આપ સૌના જીવનમાં આનંદનો દીપ સદાય પ્રજ્વલિત રહે (સંપાદક અને સલાહકાર)
અખો (૧૫૯૧-૧૬૫૬)
સોળમી સદીમાં જન્મેલો અખો આપણા મધ્યકાલીન ભક્ત કવિઓમાં ખૂબ જ જાણીતો છે. ગુજરાતી સાહિત્યમાં એનું યોગદાન કાયમને માટે ઇતિહાસમાં નોંધાઈ ગયું છે. અખાની કવિઓમાં સમાજની બુરાઈઓ સામે તીખો આક્રોશ છે. એ સમયે રૂઢીચુસ્ત લોકોની સમાજ ઉપર જબરી પકડ હતી. જરા વાંકું પડે તો તમને નાત બહાર મૂકી, એમની સાથે રોટી-બેટીનો વ્યહવાર બંધ કરી, એમને સમાજમાં અછૂત બનાવી દેતા. એવા સમયે એણે જે હિમ્મત દેખાડી અને આકરા શબ્દોમાં સમાજને છેતરનારા ઢોંગી લોકોને ખુલ્લા પાડ્યા, એ જોઈને આજે પણ લોકો આશ્વર્યચકિત થઈ જાય છે.
અખાની વાતોમાં સીધા હુમલા છે. ગોળગોળ કે ફેરવીને વાત કહેવાનું અખાને ફાવતું નથી. એના ઘા જનોઈવેઢ છે, એક ઘા ને બે કટકા. શબ્દોને શણગારીને મુકનારાઓમાંનો એ નથી. આપણા આજે પણ ચલણમાં દેખાતા ધાર્મિક રીત-રિવાજો વિષે એ કહે છે,
“એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?”
પૂજાના આ પ્રકારને મૂરખ કહેવાની હિમ્મત તો અખો જ કરી શકે. અને ઈશ્વર તો એક જ હોય, આપણા તો કેટલાબધા દેવી-દેવતા છે?
બીજા એક છપ્પામાં એ કહે છે,
“વૈષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પતાવળાં ભરે,
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝું ખાય,
કીર્તન ગાઈને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર.”
વૈષ્ણવો જેવા શક્તિશાળી સમાજની આવી ટીકા કોઈ કરી શકે ખરા? પણ વાત તો સાચી છે, આજે પણ!
ભક્તિના પ્રકાર ઉપર પ્રહાર કરતાં અખો કહે છે,
“તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંયા હરિને શર્ણ;
કથા સુણી સુણિ ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”
અખાએ માત્ર ધાર્મિક રીતરિવાજો વિષે જ નથી લખ્યું, સમાજના બીજા અનેક કુરીવાજો વિષે કડક શબ્દોમાં આસરે ૭૦૦ છપ્પા લખ્યા છે. અખાએ જે વાતોને આજથી પાંચ સદીઓ પહેલા વખોડી છે, એ વાતો એક અથવા બીજા સ્વરૂપે આજે પણ સમાજમાં પ્રચલિત છે. મુઠ્ઠીભર અંધશ્રધ્ધા નિર્મૂલનવાળા આમાં કંઈ મોટો ફેરફાર કરાવી શક્યા નથી.
“ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો.”
આ છપ્પામાં આપણાં ધર્મગ્રંથોના જુદા જુદા અર્થ કરતા કહેવાતા ધર્મગુરૂઓ માટે અખો કહે છે કે આવા પોતાની મરજીમુજબ અર્થ કરનારા ગુરૂઓએ અંદર અંદર જ એકબીજાની ટીકા કરી છે, એક ગુરૂએ કાઢેલા અર્થને બીજો ગુરૂ નકારે અને પોતાને આગલા કરતાં વધારે જ્ઞાની દર્શાવવાની કોશીષ કરે, એની અખો ઝાટકણી કાઢીને કહે છે, કે બધા અંધારાકુવામાં હવાતિયાં મારો છો, પણ એક નિર્ણય ઉપર આવતા નથી.
અહીં અખાએ સતસંગમાં એકઠા થતા શ્રોતાઓ ઉપર કોરડો વિંઝતા કહ્યું છે કે મારગ ક્યાંથી મળે? આંધળા સસરાને દોરી જનારી વહુએ તો ધૂંધટો તાણેલો છે. શણઘટ એટલે લાજ કાઢેલી. આવા લોકો સતસંગમાં ઉંધુંચત્તું સમજે છે, અને એનો અમલ કરે છે. જેવી રીતે આંખમા કાજળ આંજવાનું કહ્યું હોય તો એને ગાલ ઉપર લગાડવાનું સમજે છે. છેલ્લી પંક્તિમાં અખાએ કમાલ કરી છે. એક તો કથા કહેનાર પોતે માંડ માંડ સમજે છે, જેમ ઊંડા (અછતવાળા) કુવામાંથી પાણી માંડ માંડ મળે, અને તેમાં સાંભળવાવાળાની હાલત ખોબામાંથી પાણી મોઢામાં જવાને બદલે આંગળીઓ વચ્ચેથી નીકળી જાય, એના જેવી હોય, તો એ શું શીખી શકે?
આજે પણ રોટલા ખાવાને બદલે એને બનાવવામાં કેટલા ટપાકા થયા એની ચર્ચા કરતા ભાષાવિદોને આજથી ચારસો વર્ષ પહેલા અખાએ તમાચો માર્યો છે, છતાંયે કૂતરાની પૂંછડી ક્યાં સીધી થઈ છે?
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;
જ્યારે નગરમાં આગ લાગી હોય ત્યારે પક્ષીઓ તો ઉડીને દૂર જતા રહે, પણ બિચારા ઉંદર આગમાં બળી જાય, કારણ કે તે ઉડી શકતા નથી. અખો કહે છે કે અજ્ઞાન લોકો ઉંદર જેવા છે, એમને અંતે નુકશાન થાય છે. જ્ઞાની પક્ષી જેવા છે એમને ડરવાની જરૂર નથી.
એ સમયે વપરાતી ભાષાને અખાએ વધારે આધુનિક અને સરળ બનાવી જે સાહિત્ય સર્જન કર્યું છે, તે આજેપણ લોકભોગ્ય છે.
અખાને વખાણનારા આપણા સાહિત્યકારોમાં કેટલાં હતાં અને છે અને હશે. કદાચ અખાની ઉપર અને તેના સર્જન ઉપર ઘણા પી.અેચડી પણ કરશે પરંતું અખાઅે જે કાંઇ કહ્યુ…લખ્યુ હતું તેને પોતાના જીવનમાં ઉતારીને સાબિત કરી શકશે કે કેમ ? કારણ કે આજ સુઘી હજી કોઇ…..નો લાલ પાક્યો નથી કે જે અખાઅે કહેલાં સમાજ સુઘારા પોતાના જીવનમાં ઉતારે.
વો સુબહ કભી ના આયેગી…..લખાણ તો પુસ્તકને પાને રહેવા માટે જ સર્જાય છે…..ભારતમાં….અેટલીસ્ટ…….
Same to you and yours!
Sanat Parikh
LikeLike
loved it– i have his books and enjoy reading.
LikeLike
.ખૂબ સુંદર રસદર્શન
મને ગમતી રચના
આ જીવ ઇશ્વર તું તુજને ઠરાવે,અળગો કલ્પે આકાર રે;
કલ્પિતમાં પરમેશ્વર નાવે,અકળિત આપ અપાર રે.
આ દીસે તેવો તું ત્યાં ન હોયે,છે તે સર્વે ઇશ રે;
તું તુજને જાણે નવ જાણે,દેવ દૈત્ય જગદીશ રે.
આ બોલતાં બીજું થૈને ભાસે,કહેતાં કવતાં ને ગાતે રે;
પોતાનાં પરાક્રમ હોતામાં દીસે,તેટલે નહીં શ્થૂલ જોતે રે .
આ વણસતું દીસે પણ નહિ વણસે,રેય દીસે ન રેવાય રે;
અટપટું દીસે સત્ય સર્વથા,કેતું દીસે ન કેવાય રે.
આ નિત્ય અનિત્ય મિત અમિત ન થાય,શબ્દાતીત ચૈતન્ય રે;
અન્ય અભ્યાસે ખાંતે ગાયો,વન્યગતે નહિ અન્ય રે.
.
.
.આપ સૌના જીવનમાં આનંદનો દીપ સદાય પ્રજ્વલિત રહે
LikeLike
અખાને વખાણનારા આપણા સાહિત્યકારોમાં કેટલાં હતાં અને છે અને હશે. કદાચ અખાની ઉપર અને તેના સર્જન ઉપર ઘણા પી.અેચડી પણ કરશે પરંતું અખાઅે જે કાંઇ કહ્યુ…લખ્યુ હતું તેને પોતાના જીવનમાં ઉતારીને સાબિત કરી શકશે કે કેમ ? કારણ કે આજ સુઘી હજી કોઇ…..નો લાલ પાક્યો નથી કે જે અખાઅે કહેલાં સમાજ સુઘારા પોતાના જીવનમાં ઉતારે.
વો સુબહ કભી ના આયેગી…..લખાણ તો પુસ્તકને પાને રહેવા માટે જ સર્જાય છે…..ભારતમાં….અેટલીસ્ટ…….
અમૃત હઝારી.
LikeLiked by 1 person
ભલા કહે કોઈ બૂરા કહે કોઈ; અપની મતિ અનુસારા,
અખા લોહકું પારસ પરસા; સોના ભયા સોનારા.
LikeLike