કે લેખના પાયામાં વિજ્ઞાન નહીં, શ્રધ્ધા છે.

પી. કે. દાવડા

8 thoughts on “કર્મફળ : શીઘ્ર અને સંચિત (પી. કે. દાવડા)

 1. દરેક વાંચનારના બેકગ્રાઉન્ડ ઉપર દરેક સદવિચારના ઇન્ટરપ્રિટેશનનો આઘાર રહે છે. સારા કર્મ અને ખરાબ કર્મનો જમા ઉઘારનો હિસાબ રાખનાર કોણ છે ? કોઇઅે ‘ કર્મનો સિઘ્ઘાંત‘ નામનું પુસ્તક લખેલું છે. તેૉ પોતાની સમજ પ્રમાણે સમજાવે છે. કેવા કર્મનો બદલો કેવો અને કેટલો અને ક્યારે મળે તેની માત્રા કોણ નક્કિ કરે ? મેં અેવા સમાજસેવકો જોયા છે તેઓ અેક બીચારાની જીંદગી જીવીને આ પૃથ્વિ છોડી ગયા છે. અને અેવા માણસો જોયા છે જેઓ લુચ્ચાઇ, લફંગાઇના ઘંઘા જીંદગી ભર કરતા રહ્યા અને મોજ મજેથી જીંદગી જીવીને મર્યા. સરસ દાખલો આપું……અમેરિકાના હાલના પ્રેસીડન્ટ માટે તેના ભૂતકાળના જીવનના અને હાલના પ્રમુખ તરીકેના કર્મો પણ સાબિત થઇ ગયા છે કે તે મૂળેથી ખરાબ જ છે. અમેરિકાના દરેક સીટીઝનોઅે કેવા કર્મો કર્યા હશે કે તેમને લુચ્ચાઇથી ચૂંટણી જીતીને આવેલો , કોમનમેનને દુ:ખ દેનારો પ્રમુખ મળ્યો. આ સંચિત કરમોનું ફળ નાગરીકો ભોગવી રહ્યા છે ? કે શીઘ્ર ? આ કર્મોની કોર્ટ કોણ ચલાવે છે ? અને તેને ક્યા કાયદાઓ ગાઇડ કરે છે ?….સજા કરવા કે ફળ આપવા માટે ? સવાલો ઘણા છે…..
  ફરી અેકવાર…જે કોઇ સાહિત્ય આપણી પાસે છે તે બઘુઅે માણસે જ લખેલું છે. કોઇ ભગવાન નામની વ્યક્તિઅે નહિ.

  તુંડે તુંડે મત્ીર ભિન્ના… પોતાના બેકગ્રાઉન્ડને આઘારીત દરેક વાચક વાંચેલા લખાણનું ઇન્ટરપ્રિટેશન કરે છે.

  આપણા કવિ ઉમાશંકર જોશીની સરસ વાત આપણને આ વિષયે દોરવણી આપે છે. તેઓ જ્યારે ગ્રેજ્યઅેશનના વર્ગમાં ભણતા હતાં ત્યારે તેમની જ લખેલી અેક કવિતા તેમના ભણવામાં હતી. તેમના પ્રફેસર જે શબ્દોમાં ઇન્ટરપ્રિટ કરીને સમજાવતાં હતાં તેને માટે ઉમાશંકરજીઅે પ્રફેસરને કહ્યુ કે મેં આ કવિતા જે વિચારોને આઘારે લખી હતી તે વિચારો…સમજણ….તમે શીખવો છો તે ન્હોતાં. મારા વિચારો..મર્મ…હેતુ…તદ્દન જુદા હતાં.

  ગીતાજીનો બીજો શ્લોક કેવી રીતે ઇન્ટરપ્રીટ કરવો…‘ યદા યદા હી ઘર્મશ્ય ગ્લાનીર….ં

  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. માનનીય હજારી સાહેબ,
  તમે મારા અંતીમ પેરેગ્રાફ ઉપર ધ્યાન આપ્યું નથી. જો એ ધ્યાનથી વાંચ્યું હોત તો તમે કદાચ આટલો લાંબો પ્રતિભાવ ન લખત. દરેક લખનાર પોતાનો મત માંડે છે. હા દરેક વાંચનારને પણ પોતાનો મત માંડવાનો અધિકાર છે, જેનો હું સ્વીકાર કરું છું. પણ અહીં તો મેં અગાઉથી ખુલાસો કરી દીધો છે.
  તમે મારા આંગણાંમાં નિયમિત આવો છો એનો મને ખૂબ જ આનંદ છે. બસ આવતા રહેજો અને અભિપ્રાય આપતા રહેજો.

  Like

 3. ” અમેરિકાના દરેક સીટીઝનોઅે કેવા કર્મો કર્યા હશે કે તેમને લુચ્ચાઇથી ચૂંટણી જીતીને આવેલો , કોમનમેનને દુ:ખ દેનારો પ્રમુખ મળ્યો.”

  માનનીય હજારી સાહેબની વાતમાં માલ છે.પણ શું થાય જેવાં અમેરિકા અને અમેરિકનોનાં ભાગ્ય કે આવો પ્રમુખ લમણે લખાયો.!.. આજે તો કૌઆ મોજ ઉડાયે !

  Liked by 1 person

 4. આ વિનોબાજીએ કર્મની વાત આ રીતે સમજાવી છે.’ભગવાનને આપેલું દાન સદા સર્વદા શુદ્ધ જ છે. તારા કર્મમાં દોષ હશે તો પણ તેના હાથમાં જતાંવેંત તે પવિત્ર બનશે. આપણે ગમે તેટલા દોષ દૂર કરીએ તોયે આખરે થોડોઘણો દોષ રહી જ જાય છે. છતાં આપણાથી બને તેટલા શુદ્ધ થઈને કર્મ કરવું. બુદ્ધિ ઈશ્વરની આપેલી બક્ષિસ છે. તે જેટલી શુદ્ધ રીતે વાપરી શકાય તેટલી શુદ્ધ રીતે વાપરવાથી આપણી ફરજ છે. તેમ ન કરીએ તો આપણે ગુનેગાર ઠરીએ. તેથી પાત્રાપાત્રવિવેક પણ કરવો જ જોઈએ. ભગવદભાવનાથી તે વિવેક કરવાનું સરળ થાય છે.ઈન્દ્રિયો પણ સાધનો છે. તેમને ઈશ્વરને અર્પણ કરો. કહે છે કે કાન કાબૂમાં રહેતા નથી. તો શું સાંભળવાનું જ માંડી વાળવું ? સાંભળ, પણ હરિકથા જ સાંબળવાનું રાખ. કંઈ સાંભળવું જ નહીં એ વાત અઘરી છે. પણ હરિકથા સાંભળવાનો વિષય આપી કાનનો ઉપયોગ કરવાનું વધારે સહેલું, મધુર અને હિતકર છે. રામને તારા કાન સોંપી દે, મોંએથી રામનું નામ લે, ઈન્દ્રિયો કંઈ વેરી નથી. તે સારી છે. તેમનામાં ઘણું સામર્થ્ય છે. હરેક ઇન્દ્રિય ઈશ્વરાર્પણબુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. આ જ રાજયોગ છે.’

  Liked by 1 person

 5. આદરણીય દાવડા સાહેબ,
  નમસ્તે.
  આપ મોટી ઉંમરે એક સરસ મિશન ચલાવી રહ્યા છો, અભિનંદન. આ. પ્રજ્ઞાબેને જે લખ્યું કે ભગવાનને આપેલું દાન સર્વદા શુદ્ધ જ છે તેના સંદર્ભમાં હું એક ઉમેરો કરવાનું પસંદ કરું છું.વાત જ્યારે ભગવાનને અર્પણ કરવાની આવે ત્યારે તે શુદ્ધ હોવું જોઈએ એવો આપણો આગ્રહ હોય છે. ફૂલ ચડાવવાના હોય તોયે આપણને ગમે તેવા નહિ, પણ જે તે દેવને પ્રિય હોય એવાં ફૂલો શોધી લાવીને ચડાવવાનું વિચારીએ છીએ. એ ફૂલ વાસી ન હોવું જોઈએ. એ ખંડિત ન હોવું જોઈએ. ફળ વડાવવાનું હોય તે યે સડેલું નથી ચડાવતા. સત્યનારાયણની પૂજાના દિવસે પ્રસાદ શેકવામાં ચોખ્ખું ઘી અને શુદ્ધ સામગ્રી વાપરવાનો આગ્રહ રાખીએ છીએ.ઉત્તમ વસ્તુ જ ભગવાનને ચડાવવાની હોય એવી આપણી માન્યતા છે.

  પણ જ્યારે કર્મ અર્પણ કરવાનું હોય ત્યારે?.. સત્કર્મ જ અર્પણ કરવાનું હોય. અને સત્કર્મ કોને કહેવાય તે સમજવામાં થાપ ખાઈ જવાની શક્યતા પૂરેપૂરી છે! આપણે જેને સત્કર્મ માનતા હોઈએ તે વાસ્તવમાં સત્કર્મ ન પણ હોય એમ બની શકે. હું ઉદાહરણો આપીશ તો પ્રતિભાવ લાંબો થઈ જાય એવો ડર રહે છે.

  પ્રજ્ઞાબેને ખૂબ સારી વાતો રજુ કરી છે તેમાંની એક તે ‘ઈન્દ્રિયો કંઈ વેરી નથી – ખરાબ નથી‘ (ઈન્દ્ર ખરાબ નથી ઈન્દ્રાસન ખરાબ છે- ક.મા. મુનશીની વાત યાદ આવી ગઈ) હું ઉમેરું છું કે વિકારો પણ વેરી નથી. વિકારોનો ઉપયોગ કરવામાં વિવેકબુદ્ધિની જરૂર પડે.વિકારોનો નાશ તો કદી ન કરી શકાય, પણ એની દિશા બદલવી પડે. દિશા બદલાય તો પરિણામ પણ બદલાય નહિ તો ભર્તૃહરિ કહે છે તેમ વિષયો જ માણસને ભરખી જાય!

  રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. હજી બીજા મહાનુભાવો પણ તેમનો પ્રતિભાવ આપે અને આ પ્રકારની ચર્ચા વિધાઉટ એની પ્રેજ્યુડિશ ચાલતી રહે એમ ઈચ્છું છું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s