હરખ હવે તું હિંદુસ્તાન
બ્લોગમા પોતાની રચના મુકનારા મોટાભાગના લોકો પાતાની રચનાના લોકોને ગમી કે નહિ તે જાણવા લોકોના પ્રતિભાવની વાટ જોતા હોય છે. ઘણાં બ્લોગ્સમાં મોટાભાગની કૄતિઓની નીચે Comments 0 Like 0 જોવા મળે છે. લખનારા નિરાશ થાય છે. મેં આ બાબતમા ઊંડો વિચાર કર્યો ત્યારે મને સમજ પડી કે આવું કેમ થાય છે. હકિકત એવી છે કે આપણે ગુજરાતીઓ સારી વસ્તુઓના આદિ છીએ. સારી વસ્તુ મળવી એ આપણા માટે સહેજ છે. આપણો એ હક્ક છે. એટલે સારી વસ્તુ મળે ત્યારે આપણે કાંઈ બોલતા નથી. જ્યારે પણ કોઈ હલકી વસ્તુ મળે ત્યારે જ આપણે અવાજ ઊઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, ટીકા કરીએ છીએ.
ઉદાહરણ તરીકે ગુજરાતીઓ સિનેમા જોઈને થિયેટરમાંથી બહાર નીકળે ત્યારે જો પિક્ચર ગમ્યું હોય તો હસીખુસીથી ચુપચાપ ઘરે જતા રહે છે. જો પિક્ચર ન ગમ્યું હોય તો બહાર નીકળીને બડબડે છે, તદ્દન બેકાર હતું, પૈસા પડી ગયા. એટલે કે કંઈ ન બોલે તો સારૂં હતું.
હવે Silent Majority શબ્દ તો તમે સાંભળ્યો જ હશે. સારી વસ્તુ માટે ગુજરાતીઓ Silent Majority છે. એટલે બ્લોગના પચીસ હજાર મેમ્બરોમાંથી જો કોઈ પણ ન લખે કે આ બ્લોગ-પોસ્ટ બેકાર છે, મને તો જરા ય ન ગમી, તો સમજવું કે તમારી કૃતિ બધાને ગમી છે. જેણે પણ તમારી કવિતા કે તમારો લેખ વાંચ્યો એ એનાથી ખૂશ છે. એ રચનાની વિરૂધ્ધમા એમને કંઈપણ કહેવું નથી.
બસ થઈ ગયું ને સમાધાન? એક સાથે પચીસ હજાર પ્રતિભાવ મળી ગયા કે અમને તમારી રચના ગમી છે. બસ લેખકોને અને કવિઓને મારે આ જ્ઞાન કરાવવાની જ જરૂર હતી. તો હવેઃ
કવિ-લેખકોને થઈ ગયું જ્ઞાન,
હરખ હવે તું હિંદુસ્તાન.
-પી. કે. દાવડા
(૬ જાન્યુઆરી ૨૦૧૧)
મેં આ લેખ ૨૦૧૧ માં બીજા એક બ્લોગ માટે લખ્યો હતો. આજે જ્યારે મારા આંગણાંમાં ૩૦૦૦ થી વધારે કોમેન્ટસ અને ૬૦૦૦ થી વધારે લાઈક આટલા ટુંકા સમયમાં આવી ગયા છે, ત્યારે હું વિચારૂં છું કે મારે આ લેખ મારા સંગ્રહમાંથી Delete કરવો જોઈએ કે નહીં? આટલા ટુંકા સમયમાં આંગણાંમાં ૫૦,૦૦૦ થી વધારે મુલાકાતીઓ આવી ગયા છે, અને હવે રોજના મુલાકાતીઓની સંખ્યા Steadily વધી રહી છે.
પૂ. દાવડા સાહેબ,
તદ્ ન સાચી વાત. ગુજરાતીઓના જીનમાં આ લખાયેલું છે. અપેક્ષા દુ:ખી કરે. પેલી વાત યાદ કરીઅે….‘ તું તારું કર્મ કર્યે જા….અપેક્ષા કર્યા વગર……ફળની આશા વિના.
કુદરતે જે કર્મ મને સોંપેલું છે તે માટે તેણે મને સીલેક્ટ કરેલો છે…તો હું તે કર્મ કર્યે જાઉ.
ગુજરાતીઓ…મોટે ભાગે…વેપારી વૃત્તિના. સાહિત્ય સાથે તેમને કોઇ લેવા દેવા નહિ.
લક્ષ્મી અને સરસ્વતિમાં આજ તો ફર્ક છે…..લક્ષ્મી…સરસ્વતિના બોળકોને પોતાને ત્યાં નોકરીઅે રાખી શકે છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
વાત બરાબર છે. ઘણા લખનાર પ્રતિભાવની માંગણી અને અપેક્ષા રાખતા હોય છે તે પણ અન્ય રચનાઓને વિષે લખવામાં આળસ અને ઉદાસિનતા દેખાડે છે. ખેર, ગુણીજન ગુણને વખાણે.
લખવામાં નિજાનંદ….સરયૂ પરીખ
LikeLiked by 1 person
ટુંકા સમયમાં આંગણાંમાં ૫૦,૦૦૦ થી વધારે મુલાકાતીઓ આવી ગયા છે, અને હવે રોજના મુલાકાતીઓની સંખ્યા Steadily વધી રહી છે.
હરખો હવે દાવડાજી, તમારી સાથે સાથે અમે પણ હરખીએ છીએ.
હરખો હરખ આજે દોયલો થતો જાય છે ત્યારે હરખની દરેક ક્ષણોને માણવાનો હરખ કોઈ ઓર હોય છે !
LikeLiked by 1 person
ડાહ્યો ડાહ્યાલાલનો ડાહ્યો દલપતરામ ગણાતા કવિ દલપતરામનું કાવ્ય હરખ હવે તું હિન્દુસ્તાન!
ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
નર્મદે પોતાનાં યુધ્ધ ગીતો દ્વારા આળસુ અને જડ પ્રજાને ટટ્ટાર કરી પ્રજાની અધોગતિને લાવનારા તત્વો અને બળો સામે યુધ્ધ કરી તેમેને નિર્મુલ કરવા પ્રેરી ! આ પક્તિનો ઉલ્લેક ઘણા બ્લોગોમા જુદી રીતે થયો છે. મા દાવડાજી એ-‘બસ લેખકોને અને કવિઓને મારે આ જ્ઞાન કરાવવાની જ જરૂર હતી. તો હવેઃ
કવિ-લેખકોને થઈ ગયું જ્ઞાન,
હરખ હવે તું હિંદુસ્તાન. પ્રયોગ ન ગમ્યો
LikeLike
Happy Divali and Happy New Year to All
LikeLike
બહુ સચોટ વાત કહી. ભલે ૨૦૧૧ની છે પણ આજે પણ તે એટલી જ સાર્થક છે
LikeLike
you coined new word an its really meaningful for all of us–not only blog-jagat but in real life too”Silent Majority”
when in job i was told by my immediate boss “no body will pet you on doing right job- you will get comments or kick on smallest fault–so be prepared to receive and digest”
LikeLike
બહુ સચોટ વાત કહી. ભલે ૨૦૧૧ની છે પણ આજે પણ તે એટલી જ સાર્થક છે..
LikeLike